Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વનમંત્રીએ પોરબંદરના ઓડદર ખાતે સર્વોદય વનની સમીક્ષા કરી:સોશિયલ મીડિયામાં વાયરલ વીડિયો બાદ કામગીરીની ગુણવત્તા બાબતે અધિકારીઓને આપી સૂચનાઓ

    3 दिन पहले

    પોરબંદર જિલ્લાના ઓડદર ખાતે વન વિભાગ દ્વારા વિકસાવવામાં આવી રહેલા ‘સર્વોદય વન’ પ્રોજેક્ટની વન અને પર્યાવરણ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયા તેમજ રાજ્યકક્ષાના મંત્રી પ્રવીણભાઈ માળીએ સ્થળ મુલાકાત લીધી હતી. સોશિયલ મીડિયા પર કામગીરી અંગે સવાલો ઉઠ્યા બાદ મંત્રીઓએ સ્થળ પર પહોંચી સમગ્ર કામગીરીની પ્રગતિ અને ગુણવત્તાની જાતે સમીક્ષા કરી હતી. સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ થયા બાદ સમીક્ષા ઓડદર ખાતે આકાર લઈ રહેલા આ પ્રોજેક્ટની કામગીરી અને તેની ગુણવત્તા અંગે અગાઉ સોશિયલ મીડિયામાં વારંવાર વીડિયો વાયરલ થયા હતા. સ્થાનિકો અને પ્રવાસીઓ દ્વારા ઉઠાવવામાં આવેલા સવાલો અને અધિકારીઓને કરાયેલી રજૂઆતોને ગંભીરતાથી લઈને મંત્રી મોઢવાડિયાએ રૂબરૂ નિરીક્ષણ કર્યું હતું. પ્રોજેક્ટની તમામ વિગતો મેળવી ઝીણવટભર્યું નિરીક્ષણ સ્થળ મુલાકાત દરમિયાન મંત્રીએ પ્રોજેક્ટના વનીકરણ, થીમ આધારિત વન વિસ્તારો અને પ્રવાસી સુવિધાઓ અંગે અધિકારીઓ પાસેથી વિગતવાર માહિતી મેળવી હતી. તેમણે ઉપયોગમાં લેવાતા મટીરિયલ, પ્લાન્ટેશન અને રસ્તાના નિર્માણ અંગે જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. કામગીરીની ગુણવત્તા સાથે કોઈ બાંધછોડ ન કરવા સૂચના મંત્રીએ સ્પષ્ટ નિર્દેશ આપ્યા હતા કે પ્રોજેક્ટના નિર્ધારિત માપદંડો મુજબ કામગીરી થવી જોઈએ અને તેમાં ગુણવત્તા સાથે કોઈ બાંધછોડ સહ્ય બનશે નહીં. તેમણે નિર્ધારિત સમયમર્યાદામાં કામ પૂર્ણ કરવા અને નિયમિત મોનિટરિંગ કરી કોઈપણ ખામી જણાય તો તુરંત સુધારાત્મક પગલાં લેવા આદેશ આપ્યા હતા. પર્યાવરણીય ધોરણો અને શૈક્ષણિક મૂલ્ય જાળવવા ભાર રાજ્યકક્ષાના મંત્રી પ્રવીણભાઈ માળીએ ઉમેર્યું હતું કે વિકાસની સાથે પર્યાવરણીય ધોરણો જળવાવા અનિવાર્ય છે. તેમણે એવું આયોજન કરવા સૂચન કર્યું હતું જેથી અહીં આવતા બાળકો અને મુલાકાતીઓને પ્રકૃતિ શિક્ષણ મળી રહે. વિવિધ થીમ આધારિત આકર્ષક વિસ્તારો વિકસાવાશે ઉલ્લેખનીય છે કે, સર્વોદય વનમાં મહાત્મા વન, માતૃવન, સત્ય-અહિંસા વન, શાંતિ વન, બરડા વન કુંજ, ઔષધિ વન અને મિશન લાઈફ ગાર્ડન જેવા વિવિધ થીમ આધારિત આકર્ષક વિસ્તારો તૈયાર કરવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    વરસાદ-પવનની આગાહી વચ્ચે રાજ્યમાં એલર્ટ:જૂના સચિવાલયનો કાયાકલ્પ, ટ્રેનમાં મોબાઈલ સ્નેચિંગ જીવલેણ બન્યું, નદીમાં 4 યુવાનો ડૂબ્યા
    Next Article
    વેરાવળમાં રવિવારે 5 કલાક સુધી વીજ પુરવઠો બંધ રહેશે:11 KV ચોપાટી ફીડરમાં પ્રી-મોન્સૂન મેન્ટેનન્સ કામગીરીને પગલે નિર્ણય

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment