Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મોરબીમાં ટ્રક-બાઈક અકસ્માતમાં યુવાનનું મોત:મકનસર નજીક બાઈકને ટ્રકે હડફેટે લીધું, પોલીસે તપાસ શરૂ કરી

    1 day ago

    મોરબી-વાંકાનેર નેશનલ હાઈવે પર મકનસર ગામ નજીક ટ્રક અને બાઈક વચ્ચે સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં વાંકાનેરના 43 વર્ષીય કલર કામના કોન્ટ્રાક્ટર મુકેશભાઈ સોલંકીનું ઘટનાસ્થળે જ કરૂણ મોત નીપજ્યું છે. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે ટ્રક ચાલક સામે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. મોરબીથી પરત ફરતી વખતે સર્જાયો અકસ્માત વાંકાનેરના વાડી વિસ્તારમાં રહેતા અને કલર કામનો કોન્ટ્રાક્ટ રાખતા મુકેશભાઈ વાઘજીભાઈ સોલંકી (ઉંમર 43) મોરબી ખાતે કામ જોઈને પોતાની બાઈક પર વાંકાનેર પરત ફરી રહ્યા હતા. તે દરમિયાન મકનસર નજીક પહોંચતા પૂરપાટ ઝડપે આવતી ટ્રકના ચાલકે તેમની બાઈકને જોરદાર હડફેટે લીધી હતી. ગંભીર ઈજાઓ થતાં સ્થળ પર નીપજ્યું મોત આ અકસ્માતમાં મુકેશભાઈ ટ્રકના ટાયર નીચે ચગદાઈ જતાં તેમના બંને પગ અને પેટના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી, જેના કારણે તેમનું ઘટનાસ્થળે જ પ્રાણપંખેરું ઊડી ગયું હતું. આ દુર્ઘટનાના પગલે મુકેશભાઈના બે નિર્દોષ બાળકોએ પિતાની છત્રછાયા ગુમાવી દીધી છે. મૃતકના ભાઈએ નોંધાવી પોલીસ ફરિયાદ બનાવ અંગે મૃતકના ભાઈ કિશોરભાઈ વાઘજીભાઈ સોલંકી (ઉંમર 41, રહે. ધરમનગર, આરએમસી ક્વાર્ટર નંબર 15, રાજકોટ) દ્વારા મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસે અકસ્માત સર્જી ફરાર થઈ ગયેલા ટ્રક ચાલકને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે
    Click here to Read More
    Previous Article
    વલસાડમાં ચાલુ મોપેડમાં આગ લાગી:રેલવે ગોદીનો ગેટ ન ખુલતાં ફાયર બ્રિગેડ અટકી, આગ ઓલવવામાં વિલંબ
    Next Article
    અર્જુનની પરીક્ષા લેવા શિવજી વનવાસી બન્યા:દિવ્યાસ્ત્ર મેળવતા પહેલાં આકરી કસોટીએ પાર્થનો ઘમંડ તોડ્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment