Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    હિંમતનગર:મહેતાપુરા-ન્યૂ મહાવીરનગરને જોડતો બ્રિજ નવરાત્રિ સુધીમાં શરૂ થઇ જશે

    1 day ago

    હિંમતનગરના મહેતાપુરા અને મહાવીર ખેડતસીયા રોડને જોડતાં તથા વિજાપુર મહેસાણા ઇડર સાથે સીધું જોડાણ ધરાવતા હાથમતી નદી પર બની રહેલ મહેતાપુરા ન્યૂ મહાવીરનગર બ્રિજના પૂર્વ એપ્રોચની જમીન સંપાદન અને વળતર અંગેની પ્રક્રિયા ચાલુ થઈ જતાં તમામ અંતરાય દૂર થયા છે. પૂર્વ તરફના એપ્રોચનું કામ 15-20 દિવસમાં પૂર્ણ થઈ જશે. પરંતુ બ્રિજની સુવિધા માટે ચોમાસાને કારણે ડામરનું કામ સંભવ ન હોવાથી નવરાત્રિ સુધી રાહ જોવી પડશે. ​હિંમતનગર શહેરમાં ટ્રાફિકની સમસ્યા દૂર કરવા મહેતાપુરાથી મહાવીરનગરને સીધું જોડવા હાથમતી નદી પર અને પાંચબતી સર્કલ નજીક ફાટક ઉપર ઓવરબ્રિજ બનાવવા ચાર વર્ષ અગાઉ બે પ્રોજેક્ટ અમલી બનાવ્યા હતા. તેમાં પાંચબતી સર્કલ દુર્ગા ઓવરબ્રિજને હાર્ડરોકને કારણે બનાવવામાં સમય વેડફાયો તો મોતીપુરા-ન્યૂ મહાવીરનગરને જોડતા બ્રિજનું ઝડપી કામ થવા છતાં એક વર્ષ જેટલો સમય વેડફાઈ ગયો. કારણ કે બ્રિજના પૂર્વ છેડે ઉતરતા એપ્રોચ રોડની જે જમીન હતી, તે જમીન માલિકો શરૂઆતથી જ બૂમ પાડી રહ્યા હતા પરંતુ કોઈ સાંભળતું ન હતું. જ્યારે એપ્રોચનું કામ ચાલુ થયું ત્યારે ન છૂટકે ખેડૂતોએ ફેન્સીંગ કર્યું ત્યારથી કામ ખોરંભે પડ્યું હતું. ​ચીફ ઓફિસર ઉપેન્દ્ર ગઢવીએ જણાવ્યું કે જમીન માલિકો સાથે કલેક્ટરે બેઠક કરી જમીન સંપાદન અને વળતરની પ્રક્રિયા ચાલુ કરી હોવા અંગે વિસ્તૃત માહિતી આપી સંતુષ્ટ કરતાં હવે જમીન માલિકો એપ્રોચ રોડનું કામ ચાલુ કરવા માટે તૈયાર થયા છે અને એપ્રોચની કામગીરી ચાલી રહી છે. આગામી 15 થી 20 દિવસમાં એપ્રોચ રોડ તૈયાર થઈ જશે તેવું મનાઈ રહ્યું છે. આર એન્ડ બી ના એક્ઝિક્યુટિવ એન્જિનિયર રચીત ધ્રુવે જણાવ્યું કે આગામી બે-ત્રણ સપ્તાહમાં એપ્રોચનું કામ પૂરું થઈ જશે. ડામર રોડ બનાવવા એપ્રોચમાં કરેલ પુરાણમાં ભેજ ન હોવો જોઈએ. વરસાદ બંધ થયા પછી જ ડામર રોડનું કામ મોટાભાગે શક્ય બનશે. એપ્રોચ રોડનું કામ શરૂ થતાં મોટો અંતરાય દૂર થયો છે અને સાઇડની આરસીસી વોલ, બંને એપ્રોચનું પુરાણ, ડામર રોડ, બ્રિજનું પૂર્ણ કલરકામ, વીજપોલ લગાવવા, ફાઇનલ ફિનિશિંગ બધું પૂરું થતા પોણા બે મહિનો જેટલો સમય લાગી શકી છે મહદ્ અંશે નવરાત્રિમાં વાહનચાલકો આ બ્રિજની સુવિધા મળી જશે તેમ મનાઇ રહ્યું છે.
    Click here to Read More
    Previous Article
    ખેડબ્રહ્માના દિગ્થલીના યુવકે યુવતીને મારતાં ફરિયાદ નોંધાઇ‎:ઇડરની યુવતી ગર્ભવતી હોવા છતાં સાસરિયાઓએ કાઢી મૂકી
    Next Article
    ફરીથી રસ્તા ઉપર અડચણરૂપ બનતા સીધી ફરિયાદ દાખલ:ચાણસ્મામાં રસ્તા ઉપર લારીઓ ઉભી રાખતા 9 ફેરિયા સામે પોલીસે ફરિયાદ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment