Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    શનિવારનું રાશિફળ:તુલા રાશિ માટે રોકાણ કરવાનો ઉત્તમ સમય, મકર રાશિની મિલકત સંબંધિત ઈચ્છાઓ પૂરી થશે

    2 days ago

    ગુજરાતી પંચાંગ અનુસાર, 08 ઓગસ્ટ 2026, શનિવારના રોજ અષાઢ વદ દશમ/અગિયારસ ​​છે. આ દિવસની ચંદ્ર રાશિ વૃષભ છે. રાહુકાળ સવારે 09:31થી 11:08 સુધી રહેશે. જ્યોતિષી ડૉ. અજય ભામ્બીના મતે 12 રાશિ માટે દિવસ કેવો રહેશે, એ તમારી રાશિ પ્રમાણે જાણી લો… પોઝિટિવ: આજે કોઈ ખાસ મિત્ર દ્વારા મોટી સમસ્યાનો ઉકેલ મળશે. આ સમયે તમારી કામ કરવાની ધગશ અને ઉત્સાહ તમને અદ્ભુત સફળતા અપાવશે. રસપ્રદ અને જ્ઞાનવર્ધક સાહિત્યમાં પણ તમારી રુચિ રહેશે. ધાર્મિક અને સામાજિક પ્રવૃત્તિઓમાં પણ મન લાગશે. નેગેટિવ: રૂપિયા-પૈસાના મામલે કોઈના પર પણ આંખ બંધ કરીને વિશ્વાસ ન કરો. કોઈ નજીકના સંબંધી સાથે કોઈ બાબતે મનદુઃખ થવાથી સંબંધોમાં ખટાશ આવશે. કોઈ ધાર્મિક સ્થળે અથવા એકાંતમાં સમય વિતાવવાથી તમને આ સમસ્યામાંથી રાહત મળશે. વ્યવસાય: વ્યવસાયને લઈને મુસાફરી થશે. તમારા કામની ગુણવત્તા સાથે કોઈ સમજૂતી ન કરો અને એ વાતનું ખાસ ધ્યાન રાખો કે તમારા બિઝનેસ સિક્રેટ્સ લીક ન થાય. ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં રસ ન લો. નોકરીયાતોને તેમની કાર્યશૈલીના કારણે પ્રશંસા મળશે. લવ: જીવનસાથી અને બાળકો સાથે મનોરંજન વગેરેના કાર્યક્રમ બનાવો. પાર્ટનર સાથે મુલાકાતની તક મળશે. સ્વાસ્થ્ય: યોગ્ય આહાર અને આરામ લેવો પણ જરૂરી છે. થાક અને શરીરના દુખાવા જેવી સ્થિતિ રહેશે. લકી કલર: કેસરી લકી નંબર: 2 પોઝિટિવ: સ્થિતિ સાનુકૂળ બની રહી છે. પરંતુ યોગ્ય સમયનો સાચો ઉપયોગ કરવો તમારી ક્ષમતા પર પણ આધાર રાખે છે. મહિલાઓ તેમની સગવડ મુજબ તેમની વ્યક્તિગત અને વ્યાવસાયિક પ્રવૃત્તિઓ સારી રીતે નિભાવશે અને તેમના લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે સખત મહેનત કરશે. નેગેટિવ: ક્ષમતા કરતા વધુ કાર્યભાળ અને જવાબદારીઓ તમારા પર ન લો. તમારી સિદ્ધિઓને કારણે કેટલાક લોકો તમારા પ્રત્યે ઈર્ષ્યાની લાગણી અનુભવી શકે છે. પરંતુ દરેક બાબતને અવગણો. તમારા કામ પર જ ધ્યાન આપો. વ્યવસાય: વ્યવસાયમાં સ્ટાફ સંબંધિત ચાલી રહેલી સમસ્યાઓ દૂર થશે અને પ્રવૃત્તિઓ આગળ વધશે. બિઝનેસમાં નવો કરાર થઈ શકે છે. પરંતુ તેની શરતોનો ધ્યાનપૂર્વક અભ્યાસ ચોક્કસ કરો. નોકરી મેળવવા પ્રયત્નશીલ યુવાનો માટે સારી તકો બની રહી છે. લવ: પારિવારિક વાતાવરણ ખુશનુમા રહેશે. જીવનસાથી સાથે સુખદ સમય પસાર થશે. પ્રેમ સંબંધોમાં પણ નિકટતા આવશે. સ્વાસ્થ્ય: મહિલાઓએ ખાસ કરીને પોતાના સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત રહેવું અને વર્તમાન હવામાનથી પોતાનું રક્ષણ કરવું. માઇગ્રેન અને માથાના દુખાવાની સમસ્યાથી બચવા માટે દિનચર્યા વ્યવસ્થિત રાખવી જરૂરી છે. લકી કલર: પીળો લકી નંબર: 9 પોઝિટિવ: વ્યસ્ત દિનચર્યામાંથી થોડો સમય આધ્યાત્મિક પ્રવૃત્તિઓ માટે ચોક્કસ કાઢો, આનાથી તમે તમારી અંદર શાંતિ અને સકારાત્મક ઊર્જા અનુભવશો. ઘરના નવીનીકરણ અથવા જાળવણી સંબંધિત કાર્યોમાં વાસ્તુ નિયમોનો ઉપયોગ ચોક્કસ કરો. નેગેટિવ: કોઈપણ પ્રકારના ગેરકાયદેસર કામમાં રસ લેવો એ તમારા અપમાનનું કારણ બની શકે છે. વિદ્યાર્થીઓ અને યુવાનોએ ગેરમાર્ગે દોરનારા મિત્રો અને પ્રવૃત્તિઓથી દૂર રહેવું. નહીંતર તેનાથી તેમનો અભ્યાસ અને કારકિર્દી ખોરવાઈ શકે છે. વ્યવસાય: કોઈપણ પ્રકારની ભાગીદારી કરતા પહેલા તેના વિશે વિચારવામાં થોડો વધુ સમય વિતાવવાની જરૂર છે. આ સમયે નાણાકીય બાબતોમાં સુધારો થશે. નોકરી સંબંધિત કાર્યોમાં સ્થિતિ સામાન્ય રહેશે. અત્યારે કોઈ ખાસ પરિસ્થિતિઓ બની રહી નથી. લવ: પતિ-પત્ની વચ્ચે અહમના કારણે તણાવ ઉત્પન્ન થઈ શકે છે. પ્રેમ સંબંધોમાં નિકટતા જળવાઈ રહેશે. સ્વાસ્થ્ય: ગળું ખરાબ થઈ શકે છે, જેના કારણે તાવ પણ અનુભવાશે. બેદરકારી ન દાખવો અને પૂરી સારવાર લો. લકી કલર: ગુલાબી લકી નંબર: 6 પોઝિટિવ: વરિષ્ઠ અને અનુભવી લોકો સાથે નવી યોજના પર ગંભીરતાથી ચર્ચા થશે અને યોગ્ય નિષ્કર્ષ પણ આવશે. તમે તમારા આત્મવિશ્વાસ અને મનોબળ દ્વારા કોઈ ચોક્કસ લક્ષ્ય પ્રાપ્ત કરવામાં સક્ષમ બનશો. વિદ્યાર્થીઓની પોતાના અભ્યાસ સંબંધિત કોઈ સમસ્યા પણ દૂર થશે. નેગેટિવ: ધ્યાન રાખો કે ખરીદી દરમિયાન તમારી સાથે છેતરપિંડી થઈ શકે છે અથવા તમે કેટલીક અનાવશ્યક વસ્તુઓ પર પણ ખર્ચ કરશો. યુવાનોએ આળસને પોતાના પર હાવી ન થવા દેવી, તેના કારણે તમારું કોઈ મહત્વપૂર્ણ કામ રહી પણ શકે છે. વ્યવસાય: કારોબારી બાબતોમાં થોડી ઉતાર-ચઢાવની સ્થિતિ રહેશે, પરંતુ આ સમયે તણાવ લેવાને બદલે ધીરજ અને શાંતિથી ઉકેલ શોધો. ભાગીદારીને લઈને કેટલીક નવી યોજનાઓ બની શકે છે. નોકરીયાતોએ ધ્યાન રાખવું કે ઉચ્ચ અધિકારીઓ સાથેના સંબંધોમાં તણાવ ન આવે. લવ: પારિવારિક બાબતોમાં વધુ દખલગીરી ન કરો. આનાથી સંબંધો ખુશનુમા રહેશે. પ્રેમી-પ્રેમિકાએ સંબંધો મધુર રાખવા માટે એકબીજા માટે સમય ચોક્કસ કાઢવો. સ્વાસ્થ્ય: સ્વાસ્થ્ય ઉત્તમ રહેશે. તમારી યોગ્ય દિનચર્યા અને ખાવા-પીવાની આદતો તમને સ્વસ્થ અને ઊર્જાવાન રાખશે. લકી કલર: લાલ લકી નંબર: 9 પોઝિટિવ: ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. તમે તમારી મહેનતથી પરિસ્થિતિઓને ઘણી હદ સુધી તમારા અનુકૂળ બનાવી શકશો. પ્રોપર્ટી સંબંધિત બાબતોમાં પણ યોગ્ય પરિણામ મળશે. ધર્મ-કર્મના કામોમાં તમારો ઉત્સાહ જળવાઈ રહેશે. નેગેટિવ: નકામા વાદ-વિવાદ અથવા નકારાત્મક બાબતોને અવગણો, કારણ કે આનાથી સંબંધો બગડવા સિવાય બીજું કંઈ પ્રાપ્ત થશે નહીં. સાથે જ જલ્દી સફળતા મેળવવાની લાલચમાં ગેરકાયદેસર કામોમાં હાથ નાખવો યોગ્ય નથી. જ્ઞાનવર્ધક માહિતી મેળવવા તરફ પણ ધ્યાન આપો. વ્યવસાય: આ સમય ખૂબ મહેનત કરવાનો અને સાવધ રહેવાનો છે. વ્યાવસાયિક પ્રવૃત્તિઓ પ્રત્યે બેદરકારી બિલકુલ ન દાખવવી. તમારો જનસંપર્ક વધારો. નોકરીમાં ક્લાયન્ટ પ્રત્યે મધુર વ્યવહાર અને સંયમ રાખવો ખૂબ જ જરૂરી છે. લવ: દાંપત્ય સંબંધોમાં ચાલી રહેલી સમસ્યાનો શાંતિપૂર્ણ રીતે ઉકેલ લાવો, જેથી તેની નકારાત્મક અસર પરિવારની વ્યવસ્થા પર ન પડે. સ્વાસ્થ્ય: મહિલાઓએ પોતાના સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત રહેવું. કોઈ પ્રકારનું ઈન્ફેક્શન થઈ શકે છે. સમયસર સારવાર લેવી જરૂરી છે. લકી કલર: વાદળી લકી નંબર: 3 પોઝિટિવ: દિવસની શરૂઆતમાં જ તમારા મહત્વપૂર્ણ કામ સંબંધિત યોજનાઓ બનાવી લો. કારણ કે બપોર પછી પરિસ્થિતિઓ તમારા પક્ષમાં ખૂબ જ અનુકૂળ છે, તમારા કામ આપોઆપ બનવા લાગશે. સંતાન સંબંધિત કોઈ શુભ સમાચાર મળવાથી મનમાં પ્રસન્નતા રહેશે. નેગેટિવ: પરંતુ ઓવર-કોન્ફિડન્સ અને અહમના કારણે મિત્રો સાથેના સંબંધો બગડી શકે છે. પરિવાર અને ઘરના વડીલોને પણ તમારી સંભાળની જરૂર છે. તેથી તેમનું પણ ધ્યાન રાખો. વિદ્યાર્થીઓને કોઈ વિષયમાં મુશ્કેલી આવી શકે છે. ભાઈઓ સાથે મધુર સંબંધો જાળવી રાખવા તમારી જવાબદારી રહેશે. વ્યવસાય: વ્યવસાયિક સ્થળ પર અત્યારે કોઈ પણ પ્રકારનો ફેરફાર કરવો યોગ્ય નથી. મુશ્કેલીના સમયે અનુભવી લોકોનું માર્ગદર્શન લેવું યોગ્ય રહેશે. વિદેશ સંબંધિત વ્યવસાયમાં કેટલીક મુશ્કેલીઓ આવશે. કોઈ પણ સરકારી કામમાં તમારા અધિકારીઓની મદદ ચોક્કસ લો. લવ: દાંપત્ય સંબંધોમાં મધુરતા રહેશે. પરિવારમાં પણ ખુશનુમા અને સુખદ વાતાવરણ જળવાઈ રહેશે. સ્વાસ્થ્ય: સાંધાના દુખાવાની સ્થિતિ વધી શકે છે. મહિલા વર્ગે પોતાના સ્વાસ્થ્ય પ્રત્યે વિશેષ જાગૃત રહેવું. લકી કલર: પીળો લકી નંબર: 1 પોઝિટિવ: ઘરની જાળવણી અથવા સુધારણા સંબંધિત કેટલીક પ્રવૃત્તિઓ થશે. મહત્વપૂર્ણ પ્રોજેક્ટ્સમાં પૈસા રોકવાથી ભવિષ્યમાં ખૂબ જ ફાયદો થશે. નજીકના સંબંધીઓને મળવાની તક મળશે. સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહેલા વિદ્યાર્થીઓને સફળતા મળવાની તકો છે. નેગેટિવ: સ્વજનો સાથે વિવાદમાં ન પડો નહિતર સંબંધોમાં તિરાડ આવશે. ક્યારેક આળસના કારણે તમારા કામમાં અડચણ પણ આવી શકે છે. કોઈપણ પ્રકારની દ્વિધાની સ્થિતિમાં અનુભવી વ્યક્તિની સલાહ તમારા માટે યોગ્ય રહેશે. વ્યવસાય: વ્યવસાયિક વિકાસ માટે કોઈ પ્રભાવશાળી વ્યક્તિનો સાથ અને માર્ગદર્શન તમારા માટે ફાયદાકારક રહેશે. દિવસના ઉત્તરાર્ધમાં તમને કોઈ સારી ઓફર પણ મળી શકે છે. રિયલ એસ્ટેટ સાથે સંકળાયેલા લોકોને કોઈ મોટી ડીલ થવાની સારી શક્યતા છે. લવ: પરિવારના સભ્યો વચ્ચે સૌહાર્દપૂર્ણ વાતાવરણ જળવાઈ રહેશે. પ્રેમ સંબંધોને વધુ સારા બનાવવા માટે પાર્ટનર સાથે ક્વોલિટી ટાઈમ વિતાવો. સ્વાસ્થ્ય: ઈજા થવાની સ્થિતિ બની રહી છે. આ સમયે ખૂબ જ સાવધાની રાખવાની જરૂર છે. લકી કલર: ગુલાબી લકી નંબર: 5 પોઝિટિવ: દૈનિક દિનચર્યામાંથી રાહત મેળવવા માટે ધાર્મિક અને આધ્યાત્મિક પ્રવૃત્તિઓ તરફ તમારો ઝુકાવ રહેશે, જેનાથી તમે સકારાત્મક ઊર્જા અનુભવશો. તમારો સિદ્ધાંતવાદી દ્રષ્ટિકોણ તમને સમાજમાં સન્માનિત રાખશે. વિદ્યાર્થીઓ અને યુવાનોને તેમની મહેનત અનુસાર પરિણામ પણ મળશે. નેગેટિવ: ક્યારેક તમારો ક્રોધ અને ઉતાવળ તમારા માટે મુશ્કેલીઓ ઊભી કરે છે. વાતાવરણ નકારાત્મક બની જાય છે. તમારા વ્યવહારને સંયમિત રાખો, જેથી ઘરનું વાતાવરણ ન બગડે. બાળકો સાથે થોડો સમય વિતાવવાથી તેમનું મનોબળ વધશે. વ્યવસાય: વ્યવસાયમાં સારો નફો થવાની શક્યતા છે. પરંતુ તમારા કર્મચારીઓ અને સ્ટાફની પ્રવૃત્તિઓની અવગણના ન કરો. તમારા વ્યવસાયમાં કોઈ બહારની વ્યક્તિનો હસ્તક્ષેપ પણ ન થવા દો. ઓફિશિયલ પ્રવૃત્તિઓ વ્યવસ્થિત રહેશે. લવ: પરિવારમાં પરસ્પર સુમેળના અભાવે તણાવ ઉત્પન્ન થઈ શકે છે. શિસ્ત રાખવી જરૂરી છે. પ્રેમ સંબંધોમાં મધુરતા રહેશે. સ્વાસ્થ્ય: નકારાત્મક વાતાવરણની અસરથી બચવા માટે રોગપ્રતિકારક શક્તિ મજબૂત રાખો. તેમજ આયુર્વેદનો વધુમાં વધુ ઉપયોગ કરો. લકી કલર: વાદળી લકી નંબર: 4 પોઝિટિવ: આજે તમારા પર કેટલીક નવી જવાબદારીઓ આવશે અને વધુ કાર્યભાર રહેશે, પરંતુ ટૂંક સમયમાં તેના શુભ પરિણામો મળવાથી માનસિક શાંતિ પણ જળવાઈ રહેશે. ક્યાંકથી અટકેલું પેમેન્ટ મળી શકે છે. કોઈ મનોરંજક પ્રવાસ પણ શક્ય છે. નેગેટિવ: આ સમયે તમારી લાગણીઓ પર કાબૂ રાખવો જરૂરી છે. પરંતુ કેટલીક જૂની નકારાત્મક બાબતો સામે આવવાથી નજીકના સંબંધી સાથે સંબંધ બગડી શકે છે. તેથી તમારા વિચારો પર ધ્યાન આપતા રહો. વિદ્યાર્થીઓ પણ તેમના અભ્યાસ પર ધ્યાન કેન્દ્રિત કરી શકશે નહીં. વ્યવસાય: વ્યવસાયના વિસ્તરણ સંબંધિત કોઈપણ કાર્ય આજે સ્થગિત રાખો. કારણ કે અત્યારે પરિસ્થિતિ સાનુકૂળ નથી. મિલકત સંબંધિત કાર્યોમાં પેપર વર્ક ખૂબ જ કાળજીપૂર્વક કરો. થોડીક સાવધાની તમને ખૂબ મોટી મુશ્કેલીમાંથી બચાવી શકે છે. ઓફિસમાં વ્યવસ્થિત વાતાવરણ રહેશે. લવ: ઘરમાં ખુશી અને ચહલપહલનું વાતાવરણ રહેશે. કોઈ માંગલિક કાર્ય સંબંધિત તૈયારીઓ જોરશોરથી થશે. સ્વાસ્થ્ય: વર્તમાન વાતાવરણમાં પોતાની સંભાળ રાખવી ખૂબ જ જરૂરી છે. લકી કલર: બદામી લકી નંબર: 2 પોઝિટિવ: જો મિલકત સંબંધિત કોઈ પ્રવૃત્તિ ચાલી રહી હોય, તો આજે તમારી ઈચ્છા પૂરી થઈ શકે છે. વરિષ્ઠ સભ્યોના માર્ગદર્શન અને સલાહને અનુસરવું તમારા માટે ફાયદાકારક રહેશે. નાણાકીય સ્થિતિમાં સુધારો થશે. વિદ્યાર્થીઓ તેમના કોઈ પ્રોજેક્ટને લઈને ઉત્સાહિત રહેશે. નેગેટિવ: ધ્યાન રાખો કે આ બધી પ્રવૃત્તિઓ વચ્ચે તમારું કોઈ મહત્વપૂર્ણ કામ અધૂરું પણ રહી શકે છે. તમારા વ્યક્તિગત કાર્યોની અવગણના ન કરો. ઘરના ખર્ચનું સંતુલિત બજેટ બનાવવું જરૂરી છે. નહિતર નાણાકીય મુશ્કેલીમાં મુકાઈ શકો છો. વ્યવસાય: કારોબારી બાબતોમાં થોડી ઉથલપાથલ રહેશે, પરંતુ સમય જતાં સમસ્યાઓનો ઉકેલ પણ મળી જશે. તમારી યોજનાઓ ગુપ્ત રાખો, નહિતર કોઈ કારણોસર મિલકત સંબંધિત મોટી ડીલ કેન્સલ થઈ શકે છે. ઓફિસનું વાતાવરણ શાંતિપૂર્ણ રહેશે. લવ: પતિ-પત્નીનો પરસ્પર સુમેળ અને પ્રેમ ભાવ ઘરના વાતાવરણને ખુશનુમા બનાવશે. અવિવાહિત લોકો માટે પણ કોઈ શુભ સમાચાર મળી શકે છે. સ્વાસ્થ્ય: ઘરના વરિષ્ઠ સભ્યના સ્વાસ્થ્ય અંગે ચિંતા રહેશે. આ સમયે તેમને યોગ્ય સારવારની જરૂર છે. લકી કલર: કેસરી લકી નંબર: 3 પોઝિટિવ: વિદેશ જવા માટે પ્રયત્નશીલ લોકોને કોઈ શુભ સમાચાર મળી શકે છે. નાણાકીય સ્થિતિ મજબૂત બનશે અને કોઈ રોકાણ સંબંધિત મહત્વપૂર્ણ યોજના પણ બનાવશો. પિતા અથવા વડિલનો સહયોગ તમારા માટે ભાગ્યોદયકારક રહેશે. નેગેટિવ: અજાણ્યા લોકો પર વધુ વિશ્વાસ ન રાખો અને તેમની વાતોમાં ન આવો. નહિતર તમે મુશ્કેલીમાં મુકાઈ શકો છો. બાળકોની સમસ્યાઓને સમજો અને તેને ઉકેલવાનો પ્રયાસ કરો. આનાથી તેમનું મનોબળ વધશે. જો પૈતૃક સંપત્તિ સંબંધિત કોઈ નિર્ણય લેવાના છો, તો તેને આજે સ્થગિત કરો. વ્યવસાય: વ્યવસાય સંબંધિત તમારા મોટાભાગના કામ આપોઆપ થઈ જશે. સ્ટાફ અને કર્મચારીઓનો પણ યોગ્ય સહયોગ રહેશે. નોકરીયાતોએ ટ્રાન્સફર સંબંધિત કામ માટે ઉચ્ચ અધિકારીઓનો સંપર્ક કરવો, તમારું કામ થઈ શકે છે. લવ: પરિવારમાં સુખદ અને ખુશનુમા વાતાવરણ રહેશે. પ્રેમ સંબંધોમાં કેટલીક ગેરસમજણ ઊભી થઈ શકે છે. સમયસર તેનો ઉકેલ લાવો. સ્વાસ્થ્ય: એલર્જી અને ગરમી સંબંધિત તકલીફો તમને પરેશાન કરી શકે છે. બેદરકારી દાખવ્યા વિના યોગ્ય સારવાર કરાવો. લકી કલર: લીલો લકી નંબર: 8 પોઝિટિવ: તમારી યોગ્યતા લોકો સામે આવશે, તેથી લોકોની ચિંતા કર્યા વગર તમારા મનપસંદ કામ પર જ ધ્યાન કેન્દ્રિત કરો. પહેલાં અફવાઓ ઉડશે, પરંતુ તમને સિદ્ધિ મળતાં જ આ લોકો તમારા પક્ષમાં આવી જશે. નેગેટિવ: કોઈપણ પરિસ્થિતિમાં તમારા ગુસ્સા અને આવેશ પર કાબૂ રાખો. નજીકના સંબંધી સાથે વાદ-વિવાદમાં ઊતરવાથી વાતાવરણ નકારાત્મક બની શકે છે. જો તમે કોઈ પણ પ્રકારની મુસાફરીનો પ્લાન બનાવી રહ્યા છો, તો તેને અત્યારે મુલતવી રાખવું જ વધુ સારું છે. વ્યવસાય: અટકેલું પેમેન્ટ પાછું મળવાથી આવકની સ્થિતિ સારી રહેશે. સારા ઓર્ડર મળવાની પણ શક્યતા છે. વર્કિંગ મહિલાઓ પરિવાર અને પ્રોફેશન વચ્ચે યોગ્ય સંતુલન જાળવવામાં સફળ રહેશે. નોકરીયાતોને ટ્રાન્સફરના ઓર્ડર મળી શકે છે, જેમાં પ્રમોશન પણ શક્ય છે. લવ: પરિવાર માટે સમય કાઢવાથી ઘરનું વાતાવરણ ખુશહાલ રહેશે. પ્રેમ સંબંધોમાં પણ નિકટતા આવશે. સ્વાસ્થ્ય: હવામાનમાં આવી રહેલા બદલાવની અસર તમારા સ્વાસ્થ્ય પર પણ પડી શકે છે. તેથી બેદરકારી બિલકુલ ન કરો. લકી કલર: પીળો લકી નંબર: 7
    Click here to Read More
    Previous Article
    08 ઓગસ્ટનું અંકફળ:અંક 1ના જાતકોને ચારે બાજુથી સહયોગ મળશે, અંક 6ના જાતકોની આવકની અડચણો દૂર થશે
    Next Article
    ગાંધીનગરના ગલુદણ ગામે નકલી ઘીની ફેક્ટરી ઝડપાઈ:અંજની અને અનુજ બ્રાન્ડના નામે આસપાસના બજારોમાં ઝેરી જથ્થાનું સપ્લાય કરતા

    Related Religion Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment