Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બોટાદની ઐતિહાસિક ધરોહર સમાન જૂનું કોર્ટ બિલ્ડિંગ જર્જરિત હાલતમાં:ભયજનક ઈમારતનું લખાણ લખાયું, રિનોવેશન કરી સરકારી કચેરી માટે ઉપયોગમાં લેવા શહેરીજનોની માગ

    1 day ago

    બોટાદ શહેરના મધ્યમાં આવેલું રાજાશાહી સમયનું ઐતિહાસિક જૂનું કોર્ટ બિલ્ડિંગ હાલ જર્જરિત હાલતમાં છે. એક સમયે કોર્ટ અને મામલતદાર કચેરી સહિતની અનેક સરકારી કચેરીઓ અહીં કાર્યરત હતી, પરંતુ જાળવણીના અભાવે આ ઈમારત ખંડેર બની ગઈ છે. તંત્ર દ્વારા તેને ભયજનક જાહેર કરીને સાઈન બોર્ડ પણ લગાવવામાં આવ્યા છે. નવા સરકારી ભવનો તૈયાર થયા બાદ જૂના કોર્ટ બિલ્ડિંગમાંથી તમામ કચેરીઓ અન્ય સ્થળોએ ખસેડવામાં આવી હતી. ત્યારથી આ ઐતિહાસિક ઈમારત બિનઉપયોગી બની રહી છે અને યોગ્ય જાળવણીના અભાવે તેની સ્થિતિ સતત બગડી રહી છે. બોટાદની ધરોહર સમાન આ રાજાશાહી સમયની ઈમારતની દીવાલો અને અન્ય ભાગો અત્યંત જર્જરિત થઈ ગયા છે. આ કારણે અહીં કોઈ મોટી દુર્ઘટના થવાનો ભય સેવાઈ રહ્યો છે. લોકોને સાવચેત કરવા માટે વહીવટીતંત્ર દ્વારા ઈમારતને ભયજનક જાહેર કરતા સાઈન બોર્ડ પણ લગાવવામાં આવ્યા છે. બોટાદમાં અનેક સરકારી કચેરીઓ ભાડાના મકાનોમાં કાર્યરત છે, જ્યારે શહેરના મધ્યમાં આવેલી આ ઐતિહાસિક સરકારી મિલકત બિનઉપયોગી પડી છે. શહેરીજનોની માંગ છે કે જૂના કોર્ટ બિલ્ડિંગનું યોગ્ય રિનોવેશન અને જરૂરી સમારકામ કરવામાં આવે તો તેનો ફરીથી સરકારી કચેરી તરીકે ઉપયોગ થઈ શકે છે. આનાથી બોટાદની ઐતિહાસિક ધરોહરનું જતન થશે અને સરકારને ભાડાની કચેરીઓ પાછળ થતો ખર્ચ પણ બચશે. તેથી, તંત્ર દ્વારા આ ઐતિહાસિક ઈમારતના રિનોવેશન અંગે યોગ્ય નિર્ણય લઈને તેને ફરીથી ઉપયોગમાં લેવા માટે કાર્યવાહી કરવામાં આવે તેવી શહેરીજનો માંગ કરી રહ્યા છે.
    Click here to Read More
    Previous Article
    પંચમહાલ પોલીસે ગોધરાની ઈકબાલ હાઈસ્કૂલમાં જાગૃતિ કાર્યક્રમ યોજ્યો:વિદ્યાર્થીઓને શસ્ત્રો અને સુરક્ષા સાધનોનું નિદર્શન કરી માહિતી અપાઈ
    Next Article
    ઘોઘાના વાવડી ગામે જુગારના અખાડા પર LCBના દરોડા:વાવડી (તણસા) સીમમાં ધમધમતા જુગારધામ પર LCBની રેડ કરતા નાળ ઉઘરાવનાર સહિત 9 સામે ગુનો દાખલ, 7 શખ્સો જુગાર રમતા ઝડપાયા, 2 ફરાર

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment