Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મંત્રીને રજૂઆત:દિવ્યાંગજનોને અમદાવાદ ન જવું પડે તે માટે મહેસાણામાં ALIMCOનું કેન્દ્ર શરૂ બનાવો

    15 hours ago

    ઉત્તર ગુજરાતના દિવ્યાંગજનો અને વરિષ્ઠ નાગરિકોને સ્થાનિક સ્તરે જરૂરી સુવિધાઓ મળી રહે તે માટે મહેસાણા લોકસભાના સાંસદ હરિભાઈ પટેલે કેન્દ્રીય સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રી ડો. વીરેન્દ્ર કુમારને પત્ર લખી મહેસાણામાં ALIMCO મારફતે પ્રધાનમંત્રી દિવ્યાંગજન સહાયતા/સેવા કેન્દ્ર સ્થાપવા રજૂઆત કરી છે. સાંસદે જણાવ્યું કે, મહેસાણા ઉપરાંત પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા સહિત સમગ્ર ઉત્તર ગુજરાતમાં મોટી સંખ્યામાં દિવ્યાંગજનો વસે છે. હાલ કૃત્રિમ અંગો, સહાયક ઉપકરણો, ફિટિંગ, સમારકામ અને અન્ય જરૂરી સેવાઓ માટે દિવ્યાંગજનોને અમદાવાદ સહિતના મોટા શહેરોમાં જવું પડે છે, જેના કારણે સમય, ખર્ચ અને મુશ્કેલીનો સામનો કરવો પડે છે. મહેસાણામાં ALIMCOનું કેન્દ્ર શરૂ થાય તો ઉત્તર ગુજરાતના દિવ્યાંગજનો અને વરિષ્ઠ નાગરિકોને એક જ સ્થળેથી જરૂરી ઉપકરણો, ફિટિંગ, રિપેરિંગ, માર્ગદર્શન અને પુનર્વસનની સુવિધાઓ સરળતાથી ઉપલબ્ધ થઈ શકે તેમ છે. આ કેન્દ્ર દિવ્યાંગજનોના સશક્તિકરણમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. તેમજ દિવ્યાંગજનો અને વરિષ્ઠ નાગરિકોને જરૂરી સેવાઓ માટે અમદાવાદ જવાની જરૂર નહીં રહે. સ્થાનિક સ્તરે જ સુવિધાઓ ઉપલબ્ધ થતાં તેમની મુશ્કેલીઓમાં મોટો ઘટાડો થશે અને સાચા અર્થમાં દિવ્યાંગજન સેવા કાર્યને વેગ મળશે. તેમણે કેન્દ્ર સરકારને આ માંગ પર સકારાત્મક વિચારણા કરી વહેલી તકે નિર્ણય લેવા અપીલ કરી છે.
    Click here to Read More
    Previous Article
    લોકોને 300 મીટરનું ચક્કર કાપવું પડશે અને અકસ્માતનો ખતરો વધુ‎:ગોઝારિયાથી GIDC તરફના માર્ગ પર અંડરપાસ ન હોવાથી ગ્રામજનો હેરાન
    Next Article
    વહેલી સવારે તંત્રેએ દરોડો પાડ્યો:થાનગઢ વિસ્તારમાંથી ગેરકાયદેસર ફાયરક્લે, સફેદ માટીનો જથ્થો ઝડપાયો: 30લાખનો મુદ્દામાલ જપ્ત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment