Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાજપુરની સીમમાં સિક્યુરિટી કોન્ટ્રાક્ટરની હત્યા કેસમાં આરોપી રિમાન્ડ પર:કડી કોર્ટે 7 આરોપીના 7 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા, કારને ટક્કર મારી ખેલ્યો હતો લોહિયાળ ખેલ

    1 day ago

    મહેસાણા જિલ્લાના નંદાસણ પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળ આવેલી રાજપુરની સીમમાં સ્થિત 'રેમ્બો કંપની'ના સિક્યુરિટી કોન્ટ્રાક્ટર રાધેશ્યામ શર્માની સનસનાટીભરી હત્યાના કેસમાં પોલીસે મોટી સફળતા મેળવી છે. મૂળ રાજસ્થાનના વતની અને હાલ અમદાવાદના નરોડા ખાતે રહેતા રાધેશ્યામ શર્માની જૂની અદાવતમાં નિર્મમ હત્યા કરવાના ગુનામાં પોલીસે કુલ 7 આરોપીઓને દબોચી લીધા છે. આજે તમામ આરોપીઓને કડી કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા, જ્યાં કોર્ટે તેમના 7 દિવસના પોલીસ રિમાન્ડ મંજૂર કર્યા છે. કારને ટક્કર મારી તીક્ષ્ણ હથિયારોથી ખેલ્યો લોહિયાળ ખેલ ઘટનાની વિગતો અનુસાર, રાધેશ્યામ શર્મા પોતાની કાર લઈને નીકળી રહ્યા હતા ત્યારે પૂર્વ આયોજિત ષડયંત્રના ભાગરૂપે એક પિકઅપ ડાલા વડે તેમની કારને જોરદાર જીવલેણ ટક્કર મારવામાં આવી હતી. કાર રોકાઈ જતાં જ પાછળ રિક્ષામાં આવેલા હુમલાખોરોએ તેમની કારને ઘેરી લીધી હતી અને તીક્ષ્ણ હથિયારો વડે માથા તથા કપાળના ભાગે ઘાતકી હુમલો કરી ઘટનાસ્થળે જ તેમની દર્દનાક હત્યા કરી નાખી હતી. ચોરીની તકરારની અદાવતમાં રચાયું મર્ડરનું ષડયંત્ર પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે, અગાઉ રેમ્બો કંપનીમાં ચોરી કરવાના ઈરાદે આવેલા મોહસિન કુરેશી સાથે રાધેશ્યામ શર્માને તકરાર થઈ હતી. આ ચોરી બાબતે થયેલા મનદુ:ખની અદાવત રાખીને જ આ ખૂની ખેલ ખેલવામાં આવ્યો હતો. નંદાસણ પોલીસે ગુનો નોંધી ઇરફાન મિયાં ચૌહાણ, યુનુસ અર્ફે ચીખલી, મોઇન કુરેશી અને મોહસિન કુરેશી સહિતના આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરીને કુલ 7 શખ્સોને ઝડપી પાડ્યા હતા. કોર્ટે 7 દિવસના રિમાન્ડ આપ્યા પોલીસે કડી કોર્ટ સમક્ષ ઘટનાનું પુનરાવર્તન અને ઊંડાણપૂર્વક તપાસ માટે 10 દિવસના રિમાન્ડની માગણી કરી હતી, જેની સામે કોર્ટે 7 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. રિમાન્ડ દરમિયાન પોલીસ એ દિશામાં સઘન પૂછપરછ કરશે કે હત્યાનું પ્લાનિંગ કેટલા દિવસ અગાઉ ઘડાયું હતું, ગુનામાં વપરાયેલાં હથિયારો ક્યાંથી લાવવામાં આવ્યા હતા અને બાદમાં ક્યાં છુપાવવામાં આવ્યા, તેમજ હત્યા બાદ આરોપીઓને આશ્રય આપવા કે મદદ કરવામાં અન્ય કોઈ વ્યક્તિની સંડોવણી છે કે કેમ.
    Click here to Read More
    Previous Article
    એક માસથી ફરાર સજા વોરંટનો આરોપી ઝડપાયો:વેરાવળ પોલીસે ચોરીની બાઇક સાથે એક આરોપીને દબોચી ગુનો ઉકેલ્યો
    Next Article
    પંચમહાલ પોલીસે ગોધરાની ઈકબાલ હાઈસ્કૂલમાં જાગૃતિ કાર્યક્રમ યોજ્યો:વિદ્યાર્થીઓને શસ્ત્રો અને સુરક્ષા સાધનોનું નિદર્શન કરી માહિતી અપાઈ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment