Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાટણમાં 21.66 લાખના ખર્ચે નવી પાઇપલાઇન નખાશે:25થી વધુ સોસાયટીમાં પાણીની સમસ્યાનો હલ આવશે

    19 hours ago

    પાટણ શહેરના ઝડપથી વિસ્તરી રહેલા રહેણાંક વિસ્તારોમાં પીવાના પાણીની સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા નગરપાલિકા દ્વારા પદ્મનાથ ચોકડીથી યશધામ રોડ વિસ્તાર પર આવેલી 25થી વધુ સોસાયટીઓના હજારો રહીશોને પૂરતા પ્રેશરથી શુદ્ધ પાણી મળી રહે તે માટે 21.66 લાખથી વધુના ખર્ચે નવી પાઇપલાઇન નાખવાનું શરૂ કરાયું છે. સરકારની સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના (MMSVY 2025-26) હેઠળ મંજૂર થયેલા આ પ્રોજેક્ટથી વર્ષો જૂની પાણીની તંગી અને ઓછા પ્રેશરની સમસ્યા કાયમ માટે ઉકેલાઈ જશે. ચીફ ઓફિસર દ્વારા મંજૂર કરાયેલા શેડ્યુલ-બી મુજબ આ પ્રોજેક્ટ બે ભાગમાં વહેંચાયો છે. જેમાં પ્રથમ તબક્કામાં પદ્મનાથ ચોકડી, યશધામથી નંદનવન સોસાયટી સુધી ₹9.96 લાખ અને બીજા તબક્કામાં યશધામથી યશ કોમ્પ્લેક્સ થઈ જય અંબે ધામ સુધી ₹11.70 લાખના ખર્ચે લાઇન નંખાશે. જેસીબી અને શ્રમિકો દ્વારા પાઇપો પાથરવાનું કામ પુરજોશમાં ચાલી રહ્યું છે, જે આગામી થોડા જ દિવસોમાં પૂર્ણ કરી પાણી પુરવઠો શરૂ કરી દેવાશે. કયા વિસ્તારોમાં પાણીની સમસ્યા હલ થશે પદ્મનાથ ચોકડી, યશધામ રોડ, નંદનવન સોસાયટી, યશ કોમ્પ્લેક્સ તેમજ જય અંબે ધામ વિસ્તારની 25થી વધુ સોસાયટીઓ અને કોમ્પ્લેક્સમાં રહેતા હજારો પરિવારોને હવેથી પૂરતા પ્રેશરથી શુદ્ધ પીવાનું પાણી મળશે.
    Click here to Read More
    Previous Article
    કબડ્ડીમાં કાંસાની દીકરીઓનો ડંકો:ધૂળિયા મેદાનમાં પ્રેક્ટિસ કરીને કબ્ડ્ડીમાં ચેમ્પિયન
    Next Article
    પંપો ઉપર ઈંધણની ગુણવત્તા જાળવવા સૂચના‎:પેટ્રોલ પંપો પર વોટર સોલ્યુબલ પેસ્ટથી સ્ટોરેજ ટેન્કમાં પાણીની હાજરી ચકાસી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment