Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાટડીના શેડલામાંથી વિદેશી દારૂની 216 બોટલો ઝડપાઈ:LCBએ રૂ. 1.84 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો, એક આરોપી ઝડપાયો, એક ફરાર

    1 day ago

    પાટડીના શેડલા ગામમાંથી વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપાયો છે. સુરેન્દ્રનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચ ટીમે એક વાડામાંથી ભારતીય બનાવટની વિદેશી દારૂની કુલ 216 બોટલો જપ્ત કરી છે, જેની કિંમત ₹1,84,312 આંકવામાં આવી છે. આ દરોડામાં એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે અન્ય એક ફરાર થવામાં સફળ રહ્યો હતો. LCB ટીમના પીઆઇ સહિતના સ્ટાફે પેટ્રોલિંગ દરમિયાન મળેલી બાતમીના આધારે આ કાર્યવાહી કરી હતી. પાટડીના શેડલા ગામમાં યુનિશખાન ઉર્ફે કડકો કેશરખાન મલેકના ગામની મસ્જીદવાળી શેરીમાં આવેલા વાડામાં દારૂનો જથ્થો છુપાવવામાં આવ્યો હતો. પોલીસે સ્થળ પરથી આરોપી યુનિશખાન ઉર્ફે કડકો કેશરખાન મલેકને ઝડપી પાડ્યો હતો. જોકે, અન્ય આરોપી અસ્લમખાન ઉર્ફે મુન્ના સલીમખાન મલેક (રહે-ગેડીયા) ફરાર થઈ ગયો હતો. બંને શખ્સો વિરુદ્ધ બજાણા પોલીસ મથકે દારૂબંધી ભંગનો ગુનો નોંધી ફરાર આરોપીને પકડવા માટે તપાસના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.
    Click here to Read More
    Previous Article
    ઘર-ઘર તિરંગાને લઈને સુરત મનપા કરશે લાખોનો ખર્ચ:સુરત મહાનગરપાલિકા દ્વારા 24 લાખના ખર્ચે 2.75 લાખ ધ્વજ દંડની ખરીદીને સ્ટેન્ડિંગ કમિટીમાં મંજૂરી
    Next Article
    Thailand School Shooter Who Killed 5 Was "Under Stress": Prime Minister

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment