Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પંપો ઉપર ઈંધણની ગુણવત્તા જાળવવા સૂચના‎:પેટ્રોલ પંપો પર વોટર સોલ્યુબલ પેસ્ટથી સ્ટોરેજ ટેન્કમાં પાણીની હાજરી ચકાસી

    17 hours ago

    ચોમાસાની ઋતુમાં પેટ્રોલ પંપની સ્ટોરેજ ટેન્કમાં વરસાદી પાણી ભરાઈ ન જાય અને વાહનચાલકોને શુદ્ધ તથા ગુણવત્તાયુક્ત ઈંધણ મળી રહે તે હેતુથી જિલ્લા પુરવઠા વિભાગ દ્વારા વિશેષ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. જિલ્લા પુરવઠા અધિકારીના માર્ગદર્શન હેઠળ 7 ઓગસ્ટના રોજ પાટણ–ઊંઝા રોડ પર આવેલ એ.કે. પેટ્રોલિયમ, જય નર્મદા પેટ્રોલિયમ અને માં શક્તિ પેટ્રોલિયમ ખાતે આકસ્મિક તપાસ હાથ ધરવામાં આવી હતી. આ કામગીરી દરમિયાન અધિકારીઓએ વોટર સોલ્યુબલ પેસ્ટ (Water Soluble Paste) નો ઉપયોગ કરીને સ્ટોરેજ ટેન્કમાં પાણીની હાજરી અંગેની ટેકનિકલ ચકાસણી કરી હતી. આ સાથે પંપ સંચાલકોને ટેન્કમાં વરસાદી પાણી ન પ્રવેશે તે માટે જરૂરી સાવચેતી રાખવા કડક સૂચના અપાઇ છે. ગ્રાહકોને ગુણવત્તાસભર ઈંધણ મળતું રહે તે માટે આગામી દિવસોમાં પણ આવી ચકાસણીઓ સતત ચાલુ રખાશે.
    Click here to Read More
    Previous Article
    પાટણમાં 21.66 લાખના ખર્ચે નવી પાઇપલાઇન નખાશે:25થી વધુ સોસાયટીમાં પાણીની સમસ્યાનો હલ આવશે
    Next Article
    લોકોને 300 મીટરનું ચક્કર કાપવું પડશે અને અકસ્માતનો ખતરો વધુ‎:ગોઝારિયાથી GIDC તરફના માર્ગ પર અંડરપાસ ન હોવાથી ગ્રામજનો હેરાન

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment