Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જામનગરમાં ચાંદીપુરાનો પ્રથમ પોઝિટિવ કેસ:ધ્રોલના મૃત બાળકનો રિપોર્ટ પોઝિટિવ, પાંચ બાળકો સારવાર હેઠળ

    1 day ago

    જામનગર જિલ્લામાં ચાંદીપુરા વાયરસનો પ્રથમ પોઝિટિવ કેસ નોંધાયો છે. ધ્રોલ પંથકના એક બાળકના મૃત્યુ બાદ તેના સેમ્પલનો રિપોર્ટ પોઝિટિવ આવતા આરોગ્ય તંત્રમાં દોડધામ મચી છે. હાલ જામનગરની જી.જી. હોસ્પિટલમાં શંકાસ્પદ ચાંદીપુરાના લક્ષણો ધરાવતા પાંચ બાળકો સારવાર હેઠળ છે. ધ્રોલ પંથકના આ બાળકનું થોડા દિવસો પહેલા રાજકોટની સરકારી હોસ્પિટલમાં સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું. જોકે, તે સમયે ચાંદીપુરા વાયરસના રિપોર્ટની રાહ જોવાઈ રહી હતી. હવે રિપોર્ટ પોઝિટિવ આવતા જિલ્લામાં ચાંદીપુરાનો આ પહેલો પુષ્ટિ થયેલો કેસ બન્યો છે. તાજેતરમાં વધુ બે બાળકોને શંકાસ્પદ ચાંદીપુરાના લક્ષણો જણાતા તેમને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આમાં એક પસાયા અને એક ધ્રોલ પંથકના દર્દીનો સમાવેશ થાય છે. આ સાથે જી.જી. હોસ્પિટલમાં દાખલ દર્દીઓની કુલ સંખ્યા પાંચ થઈ છે. જી.જી. હોસ્પિટલમાં સારવાર હેઠળના પાંચ બાળદર્દીઓમાં કાલાવડમાંથી દાખલ કરાયેલા બે વર્ષીય બાળકનો પણ સમાવેશ થાય છે. તબીબી સૂત્રો અનુસાર, સારવાર હેઠળના એક બાળકને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યો છે. અગાઉ જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં નોંધાયેલા ચાંદીપુરાના મોટાભાગના શંકાસ્પદ કેસોના રિપોર્ટ નેગેટિવ આવ્યા હતા. જામનગર શહેર અને જિલ્લા ઉપરાંત દેવભૂમિ દ્વારકા સહિત કુલ ૧૨ જેટલા બાળદર્દીઓને અત્યાર સુધી શંકાસ્પદ ચાંદીપુરાના લક્ષણો સાથે સારવાર આપવામાં આવી છે. તેમાંથી એકનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે, જ્યારે અન્ય બે દર્દીઓના રિપોર્ટ હજુ બાકી છે. આરોગ્ય વિભાગે જણાવ્યું છે કે સંબંધિત વિસ્તારોમાં સતત સર્વેલન્સ, આરોગ્ય તપાસ અને જરૂરી તકેદારીના પગલાં લેવામાં આવી રહ્યા છે. ચાંદીપુરા વાયરસ અંગે લોકોમાં ગભરાટ નહીં પરંતુ સાવચેતી રાખવા અને બાળકોમાં તાવ, ઝાડા, ઊલટી, બેભાન થવા જેવા ગંભીર લક્ષણો જણાય તો તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં સારવાર લેવા અપીલ કરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    અમરેલીમાં મહાકાય અજગરે ઘેટાનો શિકાર કર્યો:કાગદડી ગામે અજગરનું રેસ્ક્યુ કરી વનવિભાગે સુરક્ષિત જંગલમાં છોડ્યો
    Next Article
    નચિકેતા ગુપ્તા આંતરરાષ્ટ્રીય કાયકિંગ ચેમ્પિયન બન્યા:માલાબાર રિવર કોમ્પિટિશન જીતનાર પ્રથમ ગુજરાતી કાયકર, સિંચાઈ વિભાગમાં આસિસ્ટન્ટ એન્જિનિયર

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment