Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પારડીના ડુમલાવમાં મરઘાંનું મારણ કરનાર દીપડો પાંજરે પુરાયો:મેડિકલ ચેકઅપ બાદ જંગલ વિસ્તારમાં મુક્ત કરાશે; ગ્રામજનોએ રાહતનો શ્વાસ લિધો

    1 day ago

    પારડીના ડુમલાવ ગામના ભગત ફળિયામાંથી એક દીપડો પાંજરે પુરાયો છે. વન વિભાગે તેને સુરક્ષિત રીતે રેસ્ક્યૂ કરી સલામત સ્થળે ખસેડ્યો હતો. આ ઘટનાથી ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો છે. ડુમલાવ ગામના ભગત ફળિયામાં રહેતા વિનોદ પટેલના ઘરેથી મરઘાંનું દીપડા દ્વારા મારણ કરવામાં આવતું હતું. આ અંગેની જાણ સરપંચ દ્વારા 6 ઓગસ્ટે પારડી રેન્જ ફોરેસ્ટ ઓફિસરને કરવામાં આવી હતી. જેથી સામાજિક વનીકરણ રેન્જ પારડીનો વન વિભાગનો સ્ટાફ તાત્કાલિક સ્થળ પર પહોંચ્યો હતો. દીપડાને પકડવા માટે જરૂરી કાર્યવાહી હાથ ધરીને પાંજરું ગોઠવવામાં આવ્યું હતું. 7 ઓગસ્ટની રાત્રે આશરે 9 વાગ્યાના સુમારે દીપડો પાંજરામાં પુરાઈ ગયો હતો. વન વિભાગે પાંજરા સહિત દીપડાને કબજામાં લઈ સુરક્ષિત સ્થળે ખસેડ્યો હતો. વન વિભાગના જણાવ્યા મુજબ, પાંજરે પુરાયેલો દીપડો માદા છે. પારડીના પશુચિકિત્સક દ્વારા તેનું મેડિકલ ચેકઅપ કરવામાં આવશે. ત્યારબાદ, વલસાડના નાયબ વન સંરક્ષકના માર્ગદર્શન હેઠળ દીપડાને યોગ્ય જંગલ વિસ્તારમાં મુક્ત કરવાની આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. દીપડાના રેસ્ક્યૂ બાદ ભગત ફળિયાના સ્થાનિકોમાં ભયમુક્ત વાતાવરણ બન્યું છે.
    Click here to Read More
    Previous Article
    વિઝા કૌભાંડમાં કોર્ટે પ્રીતિ વ્યાસના આગોતરા જામીન ફગાવ્યા:કેનેડા અને અમેરિકાની વર્ક પરમીટના નામે 27 વિદેશવાંચ્છુ સાથે ₹3.75 કરોડની છેતરપિંડી, ધરપકડની લટકતી તલવાર
    Next Article
    પોલીસને ગાળો ભાંડીને વાહન ચાલકે આતંક મચાવ્યો, VIDEO:રાજકોટમાં TRB જવાનને લાફો મારીને પથ્થર મારવા પ્રયાસ, 'તમારા માથા વાઢી નાખીશ અને પટ્ટા ટોપી ઉતરાવી દઈશ'

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment