Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાહુલે કહ્યું- મહિલા અનામત બિલ 2023માં જ પાસ થયું:રિજિજુને પૂછ્યું- 3 વર્ષ પછી પણ લાગુ કેમ ન થયું, સીમાંકન સાથે કેમ જોડ્યું

    1 day ago

    રાહુલ ગાંધીએ શનિવારે કહ્યું કે મહિલા અનામત બિલ 2023માં જ સંસદમાંથી સર્વસંમતિથી પસાર થઈ ચૂક્યું છે અને કોંગ્રેસે તેને સંપૂર્ણ સમર્થન આપ્યું હતું. હવે ત્રણ વર્ષ પછી પણ તેને લાગુ કરવામાં આવ્યું નથી. રાહુલ ગાંધીએ કેન્દ્રીય મંત્રી કિરણ રિજિજુને સવાલ કર્યો કે મહિલા અનામત કાયદાને લાગુ કરવામાં વિલંબ શા માટે થઈ રહ્યો છે અને તેને સીમાંકન સાથે શા માટે જોડવામાં આવી રહ્યો છે. તેમણે સરકારને 2023માં પસાર થયેલા કાયદાને કોઈપણ શરત વિના લાગુ કરવાની માગ કરી. જોકે, રાહુલે શુક્રવારે એક વીડિયો જાહેર કરીને કહ્યું હતું કે ભારતની મહિલાઓને પોતાને વ્યક્ત કરવાની, કલ્પના કરવાની મંજૂરી નથી. કોઈ પણ દેશ ત્યાં સુધી સફળ થઈ શકતો નથી જ્યાં સુધી ત્યાંની મહિલાઓ પોતાને વ્યક્ત ન કરે. રિજિજુએ તેમના નિવેદન પર જવાબ આપતા લખ્યું હતું કે આ કોંગ્રેસ તરફથી એક સકારાત્મક સંદેશ લાગે છે. રાહુલના મનમાં મહિલાઓને લઈને બદલાવ આવ્યો છે. આશા છે કે કોંગ્રેસ કોઈપણ શરત વિના મહિલા અનામત બિલનું સમર્થન કરશે. શું છે આખો વિવાદ મહિલા અનામત સંબંધિત બિલ 2023માં સંસદમાંથી પસાર થયું હતું. તેનો ઉદ્દેશ્ય લોકસભા અને રાજ્ય વિધાનસભામાં મહિલાઓ માટે એક તૃતીયાંશ બેઠકો અનામત રાખવાનો છે. તેના અમલને લઈને સીમાંકન અને વસ્તી ગણતરી સંબંધિત શરતોનો મુદ્દો સતત રાજકીય ચર્ચાનો વિષય રહ્યો છે. હવે રાહુલ ગાંધીએ સરકારને કહ્યું છે કે 2023માં પસાર થયેલા કાયદાનો અમલ કરવામાં આવે અને તેના માટે કોઈ નવી શરત ઉમેરવામાં ન આવે.
    Click here to Read More
    Previous Article
    મોદીએ IIT દિલ્હીમાં જેન-ઝીને ડિગ્રી એનાયત કરી:મોદીએ કહ્યું- તમે ડિગ્રી નહીં, સપનાં લઈને જઈ રહ્યા છો, વિદ્યાર્થીઓને મેડલ એનાયત કર્યા; પરમ પ્રજ્ઞા સુપર કમ્પ્યુટરનું પણ ઉદ્ઘાટન કર્યું
    Next Article
    પાંચ દાયકાથી ગુજરાતના વહીવટનું સાક્ષી રહેલું જૂનું સચિવાલય બનશે 'મોર્ડન':ગાંધીનગરમાં 60થી વધુ ઓફિસ એક છત નીચે, ધક્કા-સમય બચશે; જાણો બ્લોક 1-2માં કયો વિભાગ હશે

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment