Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વડનગર-મહેસાણાને મુંબઈ માટે સીધી દૈનિક ટ્રેન મળશે:લોકશક્તિ વડનગર સુધી લંબાવવા રેલવે બોર્ડને દરખાસ્ત

    13 hours ago

    પશ્ચિમ રેલવેએ વડનગર અને મુંબઈ વચ્ચે નવી દૈનિક ટ્રેન શરૂ કરવાના ભાગરૂપે 22927/ 22928 બાંદ્રા ટર્મિનસ– અમદાવાદ લોકશક્તિ એક્સપ્રેસ વડનગર સુધી લંબાવવા દરખાસ્ત કરી છે. આ અંગે પશ્ચિમ રેલવેના ચર્ચગેટ હેડ ક્વાર્ટરથી 4 ઓગસ્ટે રેલવે બોર્ડને દરખાસ્ત મોકલવામાં આવી છે. હાલ 22927 લોકશક્તિ એક્સપ્રેસ બાંદ્રા ટર્મિનસથી અમદાવાદ સુધી દોડે છે. દરખાસ્ત મંજૂર થાય તો તેનો રૂટ બાંદ્રા ટર્મિનસ– અમદાવાદના બદલે બાંદ્રા ટર્મિનસ– વડનગર થશે. પરત ફરતી 22928 ટ્રેન પણ અમદાવાદના બદલે વડનગરથી બાંદ્રા ટર્મિનસ સુધી દોડશે. આ દરખાસ્તને પશ્ચિમ રેલવેના PCOMની મંજૂરી મળી હોવાનું પત્રમાં જણાવાયું છે. હવે અંતિમ નિર્ણય રેલવે બોર્ડ દ્વારા લેવામાં આવશે. આ ટ્રેન શરૂ થતાં મહેસાણા જિલ્લામાંથી મુંબઇને જોડતી પહેલી ટ્રેન બનશે. વડનગરથી મુંબઇ 11 કલાક લાગશે દરખાસ્ત મુજબ 22927 લોકશક્તિ એક્સપ્રેસ બાંદ્રા ટર્મિનસથી રાત્રે 7:40 વાગ્યે ઉપડશે અને અમદાવાદ સવારે 4:20થી 4:30 વાગ્યે પહોંચશે. ત્યાર બાદ વડનગર સવારે 6:40 વાગ્યે પહોંચશે. પરત ફરતી 22928 વડનગરથી સાંજે 6:20 વાગ્યે ઉપડશે અને અમદાવાદ રાત્રે 8:35થી 8:45 વાગ્યે પહોંચીને બીજા દિવસે સવારે 5:25 વાગ્યે બાંદ્રા ટર્મિનસ પહોંચશે. વડનગર સુધી લંબાવ્યા બાદ ટ્રેનનું કુલ અંતર 480.6 કિમીથી વધીને 582 કિમી થશે. મુસાફરીનો સમય પણ બંને દિશામાં વધશે. પશ્ચિમ રેલવેની દરખાસ્ત મુજબ બાંદ્રા ટર્મિનસથી વડનગર સુધી પહોંચવામાં 11 કલાક અને પરત મુસાફરીમાં 11 કલાક 5 મિનિટનો સમય લાગશે. મહેસાણા રેલવે જંકશન પર સ્ટોપેજની દરખાસ્ત, પરંતુ ટ્રેન સુપરફાસ્ટ નહીં રહે વડનગર સુધીના નવા વિસ્તૃત રૂટમાં મહેસાણા ખાતે સ્ટોપેજ રાખવાની દરખાસ્ત છે. જોકે સૌથી મહત્વની બાબત એ છે કે વડનગર સુધી લંબાવ્યા બાદ લોકશક્તિ એક્સપ્રેસ સુપરફાસ્ટ ટ્રેનનો દરજ્જો ગુમાવશે. બીજી બાજુ, હાલ લોકશક્તિ એક્સપ્રેસ 19031/19032 સાબરમતી– યોગા એક્સપ્રેસ સાથે ઇન્ટિગ્રેટેડ રેક લિંકમાં ચાલી રહી છે. વડનગર સુધી વિસ્તરણ માટે આ રેક લિંકને અલગ કરવાની દરખાસ્ત છે. પશ્ચિમ રેલવેએ 19031/19032 માટે સમાન રચનાવાળો વધારાનો રેક રેલવે બોર્ડ પાસેથી માગ્યો છે. વર્ષોની માંગ સંતોષાઈ, હવે મુંબઈ જવા ‎માટે અમદાવાદ સુધી લાંબુ નહીં થવું પડે‎ વડનગરવાસીઓની મુંબઈ સુધી સીધી ટ્રેન શરૂ કરવાની વર્ષો જૂની માંગ ‎હવે સંતોષાવા જઈ રહી છે. અત્યાર સુધી વડનગરથી ટ્રેન મારફતે‎ મુંબઈ જવા માટે અમદાવાદ સ્ટેશન સુધી લાંબુ થવું પડતું હતું. જ્યારે ‎ટ્રેનની અનુકૂળતા ન મળે ત્યારે વડનગરથી મુંબઈ સુધી બસમાં લાંબી‎ અને ત્રાસદાયક મુસાફરી કરવી પડતી હતી. હવે મુંબઈ સુધી સીધી ‎ટ્રેનની સુવિધા મળતાં વડનગરવાસીઓ આરામદાયક રીતે મુસાફરી ‎કરી શકશે, તેમ નગરસેવક ગીરીશભાઈ પટેલ, ઘેમરજી ઠાકોર ‎સહિતના અગ્રણીઓએ જણાવ્યું હતું
    Click here to Read More
    Previous Article
    મુખ્ય માર્ગો પર અડિંગો જમાવતા ઢોરના કારણે અકસ્માતની ભીતિ:વ્યારામાં રખડતાં ઢોરનો આતંક, વાહનચાલકોની સુરક્ષા સામે સવાલ
    Next Article
    ગ્રાઉન્ડ રિપોર્ટ‎:સુશોભનમાં વ્યસ્ત મનપા 9 શૌચાલય તોડીને નવા બનાવવાનું ભૂલી જ ગઇ!

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment