Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    33.89 કરોડના GST કૌભાંડ મામલે વેપારી મુબીન લાખાણી જેલ હવાલે:અરવાહ એક્ઝિમના સંચાલકે બોગસ બિલો બનાવ્યાનું ખુલ્યું, સેન્ટ્રલ જીએસટીની કાર્યવાહી

    1 day ago

    ભાવનગર સેન્ટ્રલ જીએસટી વિભાગે મેઘાણી સર્કલ વિસ્તારમાં રહેતા શખ્સની 'અરવાહ એક્ઝિમ' કંપનીમાં તપાસ દરમિયાન કરોડો રૂપિયાના બોગસ બિલિંગ કૌભાંડનો પર્દાફાશ કરીને વેપારી મુબીન લાખાણીની ધરપકડ કરી હતી. તપાસમાં કોઈપણ વાસ્તવિક માલસામાનની આપ-લે કર્યા વિના માત્ર કાગળ પર રૂ. 33.89 કરોડથી વધુના બોગસ બિલિંગના વ્યવહારો આચરવામાં આવ્યા હોવાનું સામે આવ્યું હતું. સેન્ટ્રલ જીએસટી વિભાગના અધિકારીઓએ આજરોજ શખ્સને કોર્ટમાં રજૂ કરતાં કોર્ટે તેને જેલ હવાલે કરવાનો હુકમ કર્યો હતો. મુબીન લાખાણીએ બોગસ બિલો બનાવ્યાનું ખુલ્યું સેન્ટ્રલ જીએસટી વિભાગે 28 જુલાઈ, 2026ના મેઘાણી સર્કલ વિસ્તારમાં રહેતા મુબીન મહંમદશફીભાઈ લાખાણીની જુનાબંદર રોડ પર આવેલી 'અરવાહ એક્ઝિમ' નામની કંપનીમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. એલ્યુમિનિયમ સ્ક્રેપ અને યુ.બી.સી. સ્ક્રેપના વેપાર તરીકે નોંધાયેલી આ કંપનીની સેન્ટ્રલ જીએસટીની તપાસ દરમિયાન બૂક્સ ઓફ એકાઉન્ટ, ખરીદ-વેચાણ રજીસ્ટર, ઈ-વે બિલ સહિતના ફરજિયાત નાણાકીય દસ્તાવેજો નિભાવામાં આવ્યા ન હોવાનું સામે આવ્યું હતું. કંપની દ્વારા કોઈપણ પ્રકારના માલસામાનની વાસ્તવિક આપ-લે કર્યા વિના માત્ર કાગળ પર જ બોગસ બિલિંગ કરવામાં આવતું હોવાનું બહાર આવ્યું હતું. 33.89 કરોડના શંકાસ્પદ બોગસ વ્યવહારો, વેપારી જેલ હવાલે તપાસ દરમિયાન રૂ.33,89,65,444ના શંકાસ્પદ બોગસ વ્યવહારો સામે આવતા સેન્ટ્રલ જીએસટી વિભાગે સરકારને કરોડો રૂપિયાનો ચુનો લગાડનાર મુબીન મહંમદશફીભાઈ લાખાણીની ધરપકડ કરી હતી. શખ્સને આજરોજ કોર્ટમાં રજૂ કરવામાં આવતા કોર્ટે તેને જેલ હવાલે કરવાનો હુકમ કર્યો હતો. આ મોટા પાયે થયેલા જીએસટી કૌભાંડના પર્દાફાશ બાદ ભાવનગરના વેપારી વર્તુળોમાં ભારે ચકચાર મચી જવા પામી છે.
    Click here to Read More
    Previous Article
    ત્રંબામાં બીમારીથી કંટાળી વૃધ્ધનો આપઘાત:ઝાડા ઉલ્ટીના કારણે પાંચ દિવસથી બીમાર દોઢ માસની બાળકીનું મોત
    Next Article
    ઘર-ઘર તિરંગાને લઈને સુરત મનપા કરશે લાખોનો ખર્ચ:સુરત મહાનગરપાલિકા દ્વારા 24 લાખના ખર્ચે 2.75 લાખ ધ્વજ દંડની ખરીદીને સ્ટેન્ડિંગ કમિટીમાં મંજૂરી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment