Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કબડ્ડીમાં કાંસાની દીકરીઓનો ડંકો:ધૂળિયા મેદાનમાં પ્રેક્ટિસ કરીને કબ્ડ્ડીમાં ચેમ્પિયન

    20 hours ago

    મજબૂત મનોબળ, તીક્ષ્ણ રણનીતિ અને ગ્રામીણ વિરાસતના જોરે કાંસા હાઈસ્કૂલની દીકરીઓએ રમતગમતના મેદાનમાં બાજી મારી છે. પાટણ મુકામે યોજાયેલી SGFI શાળાકીય અન્ડર-17 બહેનોની જિલ્લા કક્ષાની કબડ્ડી સ્પર્ધામાં એસ.પી. ઠાકોર સર્વોદય વિદ્યાલય, કાંસા (સરસ્વતી)ની દીકરીઓની ટીમે પોતાનું અપ્રતિમ કૌશલ્ય દાખવીને સમગ્ર જિલ્લામાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરી ચેમ્પિયન બની હતી. મેદાન પર વિસલ વાગતાની સાથે જ કાંસાની બહેનોએ આક્રમક રમત અને શાનદાર ટેકલિંગથી હરીફ ટીમો પર દબાણ બનાવી દીધું હતું. સ્પર્ધાની પ્રથમ મેચમાં જ સરસ્વતીની ટીમે રાધનપુર તાલુકાને 11–4 થી હરાવી 7 પોઈન્ટથી જીતનો બોહની કરી હતી. ત્યારબાદ સેમિફાઇનલમાં પોતાની પકડ વધુ મજબૂત કરતા ચાણસ્મા તાલુકાની ટીમને 25–10ના જંગી સ્કોરથી 15 પોઈન્ટના મોટા માર્જિનથી ફાઇનલમાં પ્રવેશી હતી. રોમાંચક ફાઇનલ મુકાબલામાં કાંસાની દીકરીઓએ રેડિંગ અને ડિફેન્સનું શ્રેષ્ઠ સંતુલન દર્શાવતા સિદ્ધપુર તાલુકાની ટીમને 15–9 ના સ્કોરથી (6 પોઈન્ટના અંતરથી) માત આપી જિલ્લા ચેમ્પિયનની ટ્રોફી પોતાના નામે કરી લીધી હતી. ગ્રામીણ વિસ્તારમાંથી આવતી આ બહેનો હવે રાજ્ય કક્ષાની SGFI સ્પર્ધામાં પાટણ જિલ્લાનું પ્રતિનિધિત્વ કરશે.આ ઐતિહાસિક વિજય બદલ શાળાના આચાર્ય દશરથભાઈ મોદી, સંચાલક કેશાજી ઠાકોર અને માર્ગદર્શક શિક્ષકો સહિત સમગ્ર વિદ્યાલય પરિવારે વિજેતા ખેલાડી દીકરીઓને પ્રોત્સાહિત કરી તેમને જીતને બિરદાવી હતી.
    Click here to Read More
    Previous Article
    ઊંઝા ખાતે પ્રાદેશિક મ્યુનિસિપલ કમિશનરની ઉપસ્થિતિમાં વર્કશોપ યોજાયો‎:ઘન કચરા નિકાલ માટે પાલિકાના ચૂંટાયેલા ‎પદાધિકારીઓની પણ જવાબદારી રહેશે‎
    Next Article
    પાટણમાં 21.66 લાખના ખર્ચે નવી પાઇપલાઇન નખાશે:25થી વધુ સોસાયટીમાં પાણીની સમસ્યાનો હલ આવશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment