Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રૂપાલકંપામાં મહિલા તાલીમ સમાપ્ત:34 બહેનોએ 41 ખાદ્ય ચીજોનું જીવંત પ્રદર્શન કર્યું

    21 hours ago

    સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના રૂપાલકંપા ગામે 'કોમ્યુનિટી કેનિંગ એન્ડ કિચન ગાર્ડનિંગ મહિલા વૃતિકા યોજના' અંતર્ગત તાલીમનું સફળતાપૂર્વક સમાપન થયું છે. ગુજરાત સરકારના બાગાયત વિભાગ દ્વારા આયોજિત આ તાલીમમાં કુલ 34 મહિલાઓએ ભાગ લીધો હતો. તાલીમના અંતે, બહેનો દ્વારા તૈયાર કરાયેલી 41 પ્રકારની મૂલ્યવર્ધિત ખાદ્ય ચીજવસ્તુઓનું જીવંત પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. આ તાલીમ દરમિયાન મહિલાઓને સ્થાનિક કૃષિ પેદાશોમાંથી વિવિધ ખાદ્ય બનાવટો તૈયાર કરવાની પ્રાયોગિક તાલીમ આપવામાં આવી હતી. જેમાં અથાણાં, જામ, જેલી, મુરબ્બા, શરબત, સ્ક્વોશ, સોસ, ટોમેટો કેચપ, ચિલી સોસ, સિરપ, ગુલકંદ, તેમજ વિવિધ મસાલા અને પાઉડરનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, શાકભાજી અને ઔષધીય વનસ્પતિનું ડિહાઇડ્રેશન, ચોકલેટ, ટોપરા, ખજૂર અને બીટના લાડુ સહિત કુલ 41 પ્રકારની બનાવટો શીખવવામાં આવી હતી. ખાદ્ય પદાર્થોની સ્વચ્છતા, પેકિંગ, લેબલિંગ, સાચવણી અને બજાર વ્યવસ્થા અંગે પણ મહિલાઓને વિસ્તૃત માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. તાલીમના છેલ્લા દિવસે યોજાયેલા જીવંત પ્રદર્શનમાં બહેનોએ તૈયાર કરેલી ખાદ્ય બનાવટો રજૂ કરી હતી. ઉપસ્થિત અધિકારીઓએ ઉત્પાદનોનું નિરીક્ષણ કરીને તેની ગુણવત્તા, સ્વચ્છતા, પેકિંગ અને બજારક્ષમતાની પ્રશંસા કરી હતી. આ પ્રસંગે મદદનીશ બાગાયત નિયામક બી.એલ. પટેલ, બાગાયત અધિકારી એસ.કે. ચૌધરી, બાગાયત નિરીક્ષક નરેશભાઈ આર. પટેલ સહિતના અધિકારીઓ હાજર રહ્યા હતા. પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂત દંપતી રાજેશભાઈ પ્રજાપતિ અને નિકિતાબેન પ્રજાપતિએ પ્રાકૃતિક ખેતીના લાભો વિશે માર્ગદર્શન આપ્યું હતું. બાગાયત નિરીક્ષક નરેશભાઈ પટેલે માહિતી આપી હતી કે તાલીમાર્થી બહેનોને પ્રતિદિન રૂ. 250 મુજબ પાંચ દિવસના કુલ રૂ. 1,250નું સ્ટાઇપેન્ડ ચૂકવવામાં આવ્યું છે. અધિકારીઓએ મહિલાઓને આ તાલીમને ગૃહ ઉદ્યોગમાં પરિવર્તિત કરીને આત્મનિર્ભર બનવા અને પરિવારની આવક વધારવા માટે પ્રોત્સાહિત કર્યા હતા.
    Click here to Read More
    Previous Article
    પાંચ દાયકાથી ગુજરાતના વહીવટનું સાક્ષી રહેલું જૂનું સચિવાલય બનશે 'મોર્ડન':ગાંધીનગરમાં 60થી વધુ ઓફિસ એક છત નીચે, ધક્કા-સમય બચશે; જાણો બ્લોક 1-2માં કયો વિભાગ હશે
    Next Article
    સાંસદ શોભનાબેન બારૈયાએ રેલવે મંત્રીને મળી નવી ટ્રેનો માંગી:ઉત્તર ગુજરાત માટે વંદે ભારત, ગુજરાત મેલ વિસ્તરણ સહિતની રજૂઆતો કરી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment