Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વિઝા કૌભાંડમાં કોર્ટે પ્રીતિ વ્યાસના આગોતરા જામીન ફગાવ્યા:કેનેડા અને અમેરિકાની વર્ક પરમીટના નામે 27 વિદેશવાંચ્છુ સાથે ₹3.75 કરોડની છેતરપિંડી, ધરપકડની લટકતી તલવાર

    1 day ago

    હિંમતનગરમાં કેનેડા અને અમેરિકાની વર્ક પરમીટ અને વિઝા અપાવવાની લાલચ આપી અંદાજે 3.75 કરોડ રૂપિયાની છેતરપિંડી આચરનાર પ્રીતિ વ્યાસના આગોતરા જામીન હિંમતનગર સેસન્સ કોર્ટે ફગાવી દીધા છે. કોર્ટ દ્વારા જામીન રદ કરવામાં આવતા હિંમતનગર 'એ' ડિવિઝન પોલીસે આરોપી મહિલાની ધરપકડ કરવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે. 70થી વધુ લોકોને શિકાર બનાવ્યા આરોપી પ્રીતિ વ્યાસે અંદાજે 70 જેટલા જરૂરિયાતમંદ લોકોને વિદેશ મોકલવાના બહાને કરોડો રૂપિયા પડાવ્યા હતા. આ મામલે પ્રિયમસિંહ સિસોદિયા દ્વારા હિંમતનગર 'એ' ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. તપાસ દરમિયાન સામે આવ્યું કે, અગાઉના 27 પીડિતોની રકમ બાદ કરતા અત્યાર સુધીમાં કુલ 3.75 કરોડ રૂપિયાની ઠગાઈ સપાટી પર આવી છે, અને આગામી સમયમાં આ આંકડો હજુ વધવાની પૂરી શક્યતા છે. ધરપકડથી બચવા કોર્ટનું શરણું લીધું ફરિયાદ નોંધાયા બાદથી જ પ્રીતિ વ્યાસ પોલીસ ચોપડે ફરાર હતી. ધરપકડથી બચવા માટે તેણે સેસન્સ કોર્ટમાં આગોતરા જામીન અરજી દાખલ કરી હતી, જેની સુનાવણી શનિવારે હાથ ધરવામાં આવી હતી. કોર્ટે બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ તેના આગોતરા જામીન ફગાવી દીધા છે. આ કૌભાંડમાં જે કોઈ અન્ય નાગરિકો પણ ભોગ બન્યા હોય, તેઓ હિંમતનગર 'એ' ડિવિઝન પોલીસ સ્ટેશનનો સંપર્ક કરી પોતાની ફરિયાદ નોંધાવી શકે છે.
    Click here to Read More
    Previous Article
    બોટાદની સુંદરમ, શિવધારા સ્કૂલમાં ઑગસ્ટ ક્રાંતિ ક્વિઝ:ધોરણ 8-10ના વિદ્યાર્થીઓ વચ્ચે સ્પર્ધા, મહારાણા પ્રતાપ ટીમ વિજેતા
    Next Article
    પારડીના ડુમલાવમાં મરઘાંનું મારણ કરનાર દીપડો પાંજરે પુરાયો:મેડિકલ ચેકઅપ બાદ જંગલ વિસ્તારમાં મુક્ત કરાશે; ગ્રામજનોએ રાહતનો શ્વાસ લિધો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment