Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    લાલપુરમાં રોપા વિતરણ કાર્યક્રમ યોજાયો:લોકોને વધુમાં વધુ વૃક્ષો વાવવા અને તેની યોગ્ય જાળવણી કરવા અપીલ કરાઈ

    1 day ago

    લાલપુર ખાતે પર્યાવરણ જાળવણી અને હરિયાળી વધારવાના હેતુસર રોપા વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં વિવિધ પ્રકારના રોપાઓનું વિતરણ કરાયું હતું. આ પ્રસંગે પીપરટોડા ગામના LGના લીડર ફાર્મર ભૂમિકાબા જાડેજા ઉપસ્થિત રહ્યા હતા. તેમણે રોપા વિતરણ કાર્યક્રમમાં જોડાઈ પર્યાવરણ સંરક્ષણ અંગે જાગૃતિ ફેલાવવાનો પ્રયાસ કર્યો હતો. ભૂમિકાબા જાડેજાએ લોકોને વધુમાં વધુ વૃક્ષો વાવવા અને તેની યોગ્ય જાળવણી કરવા અપીલ કરી હતી. તેમણે વૃક્ષોનું મહત્વ સમજાવીને ગામડાઓમાં વધુ વૃક્ષારોપણ થાય અને હરિયાળું વાતાવરણ ઊભું થાય તે માટે સૌને સહભાગી બનવા અનુરોધ કર્યો હતો. કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત લોકોએ પણ રોપા મેળવી વૃક્ષારોપણ કરવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો. આવા કાર્યક્રમો દ્વારા લોકોમાં પર્યાવરણ પ્રત્યે જાગૃતિ વધે અને આવનારી પેઢી માટે સ્વચ્છ તથા હરિયાળું વાતાવરણ જળવાઈ રહે તેવો સંદેશ આપવામાં આવ્યો હતો.
    Click here to Read More
    Previous Article
    વિઝા આપવાના બહાને યુવક પાસેથી 2.65 લાખ પડાવ્યા:લક્ઝમબર્ગના વર્ક પરમિટ વિઝાની પ્રોસેસનું કહી નોકરી છોડવી, વિઝા ન મળતા ફોર્ચ્યુન ઈન્ટરનેશનલના માલિક વૈભવ શિંદે સામે ફરિયાદ
    Next Article
    વલસાડમાં ચાલુ મોપેડમાં આગ લાગી:રેલવે ગોદીનો ગેટ ન ખુલતાં ફાયર બ્રિગેડ અટકી, આગ ઓલવવામાં વિલંબ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment