Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    એક માસથી ફરાર સજા વોરંટનો આરોપી ઝડપાયો:વેરાવળ પોલીસે ચોરીની બાઇક સાથે એક આરોપીને દબોચી ગુનો ઉકેલ્યો

    1 day ago

    ગીર સોમનાથ પોલીસે વેરાવળ શહેરમાં મોટરસાઇકલ ચોરીનો ભેદ ગણતરીની કલાકોમાં ઉકેલી કાઢ્યો છે. પોલીસે ચોરાયેલી મોટરસાઇકલ સાથે એક આરોપીને ઝડપી પાડ્યો છે. આ ઉપરાંત, સજા વોરંટના કામે છેલ્લા એક માસથી ફરાર અન્ય એક આરોપીને પણ દબોચી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. વેરાવળના લોહાણા બોર્ડિંગ સામે આવેલી હોટલ શ્યામ પાસેથી એક મોટરસાઇકલ ચોરાઈ હતી. જેની અંદાજિત કિંમત રૂ. 30,000 નોંધાઈ હતી. આ ચોરી અંગે વેરાવળ સિટી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયા બાદ, પોલીસ ઇન્સ્પેક્ટર જે.એન. ગઢવીના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફે તપાસ શરૂ કરી હતી. પોલીસને મળેલી બાતમી તથા ટેકનિકલ એનાલિસિસના આધારે પોલીસે વેરાવળની યુસુફ કોલોનીના રહેવાસી અરબાજ અલીમહમદ સોરઠીયાને ચોરીની મોટરસાઇકલ સાથે ઝડપી પાડ્યો હતો. બીજી એક કાર્યવાહીમાં, વેરાવળ પોલીસે સજા વોરંટના કામે છેલ્લા એક માસથી ફરાર આરોપી રમજાનશા ઉર્ફે મુન્નો ગરીબશા રફાઇને પણ દબોચી લીધો હતો. વેરાવળની ભાલકા કોલોનીનો રહેવાસી આ આરોપી ફેમિલી કોર્ટ વેરાવળના કેસ નંબર 133/2026 મુજબના સજા વોરંટના આધારે વેરાવળ ખાતેથી ઝડપાયો હતો. તેને જૂનાગઢ જિલ્લા જેલ ખાતે મોકલી દેવામાં આવ્યો છે.
    Click here to Read More
    Previous Article
    સ્કૂલમાંથી પુત્રનું અપહરણ કરનાર પિતા મુંબઈથી ઝડપાયો:સિક્યોરિટી ગાર્ડની નોકરી શોધવાના બહાને 5 દિવસ વોચ ગોઠવી પોલીસ દ્વારા પિતા અને દાદા-દાદી મુંબઈથી ઝડપાયા
    Next Article
    રાજપુરની સીમમાં સિક્યુરિટી કોન્ટ્રાક્ટરની હત્યા કેસમાં આરોપી રિમાન્ડ પર:કડી કોર્ટે 7 આરોપીના 7 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા, કારને ટક્કર મારી ખેલ્યો હતો લોહિયાળ ખેલ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment