Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નચિકેતા ગુપ્તા આંતરરાષ્ટ્રીય કાયકિંગ ચેમ્પિયન બન્યા:માલાબાર રિવર કોમ્પિટિશન જીતનાર પ્રથમ ગુજરાતી કાયકર, સિંચાઈ વિભાગમાં આસિસ્ટન્ટ એન્જિનિયર

    1 day ago

    કેરળમાં યોજાયેલી 'માલાબાર રિવર ઇન્ટરનેશનલ કાયકિંગ કોમ્પિટિશન-2026'માં જામનગરના નચિકેતા ગુપ્તાએ ઐતિહાસિક વિજય મેળવ્યો છે. સિંચાઈ વિભાગમાં આસિસ્ટન્ટ એન્જિનિયર ક્લાસ-2 તરીકે ફરજ બજાવતા નચિકેતાએ આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં પ્રથમ સ્થાન મેળવી ચેમ્પિયનનો ખિતાબ જીત્યો છે. તેઓ આંતરરાષ્ટ્રીય વ્હાઇટ વોટર કાયકિંગ સ્પર્ધામાં પ્રથમ સ્થાન મેળવનારા ગુજરાતના પ્રથમ કાયકર બન્યા છે. આ સ્પર્ધા કેરળના કોઝિકોડ જિલ્લાની ચાલીપુઝા અને ઇરુવાઝિંજી નદીઓના તીવ્ર રેપિડ્સ પર યોજાઈ હતી. જેમાં ભારત ઉપરાંત યુરોપ, અમેરિકા, કેનેડા, ન્યૂઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયા સહિત 10થી વધુ દેશોના શ્રેષ્ઠ કાયકરોએ ભાગ લીધો હતો. નચિકેતા ગુપ્તાએ 'બોટર ક્રોસ' અને 'ડાઉનરિવર રેસ' જેવી કઠિન ઇવેન્ટ્સમાં પોતાની અસાધારણ ઝડપ, સંતુલન, તકનીકી કૌશલ્ય અને ત્વરિત નિર્ણય લેવાની ક્ષમતાથી વિશ્વભરના સ્પર્ધકોને પાછળ છોડી આ સફળતા મેળવી. કાયકિંગ એ વિશ્વની પ્રતિષ્ઠિત રમત છે, જેની કેટલીક શાખાઓ ઓલિમ્પિકમાં પણ સામેલ છે. 'વ્હાઇટ વોટર કાયકિંગ'ને સૌથી વધુ સાહસિક માનવામાં આવે છે. પર્વતીય નદીઓના તેજ પ્રવાહ, વિશાળ મોજાં અને ખડકો વચ્ચે કાયક ચલાવવા માટે અસાધારણ તકનીક, મજબૂત શારીરિક અને માનસિક ધૈર્યની જરૂર પડે છે. સરકારી સેવાની વ્યસ્ત ફરજો વચ્ચે પણ નચિકેતા ગુપ્તાએ અવિરત મહેનત અને કઠોર તાલીમ દ્વારા આંતરરાષ્ટ્રીય સ્તરે આ મુકામ હાંસલ કર્યો છે. તેઓ આ પૂર્વે સ્કીઇંગ, પેરાગ્લાઇડિંગ, સ્કાયડાઇવિંગ અને પર્વતારોહણ જેવી સાહસિક રમતોમાં પણ ગુજરાતનું સફળ પ્રતિનિધિત્વ કરી ચૂક્યા છે. પોતાની આ સિદ્ધિ અંગે નચિકેતા ગુપ્તાએ જણાવ્યું કે, "આંતરરાષ્ટ્રીય મંચ પર ભારત અને ગુજરાતનું પ્રતિનિધિત્વ કરીને ચેમ્પિયન બનવું એ મારા માટે અત્યંત ગૌરવની ક્ષણ છે. મારી ઈચ્છા છે કે આ સિદ્ધિથી પ્રેરિત થઈને ગુજરાતના વધુને વધુ યુવાનો વ્હાઇટ વોટર કાયકિંગ જેવી રોમાંચક અને સાહસિક રમતો તરફ આગળ વધે." નચિકેતા ગુપ્તાની આ સિદ્ધિ માત્ર એક મેડલ પૂરતી સીમિત નથી. તે ગુજરાતના સાહસિક રમતગમતના ઇતિહાસમાં એક નવો સુવર્ણ અધ્યાય ઉમેરે છે અને રાજ્યમાં વ્હાઇટ વોટર કાયકિંગ ક્ષેત્રે નવા યુગનો પ્રારંભ સૂચવે છે.
    Click here to Read More
    Previous Article
    જામનગરમાં ચાંદીપુરાનો પ્રથમ પોઝિટિવ કેસ:ધ્રોલના મૃત બાળકનો રિપોર્ટ પોઝિટિવ, પાંચ બાળકો સારવાર હેઠળ
    Next Article
    In Outreach To Sikhs, AAP Government Makes U-Turn On Extremist's Parole

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment