Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પ્રમુખને રજૂઆત:પાટણ શહેરમાં યશવિહાર સોસાયટીમાં રખડતા શ્વાનનો ત્રાસ

    22 hours ago

    પાટણ શહેરમાં છેલ્લા કેટલાક સમયથી રખડતા શ્વાનનો ત્રાસ અસહ્ય બની ગયો છે. તાજેતરમાં શહેરની યશવિહાર સોસાયટીમાં રખડતા શ્વાને સોસાયટીના રહીશોને કરડવાની ગંભીર ઘટના સામે આવતાં જ ભય અને આક્રોશનો માહોલ સર્જાયો હતો. આ ઘટનાથી રોષે ભરાયેલા સોસાયટીના પુરુષો અને મહિલાઓ મોટી સંખ્યામાં એકઠા થઈ શુક્રવારે સાંજે પાટણ નગરપાલિકા ખાતે પ્રમુખ ચંદ્રિકાબેન રાવળને રજૂઆત કરી હતી. પ્રમુખે મામલે યોગ્ય અને શક્ય તમામ કાર્યવાહી કરવાની ખાતરી આપી હતી. સ્થાનિક રહીશોએ જણાવ્યું હતું કે અમે સાંજના સમયે બાળકોને ઘરની બહાર રમવા મોકલતા પણ ડરીએ છીએ.લોકોને શ્વાને કરડ્યા પછી અમારું બહાર નીકળવું મુશ્કેલ બની ગયું છે. નોંધનીય છે કે સુપ્રીમ કોર્ટ અને ABC (એનિબલ બર્થ કન્ટ્રોલ) નિયમો મુજબ, રખડતા શ્વાનોને મારી શકાતા નથી કે કોઈ વિસ્તારમાંથી કાયમી ધોરણે ખસેડી શકાતા નથી. તંત્ર દ્વારા માત્ર તેઓનું ખસીકરણ (Sterilization) અને એન્ટી-રેબીઝ રસીકરણ કરીને તેમને ફરી એ જ વિસ્તારમાં છોડવાના રહે છે. જો શ્વાન હડકાયું કે અતિ આક્રમક હોય, તો જ તેને અલગ આશ્રયસ્થાનમાં રાખી શકાય છે.
    Click here to Read More
    Previous Article
    ફરીથી રસ્તા ઉપર અડચણરૂપ બનતા સીધી ફરિયાદ દાખલ:ચાણસ્મામાં રસ્તા ઉપર લારીઓ ઉભી રાખતા 9 ફેરિયા સામે પોલીસે ફરિયાદ
    Next Article
    ઊંઝા ખાતે પ્રાદેશિક મ્યુનિસિપલ કમિશનરની ઉપસ્થિતિમાં વર્કશોપ યોજાયો‎:ઘન કચરા નિકાલ માટે પાલિકાના ચૂંટાયેલા ‎પદાધિકારીઓની પણ જવાબદારી રહેશે‎

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment