Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વેરાવળમાં રવિવારે 5 કલાક સુધી વીજ પુરવઠો બંધ રહેશે:11 KV ચોપાટી ફીડરમાં પ્રી-મોન્સૂન મેન્ટેનન્સ કામગીરીને પગલે નિર્ણય

    2 days ago

    વેરાવળ શહેર પેટા વિભાગીય કચેરી દ્વારા 09 ઓગસ્ટને રવિવારના રોજ સવારે 9:00 થી બપોરના 2:00 વાગ્યા સુધી વીજ પુરવઠો બંધ રાખવામાં આવશે. 11 કેવી ચોપાટી ફીડરમાં પ્રી-મોન્સૂન મેન્ટેનન્સ કામગીરી હાથ ધરવામાં આવનાર હોવાથી આ નિર્ણય લેવાયો છે. આ વીજ કાપ કુલ પાંચ કલાકનો રહેશે. આ વીજ કાપને કારણે સરકારી હોસ્પિટલ, મણીબેન કોટક સ્કૂલ વિસ્તાર, બીલખા હાઉસ, શાંતિ ટાવર, કોર્ટ, મામલતદાર ઓફિસ, રાજેન્દ્ર ભુવન રોડ, તોરણ બંગલો, સંસ્કૃત યુનિવર્સિટી, CBI ક્વાટર્સ, કોસ્ટ ગાર્ડ ઓફિસ, પોર્ટ કોલોની, નગરપાલિકા વોટર વર્ક્સ, ફોરેસ્ટ ઓફિસ, ઘનશ્યામ પ્લોટ, SP બંગલો અને કલેક્ટર બંગલો સહિતના વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાશે. વેરાવળ શહેર પેટા વિભાગીય કચેરીએ જણાવ્યું છે કે, સમારકામ પૂર્ણ થયા બાદ કોઈપણ પ્રકારની પૂર્વ જાણ કર્યા વિના વીજ પુરવઠો ફરીથી ચાલુ કરી દેવામાં આવશે. તમામ વીજ ગ્રાહકોને આ અંગે નોંધ લેવા વિનંતી કરવામાં આવી છે. વીજ પુરવઠા સંબંધિત કોઈપણ કટોકટી અથવા ફોલ્ટ માટે, વેરાવળ શહેર પેટા વિભાગીય કચેરીના ઇમરજન્સી ફોલ્ટ સેન્ટર નંબર 96876 33787 અને 02876 22210 પર સંપર્ક કરી શકાય છે. વધુમાં, વીજ અકસ્માતનું જોખમ ઘટાડવા માટે વીજ સ્થાપન પર યોગ્ય ક્ષમતાની ELCB લગાવવાની સલાહ આપવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    વનમંત્રીએ પોરબંદરના ઓડદર ખાતે સર્વોદય વનની સમીક્ષા કરી:સોશિયલ મીડિયામાં વાયરલ વીડિયો બાદ કામગીરીની ગુણવત્તા બાબતે અધિકારીઓને આપી સૂચનાઓ
    Next Article
    સ્થાનિકોએ રિક્ષાચાલકને લાફા ઝિંક્યા, VIDEO:મોટા વરાછામાં પૂરઝડપે દોડતી રિક્ષાએ આતંક મચાવ્યો, બોલાચાલી ઉગ્ર બનતાં લોકોના ટોળું વળ્યું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment