Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મુખ્ય માર્ગો પર અડિંગો જમાવતા ઢોરના કારણે અકસ્માતની ભીતિ:વ્યારામાં રખડતાં ઢોરનો આતંક, વાહનચાલકોની સુરક્ષા સામે સવાલ

    11 hours ago

    વ્યારા શહેરમાં રખડતાં ઢોરની સમસ્યા દિવસેને દિવસે ગંભીર બની રહી છે. શહેરના મુખ્ય માર્ગો, ચાર રસ્તા અને બજાર વિસ્તારોમાં મોટી સંખ્યામાં રખડતાં ઢોર રસ્તા વચ્ચે અડિંગો જમાવીને બેસી રહેતા હોવાથી વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ખાસ કરીને ટ્રાફિકથી સતત ધમધમતા માર્ગો પર ઢોરના ટોળાં વચ્ચે વાહન પસાર કરવું જોખમી છે. રસ્તાની વચ્ચે અચાનક ઢોર આવી જતાં વાહનચાલકોએ બ્રેક મારવી કે વાહન વાળવાની ફરજ પડે છે. જેના કારણે પાછળથી આવતા વાહનો સાથે અથડામણ થવાની શક્યતા રહે છે. દ્વિચક્રી વાહનચાલકો અને રાહદારીઓ માટે તો આ સ્થિતિ વધુ જોખમી બની છે. તસવીરમાં પણ મુખ્ય માર્ગ પર ઢોર રસ્તા વચ્ચે જોવા મળી રહ્યા છે જ્યારે વાહનો તેમની વચ્ચેથી પસાર થઈ રહ્યા છે. શહેરમાં અગાઉ પણ રખડતાં ઢોરના કારણે અકસ્માતો અને વાહનચાલકોને ઈજા થવાના બનાવો સામે આવ્યા છે. તેમ છતાં સમસ્યાનો કાયમી ઉકેલ લાવવામાં તંત્ર નિષ્ફળ રહ્યું હોવાની લોકોમાં ચર્ચા છે. નાગરિકોની માગ છે કે પાલિકા દ્વારા ઢોરને પકડવાની ઝુંબેશ માત્ર દેખાવ પૂરતી ન રાખી નિયમિત અને કાર્યવાહી કરવામાં આવે. પશુપાલકો પોતાના ઢોરને જાહેર રસ્તા પર રખડતા મૂકે નહીં તે માટે દંડાત્મક કાર્યવાહી થાય તેમજ પકડાયેલા ઢોર માટે યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે. તંત્રની બેદરકારીને કારણે અકસ્માત સર્જાય તે પહેલાં આ સમસ્યાનો કાયમી ઉકેલ લાવવો જરૂરી છે.
    Click here to Read More
    Previous Article
    NCP સાસંદોની સોમવારની વડાપ્રધાનની મુલાકાત રાજકિય રંગ લાવશે:દુકાળ મુદ્દે સુપ્રિયા સુળેના નેતૃત્વમાં NCP સાંસદો PM મોદીને મળશે
    Next Article
    વડનગર-મહેસાણાને મુંબઈ માટે સીધી દૈનિક ટ્રેન મળશે:લોકશક્તિ વડનગર સુધી લંબાવવા રેલવે બોર્ડને દરખાસ્ત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment