Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વિઝા આપવાના બહાને યુવક પાસેથી 2.65 લાખ પડાવ્યા:લક્ઝમબર્ગના વર્ક પરમિટ વિઝાની પ્રોસેસનું કહી નોકરી છોડવી, વિઝા ન મળતા ફોર્ચ્યુન ઈન્ટરનેશનલના માલિક વૈભવ શિંદે સામે ફરિયાદ

    एक दिन पहले

    ખેડાના યુવકને લૉ ગાર્ડન પાસે વિઝા કન્સલ્ટન્સી દ્વારા લક્ઝમબર્ગના વર્ક પરમીટ વિઝા આપવાની વાતચીત કરી અલગ અલગ પ્રોસેસના બહાને 2.50 લાખ રૂપિયામાં લેવામાં આવ્યા હતા. જે બાદ વિઝાની પ્રોસેસ કરવામાં આવી. પરંતુ વિઝા આપવામાં આવ્યા ન હતા અને યુવકની ચાલુ નોકરી પણ છોડી દેવાનું કહેતા યુવકે નોકરી પણ છોડી દીધી હતી. જો કે યુવકના વિઝા લાંબા સમયથી ન આવતા અને યુવકને તેના ભરેલા પૈસા પણ પરત ન આપતા યુવકે વિઝા કંપનીના માલિક સામે નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. વિઝાની પ્રોસેસ શરૂ કરી 2.50 લાખ રૂપિયા આપ્યા 26 વર્ષીય જતીન સોલંકી નામનો યુવક ખાનગી કંપનીમાં નોકરી કરે છે. સપ્ટેમ્બર 2024માં વિદેશમાં નોકરી માટે જવાનું હોવાથી જતીન અલગ અલગ વિઝા કંપનીના સંપર્ક કરતો હતો. આ દરમિયાન જતીનનો સંપર્ક લૉ ગાર્ડન પાસે આવેલી ફોર્ચ્યુન ઈન્ટરનેશનલ કંપની સાથે થયો હતો. જતીન અમદાવાદ આવી આ કંપનીમાં મળવા ગયો હતો. જ્યાં તેને વર્ક પરમિટ માટે 10.50 લાખ રૂપિયાના ખર્ચનું જણાવ્યું હતું. જતીને વિઝાની પ્રોસેસ શરૂ કરી હતી. જેમાં ટુકડે ટુકડે 2.50 લાખ રૂપિયા આપ્યા હતા. વિઝા ન મળતા જતીને છેતરપિંડીની ફરિયાદ નોંધાવી જતીને VSF માટે 15 હજાર ભર્યા હતા. જતીને બધી પ્રોસેસ કરી અને કંપનીના માલિક વૈભવે જતીનને જણાવ્યું હતું કે, તમારી વર્ક પરમીટ આવી જશે, જેથી તમે અત્યારની નોકરી છોડી દો. જતીને નોકરી છોડી દીધી હતી. જો કે નોકરી છોડ્યાના લાંબા સમય બાદ વિઝા આવતા ન્હોતા અને જતીન પાસેથી 2.65 લાખ રૂપિયા વિઝા કંપનીના માલિકે પડાવ્યા હતા જેથી જતીને નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં વૈભવ શિંદે વિરુદ્ધ છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે.
    Click here to Read More
    Previous Article
    Mahakal Darshan: CJI सूर्यकांत और CM मोहन यादव ने महाकाल के दरबार में लगाई हाजिरी, सावन में लिया बाबा का आशीर्वाद
    Next Article
    લાલપુરમાં રોપા વિતરણ કાર્યક્રમ યોજાયો:લોકોને વધુમાં વધુ વૃક્ષો વાવવા અને તેની યોગ્ય જાળવણી કરવા અપીલ કરાઈ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment