Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પોલીસને ગાળો ભાંડીને વાહન ચાલકે આતંક મચાવ્યો, VIDEO:રાજકોટમાં TRB જવાનને લાફો મારીને પથ્થર મારવા પ્રયાસ, 'તમારા માથા વાઢી નાખીશ અને પટ્ટા ટોપી ઉતરાવી દઈશ'

    1 day ago

    રાજકોટ જામનગર રોડ પર ઘંટેશ્વર નજીક વાહન ચેકીંગ દરમિયાન ડબલ સવારી વાહન ચાલકને પોલીસે અટકાવતા ડોક્યુમેન્ટ બતાવવા ઇન્કાર કરી પોલીસ સાથે ગાળાગાળી કરી હતી. કહ્યું- 'તમારે અમને જવા જ દેવા પડશે મે કેટલીય પોલીસના માથા વાઢેલા છે તમારા પણ માથા વાઢી નાખીશ અને તમારા પટ્ટા ટોપી ઉતરાવી નાખીશ' ની ધમકી આપી હતી. એટલું જ નહિ વાહનચાલકે TRB જવાનને લાફો મારી પોલીસકર્મી ઉપર પથ્થર મારવા પ્રયાસ કર્યો હતો. સમગ્ર ઘટનાનો વીડિયો વાયરલ થતા હાલ ગાંધીગ્રામ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ચાર તસવીરમાં જુઓ સમગ્ર ઘટના ડોક્યુમેન્ટ માગતા વાહન ચાલક ઉગ્ર થઈને ગાળાગાળી કરવા લાગ્યો આજે 8 ઓગસ્ટે સવારે 10થી 12 વાગ્યા સુધી ટ્રાફીક ડ્રાઇવમાં ટ્રાફિક શાખાના PSI દિનેશ પાલાભાઈ ગોહેલ ઘંટેશ્વર ટી-પોઇન્ટ ઉપર હાજર હતા. આ દરમ્યાન 11 વાગ્યા આસપાસ ઘંટેશ્વર ગામ બાજુથી આવતા એક ડબલ સવારી વાહન ચાલકને રોકી ચેક કરતા જીજે.03.એચજે.0126ના ચાલકને પોતાના વાહનના કાગળો બતાવવાનુ કહી નામ પુછ્યું હતુ. તેણે પોતાનું નામ જયેશ ભીખાભાઈ મુછડીયા હોવાનું અને પાછળ બેઠેલ વ્યકતિનું નામ પ્રવિણ ભીખાભાઈ મુછડીયા જણાવ્યું હતું. કહ્યું- તમારા માથા વાઢી નાખીશ અને પટ્ટા ટોપી ઉતરાવી દઈશ પોલીસે ડોક્યુમેન્ટ માગતા વાહન ચાલક એકદમ ઉગ્ર થઇ જોરજોરથી રાડો પાડવા લાગ્યો અને કહ્યું, 'કોઇ કાગળો બતાવવાના થતા નથી તમારાથી થાય એ કરી લ્યો'. જેથી શાંતિથી વાત કરવાનું કહેતા પ્રવિણ મુછડીયાએ કહ્યું કે, પોલીસથી કાઇ નહીં થાય હું પોલીસ ચોપડે ચડી ગયેલ માણસ છું. તમારે અમને જવા જ દેવા પડશે મે કેટલીય પોલીસના માથા વાઢેલા છે તમારા પણ માથા વાઢી નાખીશ અને તમારા પટ્ટા ટોપી ઉતરાવી નાખીશ. આ બંને લોકો રોડ ઉપર પોલીસ ટીમ સાથે ગાળાગાળી કરવા લાગ્યા હતા. TRB જવાનને લાફો મારીને પથ્થર મારવાનો પ્રયાસ કર્યો આ પછી પ્રવિણ મુછડીયાએ PSI સાથેના TRB જવાન દિપક છગનભાઇ રાઠોડને લાફો મારી દીધો હતો અને રોડ પરથી પથ્થર ઉપાડી હેડ કોન્સ્ટેબલ જયદિપસિંહને મારવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન જયદિપસિંહે તેમને રોકવાનો પ્રયાસ કરતાં પ્રવિણભાઇએ તેમનો કાઠલો પકડી ઝપાઝપી કરી હતી. પોલીસ પર હુમલો કરો તો આ સજા થઈ શકે આ અંગે કંટ્રોલ રૂમમાં જાણ કર્યા બાદ, પોલીસની સરકારી ફરજમાં રુકાવટ કરવા તથા પોલીસ કર્મીઓ પર હુમલો કરવા બદલ બંને સામે ગુનો નોંધાયો છે. BNS અને IPC મુજબ, ફરજમાં રૂકાવટ માટે 1થી 3 વર્ષ સુધીની કેદ, અને હુમલા કે ઈજા પહોંચાડવા બદલ 2થી 5 વર્ષ સુધીની જેલ તથા દંડ થઈ શકે છે
    Click here to Read More
    Previous Article
    પારડીના ડુમલાવમાં મરઘાંનું મારણ કરનાર દીપડો પાંજરે પુરાયો:મેડિકલ ચેકઅપ બાદ જંગલ વિસ્તારમાં મુક્ત કરાશે; ગ્રામજનોએ રાહતનો શ્વાસ લિધો
    Next Article
    ગેરેજમાં ચોરી કરનાર બે આરોપી ઝડપાયા:ભેસાણ પરબ રોડ પર ગેરેજમાં થયેલ ઘરફોડ ચોરીનો ભેસાણ પોલીસે ભેદ ઉકેલ્યો: બે આરોપીઓની રૂ. 54,600 ના મુદ્દામાલ સાથે અટકાયત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment