Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભૂચરમોરી ખાતે યોજાશે જિલ્લા કક્ષાનું સ્વાતંત્ર્ય પર્વ:ધ્રોલમાં વનમંત્રીના અધ્યક્ષ સ્થાને થશે ઉજવણી; કલેક્ટર પી.બી. પંડ્યાની અધ્યક્ષતામાં સમીક્ષા બેઠક યોજાઈ

    19 hours ago

    જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકા સ્થિત ઐતિહાસિક ભૂચરમોરી ખાતે આગામી 15 ઓગસ્ટના રોજ વન અને પર્યાવરણ મંત્રી તથા પ્રભારી મંત્રી અર્જૂનભાઈ મોઢવાડીયાના અધ્યક્ષસ્થાને જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ભવ્ય ઉજવણી યોજાશે. આ ઉજવણીના સુચારુ આયોજન અર્થે જિલ્લા કલેક્ટર પી.બી. પંડ્યાની અધ્યક્ષતામાં કલેક્ટર કચેરી ખાતે સમીક્ષા બેઠક યોજાઈ હતી. મૂળભૂત સુવિધાઓ અને વ્યવસ્થાઓ સમયસર પૂર્ણ કરવા સૂચના બેઠકમાં કલેક્ટરે બેઠક વ્યવસ્થા, વીજ પુરવઠો, પીવાનું પાણી, સાંસ્કૃતિક કાર્યક્રમો, વૃક્ષારોપણ, વાહન પાર્કિંગ, રોશની, સ્વચ્છતા અને મેડિકલ સેવાઓ સહિતની તમામ જરૂરી કામગીરી ઝીણવટપૂર્વક સમીક્ષા કરી સમયમર્યાદામાં પૂર્ણ કરવા અધિકારીઓને દિશા-નિર્દેશ આપ્યા હતા. તમામ વિભાગોને ઉત્તમ સંકલન સાધી ફરજ નિભાવવા આદેશ જિલ્લા કલેક્ટરે ભારપૂર્વક જણાવ્યું કે રાષ્ટ્રીય પર્વની ઉજવણી ગૌરવ, ભવ્યતા અને શિસ્ત સાથે થાય તે જરૂરી છે. આ માટે તમામ સરકારી વિભાગોએ પરસ્પર ઉત્તમ સંકલન સાધીને પોતાની ફરજોનું સુચારુ વહન કરવું અને તમામ પૂર્વ તૈયારીઓ સમયસર પૂર્ણ કરવી. બેઠકમાં ઉચ્ચ અધિકારીઓની ઉપસ્થિતિ અને રૂપરેખા રજૂઆત આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી નિશા, નિવાસી અધિક કલેક્ટર વિમલ ચૌધરી સહિત વિવિધ વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે પોતપોતાના વિભાગની કામગીરીની રૂપરેખા રજૂ કરી હતી
    Click here to Read More
    Previous Article
    સાંસદ શોભનાબેન બારૈયાએ રેલવે મંત્રીને મળી નવી ટ્રેનો માંગી:ઉત્તર ગુજરાત માટે વંદે ભારત, ગુજરાત મેલ વિસ્તરણ સહિતની રજૂઆતો કરી
    Next Article
    "Gaddha Nagri": Agra Road Caves In, Samajwadi Leader Climbs Down To "Pataal"

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment