Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વલસાડમાં ચાલુ મોપેડમાં આગ લાગી:રેલવે ગોદીનો ગેટ ન ખુલતાં ફાયર બ્રિગેડ અટકી, આગ ઓલવવામાં વિલંબ

    1 day ago

    વલસાડ શહેરના સ્ટેશન રોડ પર આવેલા રેલવે ગોદી વિસ્તારમાં શુક્રવારે એક ચાલુ મોપેડમાં અચાનક ભીષણ આગ લાગી હતી. વલસાડ નગરપાલિકાની ફાયર બ્રિગેડની ટીમે ઘટનાસ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવ્યો હતો. સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. સ્થાનિકોએ આગ બુઝાવવાનો પ્રયાસ કર્યો આગની જ્વાળાઓએ પળવારમાં જ સમગ્ર મોપેડને ઘેરી લેતાં વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી અને લોકોના ટોળેટોળાં એકત્ર થઈ ગયાં હતાં. ફાયર બ્રિગેડ આવે તે પહેલાં પ્રત્યક્ષદર્શીઓ અને સ્થાનિક લોકોએ પોતાના સ્તરે આગ ઓલવવાના પ્રયાસો હાથ ધર્યા હતા. રેલવે ગોદીનો ગેટ બંધ રહેતાં બચાવ કામગીરીમાં વિલંબ ઘટનાની જાણ થતાં જ નગરપાલિકાની ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક સ્થળે પહોંચી ગઈ હતી. જોકે, રેલવે ગોદીનો ગેટ બંધ હોવાના કારણે ફાયર ફાઈટરને બહાર જ થોડો સમય રાહ જોવી પડી હતી. ટીમ સતત સાયરન વગાડતી રહી હોવા છતાં સમયસર ગેટ ન ખુલતાં બચાવ કામગીરીમાં વિલંબ થયો હતો. પાણીનો મારો ચલાવી આગ પર મેળવાયો કાબૂ થોડા સમય બાદ રેલવે કર્મચારીઓએ આવીને ગેટ ખોલતાં ફાયર ટીમે અંદર પહોંચી પાણીનો મારો ચલાવ્યો હતો અને ટૂંક સમયમાં આગ સંપૂર્ણપણે કાબૂમાં લીધી હતી. આગનું ચોક્કસ કારણ જાણવા તપાસ હાથ ધરાઈ આ અકસ્માતમાં મોપેડ સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગયું છે. આગ કયા કારણે લાગી તેનું ચોક્કસ કારણ હજુ જાણી શકાયું નથી, જેથી સંબંધિત તંત્ર દ્વારા આ અંગે તપાસ શરૂ કરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    લાલપુરમાં રોપા વિતરણ કાર્યક્રમ યોજાયો:લોકોને વધુમાં વધુ વૃક્ષો વાવવા અને તેની યોગ્ય જાળવણી કરવા અપીલ કરાઈ
    Next Article
    મોરબીમાં ટ્રક-બાઈક અકસ્માતમાં યુવાનનું મોત:મકનસર નજીક બાઈકને ટ્રકે હડફેટે લીધું, પોલીસે તપાસ શરૂ કરી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment