Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પંચમહાલ પોલીસે ગોધરાની ઈકબાલ હાઈસ્કૂલમાં જાગૃતિ કાર્યક્રમ યોજ્યો:વિદ્યાર્થીઓને શસ્ત્રો અને સુરક્ષા સાધનોનું નિદર્શન કરી માહિતી અપાઈ

    1 day ago

    પંચમહાલ પોલીસે ગોધરાની ધી ઈકબાલ યુનિયન હાઈસ્કૂલ ખાતે વિદ્યાર્થીઓ અને શાળાના સ્ટાફ માટે એક વિશેષ જાગૃતિ કાર્યક્રમનું આયોજન કર્યું હતું. આ કાર્યક્રમમાં પંચમહાલ પોલીસ દ્વારા ઉપયોગમાં લેવાતા વિવિધ શસ્ત્રો અને સુરક્ષા સાધનોનું વિદ્યાર્થીઓ સમક્ષ નિદર્શન કરવામાં આવ્યું હતું. પોલીસ અધિકારીઓએ વિદ્યાર્થીઓને આ સાધનોની કામગીરી તેમજ કટોકટીની પરિસ્થિતિમાં પોલીસની ભૂમિકા અને સુરક્ષા વ્યવસ્થા વિશે વિસ્તૃત માહિતી આપી હતી. આ પ્રસંગે પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું કે, જે રીતે દેશની સરહદો પર જવાનો રાષ્ટ્રની સુરક્ષા માટે ફરજ બજાવે છે, તેવી જ રીતે પોલીસ આંતરિક કાયદો અને વ્યવસ્થા જાળવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક પોલીસના વિવિધ સાધનો અને શસ્ત્રોનું નિદર્શન નિહાળ્યું હતું. તેમણે પોલીસ અધિકારીઓ પાસેથી તેની કામગીરી અંગે રસપૂર્વક માહિતી પણ મેળવી હતી. શાળાના આચાર્ય સાદિક શેખ અને સ્ટાફના સહયોગથી આયોજિત આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓમાં સુરક્ષા અંગે જાગૃતિ લાવવાનો તેમજ પોલીસ અને સમાજ વચ્ચેના સંવાદને વધુ મજબૂત બનાવવાનો હતો.
    Click here to Read More
    Previous Article
    રાજપુરની સીમમાં સિક્યુરિટી કોન્ટ્રાક્ટરની હત્યા કેસમાં આરોપી રિમાન્ડ પર:કડી કોર્ટે 7 આરોપીના 7 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા, કારને ટક્કર મારી ખેલ્યો હતો લોહિયાળ ખેલ
    Next Article
    બોટાદની ઐતિહાસિક ધરોહર સમાન જૂનું કોર્ટ બિલ્ડિંગ જર્જરિત હાલતમાં:ભયજનક ઈમારતનું લખાણ લખાયું, રિનોવેશન કરી સરકારી કચેરી માટે ઉપયોગમાં લેવા શહેરીજનોની માગ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment