Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અમરેલીમાં મહાકાય અજગરે ઘેટાનો શિકાર કર્યો:કાગદડી ગામે અજગરનું રેસ્ક્યુ કરી વનવિભાગે સુરક્ષિત જંગલમાં છોડ્યો

    1 day ago

    બગસરા તાલુકાના કાગદડી ગામે એક મહાકાય અજગરે ઘેટાનો શિકાર કર્યો હોવાની ઘટના સામે આવી છે. અજગરે ઘેટાને ભરડામાં લઈને મોતને ઘાટ ઉતારતા સ્થાનિક લોકોમાં ભય અને કુતૂહલ ફેલાયું હતું. માલધારીઓ પોતાના પશુઓને ચરાવી રહ્યા હતા તે દરમિયાન અચાનક એક મહાકાય અજગર ઘેટા તરફ ધસી આવ્યો હતો. અજગરે ઘેટાને દબોચી લીધું અને તેના શરીર ફરતે વીંટળાતાં ઘેટાનું કરુણ મોત થયું હતું. આ ઘટનાની જાણ થતા આસપાસના સ્થાનિકો મોટી સંખ્યામાં એકત્ર થઈ ગયા હતા. સ્થાનિકો દ્વારા વનવિભાગને જાણ કરવામાં આવતા જ વનવિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. ટીમે સાવચેતીપૂર્વક મહાકાય અજગરનું રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું. સફળ રેસ્ક્યુ બાદ અજગરને સુરક્ષિત રીતે જંગલ વિસ્તારમાં લઈ જઈ મુક્ત કરવામાં આવ્યો હતો, જેનાથી ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો હતો. અમરેલી જિલ્લામાં સિંહ અને દીપડાની અવરજવર તથા શિકારની ઘટનાઓ વચ્ચે અજગર દ્વારા પશુ શિકારની આ બીજી મોટી ઘટના છે. અગાઉ પણ બગસરા પંથકમાં અજગરે બકરાનો શિકાર કર્યો હતો. આ ઘટનાઓ દર્શાવે છે કે બગસરા, ધારી, ખાંભા, સાવરકુંડલા અને જાફરાબાદ પંથકમાં વન્યજીવ અજગરની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ ધારીના છતડીયા ગામ નજીક વાડી વિસ્તારમાંથી પણ એક 12 ફૂટ લાંબો અજગર મળી આવ્યો હતો. ખેડૂત દ્વારા જાણ કરાતા વનવિભાગે તેનું પણ સફળ રેસ્ક્યુ કરી સુરક્ષિત જંગલ વિસ્તારમાં મુક્ત કરવાની કાર્યવાહી હાથ ધરી હતી.
    Click here to Read More
    Previous Article
    Drone, Likely From Ukraine, Explodes In Bulgaria Near Gas Pipeline
    Next Article
    જામનગરમાં ચાંદીપુરાનો પ્રથમ પોઝિટિવ કેસ:ધ્રોલના મૃત બાળકનો રિપોર્ટ પોઝિટિવ, પાંચ બાળકો સારવાર હેઠળ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment