Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પીલગાર્ડન પાસેથી નશીલી સિરપના જથ્થા સાથે કુંભારવાડાનો શખ્સ ઝડપાયો:મિત્ર પાસેથી વેચવા માટે મંગાવી હતી, ભાવનગર એન્ટી નાર્કોટિસ વિંગનો રાજ્યમાં પ્રથમ NDPS કેસ

    13 hours ago

    ભાવનગરમાં નવી ગઠિત એન્ટી નાર્કોટીક્સ વિંગની(ANW) ટીમે પૂર્વ બાતમી આધારે પીલગાર્ડન બગીચા પાસેથી કુંભારવાડાના શખ્સને કોડીન ફોસ્ફેટ યુક્ત કફ સિરપની 10 બોટલો સાથે ઝડપી લીધો. શખ્સની પૂછપરછ દરમિયાન આ બોટલો તેના મિત્ર પાસેથી વેચવા માટે મંગાવી હોવાનું ખુલ્યું હતું. પોલીસે કફ સિરપની બોટલ, રોકડ અને મોબાઈલ સહિત રૂ.11,900નો મુદ્દામાલ કબ્જે કરી શખ્સ સામે એનડીપીએસ એક્ટ હેઠળ કાર્યવાહી કરી નિલમબાગ પોલીસ મથકમાં બન્ને શખ્સ વિરુદ્ધ ગુન્હો દાખલ કર્યો હતો. ભાવનગર એન્ટી નાર્કોટિસ વિંગનો રાજ્યમાં પ્રથમ NDPS કેસ રેન્જ આઈજી આર.વી.અસારીના માર્ગદર્શન અને પોલીસ અધિક્ષક નિતેશ પાંડેયના સુપરવિઝન હેઠળ તાજેતરમાં જ એક નવી એન્ટી નાર્કોટીકસ વિંગ (ANW)નું ગઠન કરવામાં આવ્યું છે. જેમાં ANW પી.આઈ ડી.યુ. સુનેસરા તેમજ ખાસ પોલીસ સ્ટાફની વિવિધ ટીમો તૈયાર કરવામાં આવી છે. રાજ્યમાં આ નવી ગઠિત ભાવનગર એન્ટી નાર્કોટીકસ વિંગે પોતાનો પ્રથમ એન.ડી.પી.એસ. (NDPS) કેસ નોંધાવી મોટી સફળતા મેળવી છે. કફ શીરપની 10 બોટલો સાથે શખસ ઝડપાયો ગત 29 સપ્ટેમ્બરે મળેલી ચોક્કસ બાતમીના આધારે ANW સ્ટાફે નિલમબાગ પોલીસ મથક વિસ્તારમાં આવેલા પીલગાર્ડન બગીચા પાસેથી હિતેષ ઉર્ફે હેમંગ રાજુભાઇ રાઠોડ (રહે. કુંભારવાડા, ભાવનગર)ને કોડીન ફોસ્ફેટ યુક્ત કફ શીરપની 10 બોટલો સાથે ઝડપી પાડ્યો હતો. મિત્ર પાસેથી વેચવા માટે મગાવી હતી, બે સામે ગુનો દાખલ પૂછપરછ દરમિયાન આરોપીએ આ બોટલો પોતાના મિત્ર દિલીપ ડોડીયા પાસેથી વેચવા માટે મંગાવી હોવાની કબૂલાત કરી હતી. પોલીસે આરોપી પાસેથી કફ સીરપની બોટલો, રોકડ અને મોબાઈલ મળી કુલ રૂ. 11,900નો મુદ્દામાલ જપ્ત કરી બંને શખ્સો વિરુદ્ધ નિલમબાગ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    સુરેન્દ્રનગરના રતનપરમાં ગેસ સિલિન્ડર લીકેજથી આગ:અડધા કલાકની મહેનત બાદ ફાયર વિભાગે કાબૂ મેળવ્યો, કોઈ જાનહાનિ નહીં
    Next Article
    ડુમાડ શાળામાં 180 વિદ્યાર્થીઓ માટે મફત આંખ તપાસ કેમ્પ યોજાયો:રોટરી ક્લબ અને ઓપ્ટિક હાઉસના સહયોગથી 28 જરૂરિયાતમંદને ચશ્મા અપાયા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment