Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સાંસદ શોભનાબેન બારૈયાએ રેલવે મંત્રીને મળી નવી ટ્રેનો માંગી:ઉત્તર ગુજરાત માટે વંદે ભારત, ગુજરાત મેલ વિસ્તરણ સહિતની રજૂઆતો કરી

    20 hours ago

    સાબરકાંઠા-અરવલ્લીના સાંસદ શોભનાબેન બારૈયાએ નવી દિલ્હીમાં કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ સાથે મુલાકાત કરી હતી. આ મુલાકાત દરમિયાન તેમણે ઉત્તર ગુજરાતના રેલવે સંબંધિત પ્રશ્નો અને નવી માંગણીઓ અંગે વિસ્તૃત ચર્ચા કરી હતી. સાંસદે આ મુલાકાત દરમિયાન લેખિતમાં વિવિધ અગત્યની રજૂઆતો અને માંગણીઓ રજૂ કરી હતી. તેમણે અમદાવાદ (અસારવા) થી હિંમતનગર, શામળાજી, ઉદેપુર અને જયપુર થઈને નવી દિલ્હી સુધી નવી 'વંદે ભારત' અથવા 'સ્લીપર એક્સપ્રેસ સુપરફાસ્ટ ટ્રેન' શરૂ કરવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. આનાથી ગુજરાત અને રાજસ્થાન વચ્ચે કનેક્ટિવિટી સુધરશે અને વેપાર-પર્યટનને વેગ મળશે. સાંસદે મુંબઈ-અમદાવાદ વચ્ચે દોડતી 'ગુજરાત મેલ' ટ્રેનને દહેગામ અને હિંમતનગર થઈને ખેડબ્રહ્મા સુધી લંબાવવાની પણ માંગ કરી હતી. આ વિસ્તરણથી સ્થાનિક વેપારીઓ, વિદ્યાર્થીઓ અને મુસાફરોને બરોડા, સુરત, વાપી અને મુંબઈ સુધી સીધી કનેક્ટિવિટી મળશે. આ ઉપરાંત, અસારવા-ઉદેપુર વંદે ભારત એક્સપ્રેસના વિસ્તરણ માટે અનુરોધ કરાયો હતો. દૈનિક મુસાફરોની સુવિધા માટે આ ટ્રેનનો ઉપડવાનો સમય સવારે 6 થી 7 વાગ્યાની વચ્ચે રાખવાની પણ માંગ કરવામાં આવી હતી. અસારવા-ખેડબ્રહ્મા લાઇન પરના મહાદેવપુરા, જાદર અને વડાલી રેલવે સ્ટેશનોના પ્લેટફોર્મની લંબાઈ 150 મીટરથી વધારીને 300 મીટર કરવાનો પ્રસ્તાવ પણ રજૂ કરાયો હતો, જેથી મેમુ (MEMU) ટ્રેનો સરળતાથી ઊભી રહી શકે. અસારવા-ઉદેપુર ટ્રેક પર પશુઓના અકસ્માતો અટકાવવા અને ટ્રેનોની સુરક્ષા માટે ટ્રેકની બંને બાજુએ મજબૂત બાઉન્ડ્રી ફેન્સિંગ બનાવવાની પણ રજૂઆત કરવામાં આવી હતી. ખેડબ્રહ્મા થી હડાદ (રૂપપુરા) વચ્ચેની 24 કિલોમીટર લાંબી નવી રેલવે લાઈનની સર્વે કામગીરી પૂર્ણ થઈ ગઈ છે અને તેનો નાણાકીય અંદાજ રેલવે બોર્ડને મોકલી દેવાયો છે. આ ઝડપી કાર્યવાહી બદલ સાંસદે રેલવે મંત્રીનો આભાર વ્યક્ત કર્યો હતો.
    Click here to Read More
    Previous Article
    રૂપાલકંપામાં મહિલા તાલીમ સમાપ્ત:34 બહેનોએ 41 ખાદ્ય ચીજોનું જીવંત પ્રદર્શન કર્યું
    Next Article
    ભૂચરમોરી ખાતે યોજાશે જિલ્લા કક્ષાનું સ્વાતંત્ર્ય પર્વ:ધ્રોલમાં વનમંત્રીના અધ્યક્ષ સ્થાને થશે ઉજવણી; કલેક્ટર પી.બી. પંડ્યાની અધ્યક્ષતામાં સમીક્ષા બેઠક યોજાઈ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment