Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    NCP સાસંદોની સોમવારની વડાપ્રધાનની મુલાકાત રાજકિય રંગ લાવશે:દુકાળ મુદ્દે સુપ્રિયા સુળેના નેતૃત્વમાં NCP સાંસદો PM મોદીને મળશે

    10 hours ago

    મહારાષ્ટ્રના અનેક વિસ્તારોમાં દુષ્કાળ જેવી સ્થિતિ અને ખેડૂતોની વધતી મુશ્કેલીઓ વચ્ચે રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (શરદ પવાર જૂથ)ના તમામ સાંસદો સોમવારે નવી દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળવાના છે. સાંસદ સુપ્રિયા સુળેના નેતૃત્વમાં યોજાનારી આ બેઠક સવારે 11 વાગ્યે સંસદમાં થવાની છે. રાજ્યના દુષ્કાળગ્રસ્ત વિસ્તારોની સ્થિતિ અને ખેડૂતોને તાત્કાલિક રાહત આપવા માટે કેન્દ્ર સરકારની મદદની માંગ આ મુલાકાતનો મુખ્ય મુદ્દો રહેશે. મહારાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં વરસાદની અછતને કારણે ખેડૂતો ગંભીર મુશ્કેલીમાં મુકાયા છે. ઓછા વરસાદ અને પાણીની તંગીના કારણે પાકને નુકસાન થયું છે. અનેક ગ્રામ્ય વિસ્તારોમાં પીવાના પાણીની સમસ્યા ઊભી થઈ છે, જ્યારે પશુપાલકો સામે પશુઓ માટે ઘાસચારો અને પાણીની અછતનો પડકાર છે. આવી સ્થિતિમાં ખેડૂતોને તાત્કાલિક આર્થિક અને વહીવટી સહાયની જરૂરિયાત હોવાનું એનસીપીનું કહેવું છે. સુપ્રિયા સુળેના નેતૃત્વમાં એનસીપીના સાંસદો વડાપ્રધાન સમક્ષ મહારાષ્ટ્રના અસરગ્રસ્ત વિસ્તારો માટે વિશેષ નાણાકીય પેકેજની માંગ કરી શકે છે. પાકના નુકસાનનો સામનો કરી રહેલા ખેડૂતોને સીધી સહાય તરીકે બેંક ખાતામાં ડીબીટી મારફતે વળતર આપવાની માંગ પણ રજૂ કરવામાં આવે તેવી શક્યતા છે. મુલાકાત રાજકીય રીતે મહત્વપૂર્ણ હાલ સંસદનું ચોમાસુ સત્ર ચાલી રહ્યું છે, ત્યારે આ મુલાકાતને રાજકીય રીતે પણ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. મહાયુતિ અને મહાવિકાસ અઘાડી વચ્ચે વિવિધ મુદ્દાઓ પર રાજકીય ખેંચતાણ ચાલી રહી છે. તે વચ્ચે વિપક્ષી પક્ષના સાંસદો સીધા વડાપ્રધાનને મળીને રાજ્યના ખેડૂતોનો મુદ્દો રજૂ કરવા જઈ રહ્યા હોવાથી રાજકીય વર્તુળોમાં પણ આ બેઠક અંગે ચર્ચા શરૂ થઈ છે.
    Click here to Read More
    Previous Article
    શાહના હસ્તે મુંબઈમાં NUCFDCના કાર્યાલયનું ઉદઘાટન:દેશમાં 1400 શહેરી સહકારી બેંકોમાં આશરે 6 લાખ કરોડની થાપણો: ગૃહમંત્રી અમિત શાહ
    Next Article
    મુખ્ય માર્ગો પર અડિંગો જમાવતા ઢોરના કારણે અકસ્માતની ભીતિ:વ્યારામાં રખડતાં ઢોરનો આતંક, વાહનચાલકોની સુરક્ષા સામે સવાલ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment