Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ઘર-ઘર તિરંગાને લઈને સુરત મનપા કરશે લાખોનો ખર્ચ:સુરત મહાનગરપાલિકા દ્વારા 24 લાખના ખર્ચે 2.75 લાખ ધ્વજ દંડની ખરીદીને સ્ટેન્ડિંગ કમિટીમાં મંજૂરી

    1 day ago

    આગામી 15મી ઓગસ્ટ, 2026ના સ્વાતંત્ર્ય દિવસ નિમિત્તે યોજાનારા 'હર ઘર તિરંગા' અભિયાન અને તિરંગા યાત્રાઓ માટે સુરત મહાનગરપાલિકાએ મોટા પાયે તૈયારીઓ શરૂ કરી છે. આ આયોજન માટે મનપા દ્વારા ₹24 લાખના ખર્ચે 2.75 લાખ ફ્લેગ સ્ટીક (ધ્વજ દંડ) ખરીદવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. સેન્ટ્રલ સ્ટોર્સ વિભાગ દ્વારા રજૂ કરાયેલી આ દરખાસ્તને આજે મળેલી સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં મંજૂરી આપી દેવામાં આવી છે. સ્ટોકમાં જથ્થો ઓછો પડતાં નવી ખરીદીનો નિર્ણય હાલમાં પાલિકાના સેન્ટ્રલ સ્ટોર ખાતે 3 ફુટ લંબાઈની 31,000 નંગ અને 5 ફુટ લંબાઈની 2200 નંગ ફ્લેગ સ્ટીક ઉપલબ્ધ હતી, પરંતુ આગામી કાર્યક્રમોની વિશાળ જરૂરિયાત સામે આ જથ્થો પૂરતો ન હોવાથી નવી ખરીદીનો માર્ગ અપનાવાયો છે. જે અંતર્ગત 3 ફુટ લંબાઈની નવી 2.50 લાખ ફ્લેગ સ્ટીક અને 5 ફુટ લંબાઈની 25 હજાર ફ્લેગ સ્ટીક ખરીદવામાં આવશે. 2025ના મંજૂર ભાવ મુજબ 3 અનુભવી સપ્લાયરોને ઓર્ડર આ ખરીદી માટે વર્ષ 2025ના મંજૂર થયેલા ભાવો (3 ફુટ માટે રૂ. 8.20 પ્રતિ નંગ અને 5 ફુટ માટે રૂ.14.00 પ્રતિ નંગ) મુજબ અનુભવી સપ્લાયરો પાસેથી સંમતિ મંગાવવામાં આવી હતી. નિયત સમયમર્યાદામાં સંમતિ દર્શાવનાર ત્રણ સપ્લાયરો નવદીપ એન્ટરપ્રાઈઝ, આહવા, રેવા એન્ટરપ્રાઈઝ, સુરત અને વી.ડી. કન્સ્ટ્રકશન એન્ડ હોર્ટીકલ્ચર, સુરતને સરખા ભાગે કામ સોંપાશે. જેમાં 3 ફુટ સ્ટીક માટે રૂ.20,50,000 અને 5 ફુટ સ્ટીક માટે રૂ.3,50,000 મળીને કુલ 24 લાખનો ખર્ચ થશે. જથ્થામાં ફેરફાર અને કરારનામાની જોગવાઈ જો રાજ્ય સરકાર દ્વારા પાલિકાને ફાળવવામાં આવતા રાષ્ટ્રધ્વજની સંખ્યામાં ફેરફાર થશે, તો તે મુજબ સ્ટીકના જથ્થામાં વધ-ઘટ કરવાની જોગવાઈ રાખવામાં આવી છે. BPMC એક્ટ-1949ની કલમ-73(સી) હેઠળ સપ્લાયરો સાથે કાયદેસરનું કરારનામું કરવા માટે મ્યુનિસિપલ કમિશનરને અધિકૃત કરવામાં આવ્યા છે.
    Click here to Read More
    Previous Article
    33.89 કરોડના GST કૌભાંડ મામલે વેપારી મુબીન લાખાણી જેલ હવાલે:અરવાહ એક્ઝિમના સંચાલકે બોગસ બિલો બનાવ્યાનું ખુલ્યું, સેન્ટ્રલ જીએસટીની કાર્યવાહી
    Next Article
    પાટડીના શેડલામાંથી વિદેશી દારૂની 216 બોટલો ઝડપાઈ:LCBએ રૂ. 1.84 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો, એક આરોપી ઝડપાયો, એક ફરાર

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment