Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    શાહના હસ્તે મુંબઈમાં NUCFDCના કાર્યાલયનું ઉદઘાટન:દેશમાં 1400 શહેરી સહકારી બેંકોમાં આશરે 6 લાખ કરોડની થાપણો: ગૃહમંત્રી અમિત શાહ

    9 hours ago

    કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે શનિવારે મુંબઈમાં નેશનલ અર્બન કોઓપરેટિવ ફાઇનાન્સ એન્ડ ડેવલપમેન્ટ કોર્પોરેશન (એનયુસીએફડીસી)ના નવા બનેલા કાર્યાલયનું સત્તાવાર ઉદ્ઘાટન કર્યું હતું. આ પ્રસંગે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ અને ઉપ મુખ્યમંત્રી એકનાથ શિંદે સહિત સહકારી અને બેંકિંગ ક્ષેત્રના અગ્રણીઓ હાજર રહ્યા હતા. ઉદ્ઘાટન પ્રસંગે અમિત શાહે શહેરી સહકારી બેંકિંગ ક્ષેત્રને વધુ આધુનિક અને મજબૂત બનાવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. તેમણે જણાવ્યું હતું કે દેશના શહેરી બેંકિંગ ક્ષેત્રના વિકાસ માટે એનયુસીએફડીસી એક છત્રી સંસ્થા તરીકે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. બેંકિંગ સેવાઓને આધુનિક બનાવવા સાથે ડિજિટલ વ્યવહારોને વધુ સુરક્ષિત બનાવવા અને સાયબર સુરક્ષાને મજબૂત કરવાની દિશામાં પણ સરકાર કામ કરી રહી હોવાનું તેમણે જણાવ્યું. શાહે કહ્યું કે દેશમાં આશરે 1,400 શહેરી સહકારી બેંકોમાં લગભગ રૂ. 6 લાખ કરોડની થાપણો છે. નાની સહકારી બેંકોમાં લોન વસૂલાતનો દર પણ 100 ટકાની નજીક હોવાનું તેમણે જણાવ્યું હતું. સહકારી બેંકિંગ ક્ષેત્ર સામાન્ય લોકો અને નાના વેપારીઓ સુધી નાણાકીય સેવાઓ પહોંચાડવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે તેથી આ ક્ષેત્રને વધુ કાર્યક્ષમ બનાવવા સરકાર પ્રતિબદ્ધ હોવાનું તેમણે સ્પષ્ટ કર્યું.અમિત શાહે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં દેશમાં ડિજિટલ વ્યવહારોમાં થયેલા વધારાનો પણ ઉલ્લેખ કર્યો હતો. આગામી સમયમાં બેંકિંગ ક્ષેત્રમાં ટેક્નોલોજીનો વધુ વ્યાપક ઉપયોગ થશે તેમ તેમણે જણાવ્યું. બીએસઈના કાર્યક્રમમાં હાજર રહ્યા દરમિયાન, મુંબઈ મુલાકાત દરમિયાન મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે સહ્યાદ્રી ગેસ્ટ હાઉસ ખાતે અમિત શાહ સાથે મુલાકાત કરી હતી. શાહે મુંબઈ સ્ટોક એક્સચેન્જ (બીએસઈ)ના ઇન્ટરનેશનલ કન્વેન્શન સેન્ટર ખાતે આયોજિત કાર્યક્રમમાં પણ હાજરી આપી હતી, જ્યાં બેંકિંગ, સહકારી અને નાણાકીય ક્ષેત્રના અગ્રણીઓ સાથે ચર્ચા કરી હતી. અમિત શાહ શુક્રવારે રાત્રે આશરે 9:30 વાગ્યે ખાસ વિમાન દ્વારા મુંબઈ પહોંચ્યા હતા. એરપોર્ટ પર ફડણવીસ, એકનાથ શિંદે અને મંત્રી મંગલપ્રભાત લોઢાએ તેમનું સ્વાગત કર્યું હતું. એનએસયુઆઈએ વિરોધ નોધાવ્યો શાહની મુંબઈ મુલાકાતની પૃષ્ઠભૂમિમાં એનએસયુઆઈએ વિદ્યાર્થીઓ પર કથિત લાઠીચાર્જ અને પેલેટ ગનના ઉપયોગ અંગે વિરોધ નોંધાવ્યો હતો. સંગઠને મુંબઈ પ્રમુખ પ્રદ્યુમન યાદવની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હોવાનો દાવો કર્યો હતો. બીજી તરફ, શાહની અગાઉની પુણે મુલાકાત દરમિયાન કોંગ્રેસ અને વંચિત બહુજન આઘાડીએ વિરોધ કર્યો હતો.
    Click here to Read More
    Previous Article
    મુખ્ય મંત્રી ફડણવીસના આદેશથી છેલ્લાં 5 વર્ષનો હિસાબ તપાસાશે:સિદ્ધિવિનાયક મંદિરમાં દાનની ઉચાપત પ્રકરણે તપાસનો આદેશ
    Next Article
    NCP સાસંદોની સોમવારની વડાપ્રધાનની મુલાકાત રાજકિય રંગ લાવશે:દુકાળ મુદ્દે સુપ્રિયા સુળેના નેતૃત્વમાં NCP સાંસદો PM મોદીને મળશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment