Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    08 ઓગસ્ટનું અંકફળ:અંક 1ના જાતકોને ચારે બાજુથી સહયોગ મળશે, અંક 6ના જાતકોની આવકની અડચણો દૂર થશે

    2 days ago

    અંકફળ ભવિષ્ય મુજબ તમામ અંકના જાતકોને આજનો દિવસ કેવો રહેશે જાણો પં.મનીષ શર્મા પાસેથી… પાછલા સમયની સરખામણીએ મજબૂત થવા જઈ રહ્યા છો. ચારેય બાજુથી સહયોગ પ્રાપ્ત થશે. આવક પણ સારી જળવાઈ રહેશે. વાહન સુખની પ્રાપ્તિ થશે. દિવસના મધ્યમાં ખર્ચની અતિશયતા રહેશે. ભવિષ્યને લઈને ચિંતા રહેશે. બાકીના સમયમાં આવક સારી રહેશે. સન્માનમાં વધારો થશે અને નવું વાહન પ્રાપ્ત થઈ શકે છે. ભાગીદારો સહયોગી રહેશે અને પરિવાર પણ અનુકૂળ રહેશે. વિવાદસ્પદ મામલાઓમાં વિજય પ્રાપ્ત થશે. કરિયર: વેપારમાં નવા સોદા મળી શકે છે. નોકરીમાં બદલીનો યોગ છે. લવ: પ્રેમમાં શુભ સમાચારો મળશે. વૈવાહિક જીવનમાં સુખ જળવાઈ રહેશે. લકી નંબર: 2-6-9 લકી કલર: પીળો શું કરવું: લક્ષ્મીજીને પીળા પુષ્પ અર્પણ કરવા. સમય અનુકૂળ છે. કામ સમયસર પૂર્ણ થશે અને સારા સમાચાર મળવાના યોગ છે. અભિમાન વગર કામ કરશો તો મોટી સફળતા મળવી નિશ્ચિત છે. આવકમાં સુધારો રહેશે. બપોરના સમયે મન થોડું ઉદાસ રહેશે, પરંતુ કોઈ નુકસાન થવાની સંભાવના નથી. સહયોગ પ્રાપ્ત થશે. સંતાન તરફથી સુખ મળશે. સાંજે કેટલીક અજાણી ચિંતાઓ વધી શકે છે. રાજકારણીઓને લાભ થશે અને મહિલાઓને પ્રશંસા પ્રાપ્ત થશે. કરિયર: વેપારમાં સફળતા પ્રાપ્ત થશે. નોકરીમાં ચિંતા થઈ શકે છે. લવ: પ્રેમનો પ્રસ્તાવ સ્વીકાર થઈ શકે છે. વૈવાહિક જીવનમાં મધુરતા જળવાઈ રહેશે. લકી નંબર: 5-8-9 લકી કલર: મરૂન શું કરવું: ગણેશજીને મીઠાઈ ધરાવો. સવારનો સમય આવક વધારનારો રહેશે, પરંતુ પરેશાની પણ આવશે. ચિંતાઓ જળવાઈ રહેશે અને કામ પ્રત્યે રુચિ ઓછી રહેશે. યોજનાઓ ખોરવાઈ શકે છે. બપોરથી કામની અતિશયતા રહેશે અને આવકમાં પણ કમી આવી શકે છે. સાંજથી ફરી સ્થિતિ અનુકૂળ થઈ જશે. પરિવાર સાથ આપશે અને શુભ સમાચારો પણ પ્રાપ્ત થશે. પ્રસન્નતા જળવાઈ રહેશે. અભ્યાસ માટે વિદેશ જનારા વિદ્યાર્થીઓને સહાયતા પ્રાપ્ત થશે. કરિયર: કારોબારમાં કામની અતિશયતા રહેશે. નોકરીમાં અધિકારીઓ પ્રસન્ન રહેશે. લવ: વૈવાહિક જીવનમાં સુખ રહેશે. પ્રેમમાં અડચણો આવશે. લકી નંબર: 1-7-9 લકી કલર: વાદળી શું કરવું: શિવજીને પુષ્પ અર્પણ કરવા. સવારના સમયે મન સ્થિર નહીં રહે. એકથી વધુ કામ કરવાની ઈચ્છા રહેશે. આવક સામાન્ય જળવાઈ રહેશે. બપોરનો સમય આવકને સારી બનાવી રાખશે. કાયમી મિલકત વધારવાનો વિચાર બનશે. વગર કારણે વિવાદ કરનારા લોકો પરેશાન કરી શકે છે. સંયમ રાખવો અને કોઈની વાતોમાં ન આવવું. દિવસનો અંત પ્રસન્નતાથી વીતશે અને ઉલ્લાસ જળવાઈ રહેશે. આવકમાં સુધારો થશે અને સંતાન તરફથી સુખ પ્રાપ્ત થશે. કરિયર: નોકરીમાં પણ મન નહીં લાગે. કારણ વગર ભય જળવાઈ રહેશે. વર્તમાન વેપારથી સંતોષ નહીં થાય. લવ: પ્રેમનો પ્રસ્તાવ અસ્વીકાર થઈ શકે છે. વૈવાહિક જીવનમાં તણાવ સમાપ્ત થશે. લકી નંબર: 2-8-9 લકી કલર: બ્લુ શું કરવું: હનુમાનજીને ખીરનો ભોગ ધરાવો. શરૂઆતનો સમય આવક ઓછી કરી શકે છે. પરંતુ બપોરથી ફરી સારી સ્થિતિમાં રહેશો. જૂની મહેનતનો લાભ મળશે અને અટકેલા કામો પૂર્ણ થશે. યોજનાઓ સફળ થશે અને સરકારી વિભાગો તરફથી મદદ પ્રાપ્ત થશે. જરૂરિયાતની વસ્તુઓ સમયસર ઉપલબ્ધ થઈ જશે. યાત્રાનો યોગ છે જે લાભદાયી રહેશે. દિવસના અંતમાં વિવાદની સ્થિતિ બની શકે છે. સંભાળીને રહેવું. જાણ્યા વગર કોઈ કામ હાથમાં લેવાથી નુકસાન થઈ શકે છે અને ધન હાની પણ થશે. કરિયર: વેપારમાં રોકાણ કરતા પહેલા સલાહ લેવી. નોકરીમાં સાવધાનીથી કામ કરવું. લવ: વૈવાહિક જીવનમાં તણાવ આવી શકે છે. પ્રેમમાં મુશ્કેલીઓ સમાપ્ત થશે. લકી નંબર: 3 લકી કલર: કથ્થઈ શું કરવું: દુર્ગા માતાને ઘીનો દીવો અર્પણ કરવો. આવકમાં આવી રહેલી અડચણો સમાપ્ત થશે, પરંતુ બાકીની તમામ ઝંઝટો જળવાઈ રહી શકે છે. નકામા કામોમાં સમય બગડશે અને ખર્ચની અતિશયતા પણ રહેશે. અજાણ્યા લોકોથી સતર્ક રહેવું પડશે. કોર્ટ-કચેરી અને વિવાદિત મામલાઓને ગંભીરતાથી લેવા. સંતાનનો સહયોગ બળ પૂરો પાડશે અને ભવિષ્ય પ્રત્યે આશાવાદી રહેશો. આત્મવિશ્વાસ જળવાઈ રહેશે. સાંજના સમયે વ્યસ્તતા વધારે રહેશે. મિત્રોનો સહયોગ પ્રાપ્ત થશે. કરિયર: કાર્યસ્થળ પર પ્રશંસા પ્રાપ્ત થશે. વેપારમાં થોડી ઝડપ દેખાશે. લવ: જીવનસાથી પ્રત્યે આદરભાવ રહેશે. પ્રેમમાં સાથી પ્રત્યે આક્રોશ થઈ શકે છે. લકી નંબર: 4-6-9 લકી કલર: લીલો શું કરવું: વિષ્ણુજીને ચંદન અર્પણ કરવું. સવારનો સમય સામાન્ય સ્થિતિ જાળવી રાખશે. આવકમાં સુધારો રહેશે અને કોઈ અડચણ આવવાની સંભાવના નહીં હોય. દિવસમાં કોઈ વિશેષ ઘટના બનવાના યોગ નથી. આવક સ્થિર રહેશે અને ભય-ચિંતા સમાપ્ત થશે. નવા કામો મેળવવાનો પ્રસ્તાવ પ્રાપ્ત થશે. મિત્રો સાથે મુલાકાત થશે અને ફરવા જવાની યોજના બની શકે છે. દિવસના અંતમાં મહેમાનોનું આગમન થઈ શકે છે. સંતાન તરફથી સહયોગ પ્રાપ્ત થશે. કરિયર: કારોબાર સામાન્ય રહેશે. લક્ષ્ય પ્રાપ્ત થશે. નોકરીમાં નવા પ્રોજેક્ટ્સ મળી શકે છે. લવ: પ્રેમી સાથી સાથે બિનજરૂરી વિવાદ થઈ શકે છે. વૈવાહિક જીવનમાં સુખ રહેશે. લકી નંબર: 2-5-9 લકી કલર: કેસરી શું કરવું: વિષ્ણુજીને સફેદ તલ મિશ્રિત જળ અર્પણ કરવું. સવારે પ્રભાવ જળવાઈ રહેશે અને સમય આવકને સારી બનાવી રાખશે. સમય સુખપૂર્વક વીતશે. તમામ કામો સમયસર પૂર્ણ થશે. બપોરે કોર્ટ-કચેરીના કામોમાં પક્ષ મજબૂત થશે. રિપેરિંગના કામોમાં ખર્ચ થઈ શકે છે. આવક સારી જળવાઈ રહેશે. પરિવારમાં ધાર્મિક કાર્યનું આયોજન થશે. સાંજે સમકક્ષોથી આગળ રહેશો અને પરિવાર સાથે હરવા-ફરવા તથા મનોરંજનમાં સમય પસાર થશે. કરિયર: નોકરીમાં પ્રોજેક્ટ વગેરે કામોમાં વિશેષ સફળતા પ્રાપ્ત થશે. વેપારમાં મુશ્કેલીઓ સમાપ્ત થશે. લવ: વૈવાહિક જીવન શુભ રહેશે. પ્રેમમાં અજાણ્યા લોકોથી મુશ્કેલી થઈ શકે છે. લકી નંબર: 1-6-9 લકી કલર: સફેદ શું કરવું: હનુમાનજીને આંકડાના પુષ્પ અને અક્ષત અર્પણ કરવા. સવારનો સમય સારો રહેશે અને મહેનતનું ફળ પ્રાપ્ત થશે. શરૂઆતમાં આવક થોડી ધીમી રહી શકે છે. સંતાન તરફથી સહયોગ પ્રાપ્ત થશે. બપોરથી તેમાં પણ ઝડપ આવશે. ખુશખબરી પ્રાપ્ત થશે. પરિવાર તરફથી સહયોગ મળશે અને કાર્યસ્થળ પર વર્ચસ્વ વધશે. પ્રતિષ્ઠિત લોકો સાથે મુલાકાત થશે અને તેમના તરફથી લાભ મળવાના એંધાણ છે. સાંજનો સમય પણ અનુકૂળ રહેશે. વર્ચસ્વમાં વધારો જળવાઈ રહેશે. કરિયર: કારોબારમાં વૃદ્ધિ થશે. યુવાનોને નોકરી મેળવવામાં સફળતા પ્રાપ્ત થશે. લવ: પ્રેમી સાથી અનુકૂળ રહેશે. જીવનસાથી તરફથી મેણું મળી શકે છે. લકી નંબર: 4-7-9 લકી કલર: લાલ શું કરવું: હનુમાનજીને લાલ પુષ્પ અને નૈવેદ્ય અર્પણ કરવું.
    Click here to Read More
    Previous Article
    08 ઓગસ્ટનું ટેરો રાશિફળ:કન્યા જાતકોને ધીરજ અને સમર્પણ ફળ આપશે, ધન જાતકોની તીક્ષ્ણ બુદ્ધિ અને વિવેકથી જટિલ પ્રશ્નો ઉકેલાશે
    Next Article
    શનિવારનું રાશિફળ:તુલા રાશિ માટે રોકાણ કરવાનો ઉત્તમ સમય, મકર રાશિની મિલકત સંબંધિત ઈચ્છાઓ પૂરી થશે

    Related Religion Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment