Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    લોકોને 300 મીટરનું ચક્કર કાપવું પડશે અને અકસ્માતનો ખતરો વધુ‎:ગોઝારિયાથી GIDC તરફના માર્ગ પર અંડરપાસ ન હોવાથી ગ્રામજનો હેરાન

    16 hours ago

    મહેસાણા–ગોઝારિયા હાઇવે પર બની રહેલા બ્રિજના નિર્માણને કારણે ગોઝારિયાથી GIDC તરફ જવાના માર્ગ પર અંડરપાસની સુવિધા ન હોવાથી સ્થાનિક ગ્રામજનો, ખેડૂતો, રાહદારીઓ અને વિદ્યાર્થીઓને મુશ્કેલીઓનો સામનો કરવો પડશે તેવી આશંકા વ્યક્ત કરવામાં આવી છે. આ મુદ્દે ગ્રામજનોએ ધારાસભ્ય સમક્ષ અંડરપાસ બનાવવાની રજૂઆત કરી હતી. પાટણ– મહેસાણા– ગોઝારિયા નેશનલ હાઇવે પર રેલવે લાઇનને કારણે ગોઝારિયા– વિજાપુર માર્ગ પર બ્રિજનું કામ ચાલી રહ્યું છે. બ્રિજનો છેડો ગોઝારિયાથી GIDC તરફ જતા માર્ગ પર આવતો હોવાથી આ માર્ગનો સીધો ઉપયોગ શક્ય નહીં રહે. પરિણામે લોકોને આશરે 300 મીટરનો વધારાનું ચક્કર લગાવવું પડશે. ગ્રામજનોનું કહેવું છે કે બ્રિજના કારણે મેઉ ત્રણ રસ્તા પાસે ગાંધીનગર–વિસનગર હાઇવે પર ટ્રાફિકનું ભારણ વધશે અને અકસ્માતની શક્યતા પણ વધી શકે છે. આથી ગ્રામજનોએ બ્રિજના સ્થળે વિરોધ નોંધાવી અંડરપાસ બનાવવાની માંગ કરી હતી. શોભનાબેન શાહે જણાવ્યું કે, મહેસાણાના ધારાસભ્ય મુકેશભાઈ પટેલે સ્થળ મુલાકાત દરમિયાન ગ્રામજનોની રજૂઆત સાંભળી હતી. આ પ્રસંગે જિલ્લા સભ્ય એલ.બી. ઠાકોર સહિતના આગેવાનો પણ હાજર રહ્યા હતા. ગ્રામજનોએ રજૂઆત કરી હતી કે ખેરવા અને જગુદણ રોડ પર અંડરપાસની સુવિધા આપવામાં આવી છે, તો ગોઝારિયામાં પણ અંડરપાસ બનાવવો જોઈએ. ધારાસભ્યએ નેશનલ હાઇવે ઓથોરિટીના અધિકારી સાથે ચર્ચા કરી હતી.
    Click here to Read More
    Previous Article
    પંપો ઉપર ઈંધણની ગુણવત્તા જાળવવા સૂચના‎:પેટ્રોલ પંપો પર વોટર સોલ્યુબલ પેસ્ટથી સ્ટોરેજ ટેન્કમાં પાણીની હાજરી ચકાસી
    Next Article
    મંત્રીને રજૂઆત:દિવ્યાંગજનોને અમદાવાદ ન જવું પડે તે માટે મહેસાણામાં ALIMCOનું કેન્દ્ર શરૂ બનાવો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment