Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ઊંઝા ખાતે પ્રાદેશિક મ્યુનિસિપલ કમિશનરની ઉપસ્થિતિમાં વર્કશોપ યોજાયો‎:ઘન કચરા નિકાલ માટે પાલિકાના ચૂંટાયેલા ‎પદાધિકારીઓની પણ જવાબદારી રહેશે‎

    21 hours ago

    પાટણ શહેર અને સમગ્ર રાજ્યમાં ઘન કચરાના સાયન્ટિફિક નિકાલ માટે પાટણ પાલિકાની સ્વચ્છતા શાખા તથા સ્વચ્છ ભારત મિશન હેઠળ એક સુવ્યવસ્થિત આયોજન હાથ ધરાઈ રહ્યું છે. આ સંદર્ભે ઊંઝાના સરદાર પટેલ ટાઉન હોલ ખાતે પ્રાદેશિક મ્યુનિસિપલ કમિશનર બી. એમ.પટેલની ઉપસ્થિતિમાં એક ઉચ્ચ સ્તરીય વિશેષ વર્કશોપ યોજાયો હતો,જેમાં પાટણ અને ઊંઝા પાલિકાના અધિકારીઓ, પદાધિકારીઓ તથા ચૂંટાયેલા સદસ્યોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. વર્કશોપમાં સુપ્રીમ કોર્ટના નવા દિશા-નિર્દેશો ટાંકીને સ્પષ્ટ કરવામાં આવ્યું હતું કે,કચરા વ્યવસ્થાપનની જવાબદારી માત્ર સરકારી અધિકારીઓની નથી પરંતુ ચૂંટાયેલા કોર્પોરેટરોની પણ એટલી જ છે. નગરસેવકોએ પોતાના વોર્ડમાં જાગરૂકતા લાવી લોકોને સ્રોત પરથી જ કચરો અલગ કરવા પ્રેરિત કરવા પડશે. ચાર શ્રેણીમાં વર્ગી કરણ ફરજિયાત સૂકો કચરો: પ્લાસ્ટિક, કાગળ અને પૂંઠા ભીનો કચરો: રસોડાનો અને જૈવિક કચરો સેનિટરી વેસ્ટ: વપરાયેલા પેડ્સ અને ડાયપર્સ સ્પેશિયલ કેર વેસ્ટ: કાચની બોટલો દૈનિક 100 કિલોથી વધુ કચરો ઉત્પન્ન કરતી ‎સંસ્થાઓએ જાતે જ પ્રોસેસિંગ કરવાનો રહેશે‎ દૈનિક 100 કિલોથી વધુ કચરો ઉત્પન્ન કરતી સંસ્થાઓએ ઓનલાઈન ‎પોર્ટલ પર નોંધણી કરાવી પોતાનો કચરો જાતે જ પ્રોસેસ કરવાનો ‎રહેશે. યોગ્ય રીતે કચરો અલગ આપનાર નાગરિકો અને‎ સોસાયટીઓને સ્થાનિક વેરામાં રાહત અથવા ભેટ આપવાની સ્માર્ટ‎ પ્રોત્સાહન સ્કીમ પણ વિચારાધીન છે. એકત્રિત પ્લાસ્ટિકમાંથી જાહેર ‎જગ્યાઓ માટે બેન્ચીસ બનાવવામાં આવશે તેમજ કચરામાંથી RDF બનાવી કોલસાના વિકલ્પ તરીકે ઉપયોગ કરાશે. પાટણ નગરપાલિકા‎ દ્વારા ઓગસ્ટ માસથી વહીવટી પ્રક્રિયા શરૂ કરી ઓક્ટોબરથી આ નવી ‎પ્રણાલીનું અમલીકરણ શરૂ થઈ શકે છે.‎
    Click here to Read More
    Previous Article
    પ્રમુખને રજૂઆત:પાટણ શહેરમાં યશવિહાર સોસાયટીમાં રખડતા શ્વાનનો ત્રાસ
    Next Article
    કબડ્ડીમાં કાંસાની દીકરીઓનો ડંકો:ધૂળિયા મેદાનમાં પ્રેક્ટિસ કરીને કબ્ડ્ડીમાં ચેમ્પિયન

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment