Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ત્રંબામાં બીમારીથી કંટાળી વૃધ્ધનો આપઘાત:ઝાડા ઉલ્ટીના કારણે પાંચ દિવસથી બીમાર દોઢ માસની બાળકીનું મોત

    एक दिन पहले

    રાજકોટ મોરબી હાઇવે પર રતનપર ગામે રહેતા પરિવારની દોઢ માસની બાળકીનું ઝાડા ઉલ્ટીથી મોત નિપજ્યું છે. સંદીપભાઈ લોઢિયાની દોઢ માસની બાળકી રૂદ્રાંશીને છેલ્લા પાંચ દિવસથી ઝાડા ઉલ્ટી થયા હતા જેમાં તેની વધુ તબિયત બગડતા રાજકોટ ઝનાના હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી અહીં સારવાર દરમિયાન બાળકીનું મોત નિપજતા પરિવારમાં શોક છવાઈ જવા પામ્યો હતો. બનાવ અંગેની જાણ કુવાડવા પોલીસને કરતા પોલીસે મૃતદેહ પોસમોર્ટમ અર્થે ખસેડી મોતનું ચોક્કસ કારણ જાણવા તપાસ હાથ ધરી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતક બાળકીના પિતા સંદીપભાઈ ટીવીના શોરૂમમાં નોકરી કરતા હોવાનું સામે આવ્યું છે. સંદિપભાઈના લગ્ન બે વર્ષ પહેલા જ થયા હતા અને તેમની એકની એક બાળકીનું મોત થતા પરિવારમાં ભારે કલ્પાંત છવાય જવા પામ્યો છે. ત્રંબામાં બીમારીથી કંટાળી વૃધ્ધનો આપઘાત ત્રંબામાં રહેતા હીરાભાઈ ખીમાભાઈ ખોરાણી (ઉ.વ.95)ના વૃધ્ધ રાત્રીના 9 વાગ્યે ઘરે હતા ત્યારે ઘરમાં રાખવામાં આવેલું ઓઇલ પી જતા ઉલ્ટી ઉબકા કરવા લાગતા સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જ્યાં સારવાર દરમિયાન દમ તોડી દેતા પરિવારમાં ગમગીની છવાઈ જવા છે. બનાવ અંગે હોસ્પિટલ ચોકીના સ્ટાફે આજીડેમ પોલીસને જાણ કરતા પોલીસે હોસ્પિટલ પહોંચી મૃતદેહ પોસમોર્ટમ અર્થે ખસેડી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં વૃધ્ધને સંતાનમાં બે દીકરા ત્રણ દીકરી હોવાનું સામે આવ્યું છે. બીમારીથી કંટાળી પગલું ભર્યાનું અનુમાન હોવાથી પોલીસે ચોક્કસ કારણ જાણવા વધુ તપાસ હાથ ધરી છે. ગુજરી બજારમા ખરીદી કરવા ગયેલ મહિલાના હાથમાંથી પર્સની ચોરી કોઠારીયા મેઈન રોડ પર કેદારનાથ સોસાયટીમાં રહેતાં ભાવનાબેન અનીલભાઈ દેસાઈ (ઉ.વ.43)એ નોંધાવેલ ફરીયાદમાં જણાવ્યું હતું કે, તેની પાસે રૂ.12750ની કિંમતનો મોબાઇલ ફોન છે. ગઈ તા.05ના સવારના 10 વાગ્યા આસપાસ તે બહેન સાથે ઘરેથી ઘરની નજીક આવેલ બુધવારી હુડકો ગુજરી બજારમા ખરીદી કરવા ગયા હતા ત્યારે તેમના હાથમા કાપડનુ હેન્ડ પર્સ હતુ. જે પર્સની અંદર ઘરની ચાવી તથા મોબાઈલ ફોન હતો. જે પર્સ હાથમા રાખેલ હતુ. દરમિયાન ત્યા કાપડની ખરીદી કરતા હતા ત્યારે ધક્કા મુક્કીમા હાથમા રહેલ પર્સ કોઈ અજાણી વ્યકતિ ચોરી કરી લઈ જતા બનાવ અંગે ભક્તિનગર પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    ડ્રગ્સ બનાવવાના રેકેટમાં મટીરિયલ સપ્લાયર નિલેશ પાંડેની જામીન અરજી નામંજૂર:વલસાડ NDPS કોર્ટે આરોપીની જામીન અરજી ફગાવી
    Next Article
    33.89 કરોડના GST કૌભાંડ મામલે વેપારી મુબીન લાખાણી જેલ હવાલે:અરવાહ એક્ઝિમના સંચાલકે બોગસ બિલો બનાવ્યાનું ખુલ્યું, સેન્ટ્રલ જીએસટીની કાર્યવાહી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment