Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    PM મોદીની બેઠકમાં સૌરભ દલાલની સરપ્રાઇઝ એન્ટ્રી:લાભપાંચમથી ગુજરાતમાં વેપાર-ધંધાના શ્રીગણેશ, છઠપૂજાની તૈયારીઓ વચ્ચે મહાદેવ એપ પર CBIનો સકંજો

    1 day ago

    મંત્રી ભવનમાં પૂર્વ મંત્રી સૌરભ દલાલની એન્ટ્રી PM મોદીની બેઠક વચ્ચે પૂર્વ મંત્રી સૌરભ દલાલની અચાનક એન્ટ્રીથી રાજકીય ચર્ચા તેજ, એરપોર્ટ પર ભાજપના જૂના નેતાઓ સાથે મુલાકાત કરી દિલ્હી રવાના થયા મોદી. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો લાભપાંચમના શુભ મુહૂર્તે હરાજી શરૂ લાભપાંચમના શુભ મુહૂર્તે રાજકોટના બેડી યાર્ડમાં 1100 વાહનોની આવક સાથે હરાજી શરૂ, મગફળીના ₹1610 અને મગના ₹1910 પ્રતિ મણ ભાવ બોલાયા. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો મંદીના માહોલ વચ્ચે વેપારના શ્રીગણેશ મંદી વચ્ચે સુરતના કાપડ વેપારીઓએ લાભ પાંચમે શુભ મુહૂર્તમાં દુકાનો ખોલી ધંધાના શ્રીગણેશ કર્યા, યાર્ન-ગ્રેના ભાવ ઘટે અને લગ્નસરાની સિઝનમાં સારી ઘરાકી નીકળે તેવી આશા. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો ગુજરાતમાં છઠપૂજાની તૈયારી સુરતના 22 સ્થળે 1.25 લાખ વ્રતીઓ છઠ પૂજા કરશે, જ્યારે અમદાવાદના ઈન્દિરા બ્રિજ પાસે નવા ઘાટ તૈયાર કરાયા; 15 નવેમ્બરે અસ્તાચળ સૂર્યને અર્ઘ્ય અપાશે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો બપોર બાદ અનેક વિસ્તારોમાં પાણીકાપ લાઈન શિફ્ટિંગ અને સ્પીડલ રોડની કામગીરીને પગલે 16 નવેમ્બરે બોપલ-ઘુમા, સરખેજ સહિતના વિસ્તારોમાં બપોર બાદ પાણી સપ્લાય બંધ રહેશે, 17 નવેમ્બરથી રાબેતા મુજબ પાણી મળશે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો ગુજરાતમાં આવશે પરિવર્તન- 2027 કોંગ્રેસ જીતશે કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાનો દાવો, 2027માં ગુજરાતમાં પરિવર્તનનું વાવાઝોડું ફૂંકાશે; ચૂંટણીમાં ભણેલા યુવાનો અને GEN Zને ટિકિટ આપવાની જાહેરાત કરી. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો 'મહાદેવ એપ' કેસમાં CBIની રેડ ગુજરાતમાં મહાદેવ એપ કેસમાં CBIના અમદાવાદ, વડોદરા અને સુરત સહિત 6 રાજ્યોનાં 33 સ્થળે દરોડા, સૌરભ ચંદ્રાકરની પૂછપરછમાં મ્યુલ એકાઉન્ટ્સ અને હવાલા નેટવર્કનો ખુલાસો થયો. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો કર્ણાટક ફરવા ગયેલા દંપતીની બોટ પલટતા મોત કર્ણાટકના હરંગી બેકવોટર્સમાં બોટ પલટી જતાં સુરતના આર્કિટેક્ટ ધર્મેશ દેસાઈ અને પત્ની નિમ્મીબેનનું મોત, સંતાનોનો બચાવ થયો; અનાવિલ સમાજમાં શોકની લાગણી. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો લીંબડી-ધંધુકા હાઈવે પર ગમખ્વાર અકસ્માત લીંબડી-ધંધુકા હાઈવે પર ઈક્કો કારની ટક્કરથી રણુજા જઈ રહેલા પદયાત્રીઓના સંઘના ત્રણથી વધુ લોકો ઈજાગ્રસ્ત, બેની હાલત ગંભીર હોવાથી સુરેન્દ્રનગર રીફર કરાયા. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો ચલાલા રૂટની ટ્રેન હડફેટે સિંહણનું મોત જૂનાગઢ-ચલાલા લોકલ ટ્રેનની અડફેટે વિસાવદરના ખંભાળિયા નજીક 5થી 9 વર્ષની સિંહણનું મોત, વન વિભાગે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યો. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો
    Click here to Read More
    Previous Article
    ટ્રમ્પ-પુતિન-જિનપિંગની પહેલીવાર એકસાથે બેઠક:80 વર્ષ બાદ 3 મહાસત્તાઓ વચ્ચે વાતચીત થશે, ઈરાન યુદ્ધ પર મોટો નિર્ણય શક્ય
    Next Article
    NDPS ગુનામાં ફરાર આરોપી આણંદથી ઝડપાયો:પેરોલ ફર્લો સ્કવોડે શાહનવાજ શઇદુલ્લાખાન પઠાણને તેના ઘર નજીકથી પકડી તારાપુર પોલીસને સોંપ્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment