Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાંચ દાયકાથી ગુજરાતના વહીવટનું સાક્ષી રહેલું જૂનું સચિવાલય બનશે 'મોર્ડન':ગાંધીનગરમાં 60થી વધુ ઓફિસ એક છત નીચે, ધક્કા-સમય બચશે; જાણો બ્લોક 1-2માં કયો વિભાગ હશે

    एक दिन पहले

    પાંચ દાયકા કરતા વધુ સમયથી ગુજરાતના વહીવટનું સાક્ષી રહેલું જીવરાજ મહેતા ભવન હવે 'મોર્ડ'ન' થઈ રહ્યું છે. ગાંધીનગરના રાજ્ય સચિવાલયમાં સરકાર દ્વારા નિર્માણાધીન બે અત્યાધુનિક G+7 ઓફિસ બ્લોક હવે કાર્યરત થવાની અંતિમ તૈયારીમાં છે. એક બિલ્ડિંગનું બાંધકામ પૂર્ણ થઈ ગયું છે, જ્યારે બીજી બિલ્ડિંગનું સિવિલ અને ઇલેક્ટ્રિકલ કામ આગામી બેથી અઢી મહિનામાં પૂર્ણ થશે. 7-8 દિવસમાં વિવિધ વિભાગોને નવી બિલ્ડિંગોમાં જગ્યા ફાળવવાની પ્રક્રિયા પૂર્ણ કરાશે. સંબંધિત વિભાગો પોતાના ખર્ચે ઇન્ટીરિયર અને ફર્નિચરનું કામ પૂર્ણ કરશે અને ત્યારબાદ બંને બિલ્ડિંગોનું સત્તાવાર લોકાર્પણ કરાશે. આ માહિતી માર્ગ અને મકાન વિભાગ (કેપિટલ પ્રોજેક્ટ)ના સુપ્રિટેન્ડેન્ટ એન્જિનિયર સુરેશકુમાર પુરોહિતે આપી હતી. નવા બ્લોક કાર્યરત થતાં વહીવટી કામગીરી વધુ સુવ્યવસ્થિત બનશે. સામાન્ય નાગરિકોને પણ એક જ પરિસરમાં અનેક વિભાગોની સેવાઓ સરળતાથી મળી શકશે જેથી ધક્કા અને સમય બચશે. સરકારે વધુ બે નવા ઓફિસ બ્લોકના નિર્માણને પણ મંજૂરી આપી છે, તેનું બાંધકામ 24 મહિનામાં પૂર્ણ કરવાનો ટાર્ગેટ છે. ઓફિસોનું લિસ્ટ G+7 બિલ્ડિંગમાં સોલાર રૂફટોપ- 4 લિફ્ટની સુવિધા સચિવાલયના નવા 2 બ્લોકમાં હાલના 8 બ્લોકમાં આવેલી 60થી વધુ સરકારી કચેરીઓનું સ્થળાંતર કરાશે. નવી બિલ્ડિંગો G+7 ડિઝાઇન મુજબ તૈયાર કરાઈ છે, જેથી કુદરતી હવા-ઉજાસની પૂરતી વ્યવસ્થા રહે. સોલાર રૂફટોપ અને બિલ્ડિંગ દીઠ ચાર લિફ્ટની સુવિધા હશે. વધુ બે નવા ઓફિસ બ્લોકના નિર્માણને પણ મંજૂરી સુરેશકુમાર પુરોહિતના જણાવ્યા અનુસાર, હાલના ચાર બ્લોકની મિરર ઈમેજ તરીકે ભવિષ્યમાં વધુ બિલ્ડિંગો ઊભી કરવા માટે પણ પૂરતી જગ્યા ઉપલબ્ધ છે. સરકારની જરૂરિયાત મુજબ આગામી સમયમાં વધુ વિસ્તરણનું આયોજન કરાશે. નવી બિલ્ડિંગોમાં પણ જે વિભાગને જગ્યા ફાળવાશે તે વિભાગ પોતાનો આર્કિટેક્ટ પ્લાન તૈયાર કરી ઇન્ટીરિયર અને ફર્નિચરનું કામ પોતાના ખર્ચે કરશે. આ તમામ કામગીરી પૂર્ણ થયા બાદ બંને નવા G+7 બ્લોકનું લોકાર્પણ કરાશે. 55 વર્ષ જૂનું જીવરાજ મહેતા ભવન હવે લેશે આધુનિક રૂપ ગાંધીનગરના સેક્ટર-10માં આવેલું ડૉ. જીવરાજ મહેતા ભવન (જૂનું સચિવાલય) ગુજરાતના વહીવટી ઈતિહાસની મહત્વની ઓળખ છે. ગુજરાત રાજ્યની રચના બાદ ગાંધીનગરને નવી રાજધાની તરીકે વિકસાવવામાં આવ્યું ત્યારે આ સરકારી સંકુલનું નિર્માણ કરવામાં આવ્યું હતું અને આજે તે આશરે 55 વર્ષ જૂનું છે. ગુજરાતના પ્રથમ મુખ્યમંત્રી ડૉ. જીવરાજ નારાયણ મહેતાના સન્માનમાં આ સંકુલને ‘જીવરાજ મહેતા ભવન’ નામ આપવામાં આવ્યું છે. હાલના સંકુલમાં કુલ 18 બ્લોક અને અંદાજે 208 જેટલી સરકારી કચેરીઓ આવેલી છે, જેમાં વિવિધ સરકારી વિભાગો, નિયામક કચેરીઓ, બોર્ડ-નિગમો સહિતની કચેરીઓ કાર્યરત છે. સમય સાથે બાંધકામ જૂનું થતાં હવે આ 18 બ્લોકને તબક્કાવાર તોડી ત્યાં નવા આધુનિક સરકારી બિલ્ડિંગોનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. નવી ઇમારતોમાં આધુનિક સુવિધાઓ, વધુ કાર્યક્ષમ ઓફિસ સ્પેસ અને કર્મચારીઓ-અધિકારીઓ માટે સુવિધાજનક માળખું ઊભું કરવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    રાહુલે કહ્યું- મહિલા અનામત બિલ 2023માં જ પાસ થયું:રિજિજુને પૂછ્યું- 3 વર્ષ પછી પણ લાગુ કેમ ન થયું, સીમાંકન સાથે કેમ જોડ્યું
    Next Article
    રૂપાલકંપામાં મહિલા તાલીમ સમાપ્ત:34 બહેનોએ 41 ખાદ્ય ચીજોનું જીવંત પ્રદર્શન કર્યું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment