Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    લાકડાના હાથાવાળો કોડીયો ફિટ થયેલી હાલતમાં મળ્યો:અમીરગઢના ઉમરકોટમાં ગાય અને નંદી પર તીક્ષ્ણ હથિયારથી હુમલો

    15 hours ago

    અમીરગઢ તાલુકાના ઉમરકોટ ગામે ગાય અને નંદી પર અજાણ્યા ઇસમે હુમલો થયાની જાણ થતાં સરપંચ સહિત ગ્રામજનો સ્થળે પહોંચ્યા હતા. બંને પશુઓને ઈજા થયેલી મળતાં અમીરગઢ પોલીસ મથકે અજાણ્યા ઇસમ સામે ફરિયાદ આપી તપાસની માગ કરી હતી. અમીરગઢ તાલુકાના ઉમરકોટ ગામમાં ગાય અને નંદી પર અજાણ્યા ઇસમે હુમલો કરી ઈજા પહોંચાડ્યાની જાણ સરપંચ હીરાભાઈ જાનાભાઈ ઠાકોરને સવારે સાડા દસ વાગ્યે ભાવેશભાઈ રબારીએ ફોન દ્વારા કરી હતી. સરપંચ દેવાજી ગણાજી ઘટના સ્થળે પહોંચ્યા હતા. ચોતરા પાસે ગાયના જમણા આગળના પગના ઉપરના ભાગે તીક્ષ્ણ હથિયારનો ઘા જોવા મળ્યો હતો. જ્યારે સસ્તા અનાજની દુકાન પાસે નંદીના જમણા પાછળના પગના ઉપરના ભાગે તીક્ષ્ણ હથિયારનો ઘા તથા ડાબા પાછળના પગમાં લાકડાના હાથાવાળો કોડીયો ફિટ થયેલી હાલતમાં જોવા મળ્યો હતો. બાદમાં સરપંચ સહિત પાંચ વ્યક્તિઓ અમીરગઢ પોલીસ મથકે પહોંચ્યા અને અજાણ્યા ઇસમ સામે ધોરણસર તપાસ તથા કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ સાથે લેખિત ફરિયાદ આપી હતી.
    Click here to Read More
    Previous Article
    ગ્રાઉન્ડ રિપોર્ટ‎:સુશોભનમાં વ્યસ્ત મનપા 9 શૌચાલય તોડીને નવા બનાવવાનું ભૂલી જ ગઇ!
    Next Article
    પાલનપુર:53 પ્રાથમિક-માધ્યમિક શાળામાં 4000 છાત્રોએ ભારત કો જાનો પરીક્ષા આપી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment