Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    આણંદમાં નારી વંદન ઉત્સવ અંતર્ગત 'મહિલા કર્મયોગી દિવસ' ઉજવાયો:મહિલાલક્ષી યોજનાઓ અને કાયદાઓ વિશે વિસ્તૃત માહિતી અપાઈ

    9 hours ago

    આણંદમાં નારી વંદન ઉત્સવના ભાગરૂપે અંબાલાલ બાળશાળા મિટિંગ હોલ ખાતે 'મહિલા કર્મયોગી દિવસ'ની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમ કમિશ્નર મહિલા અને બાળ વિકાસ વિભાગની પ્રેરણાથી અને જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી, આણંદ દ્વારા આયોજિત કરાયો હતો. કાર્યક્રમની શરૂઆતમાં ચરુતર એજ્યુકેશન સોસાયટીના કેમ્પસ ડિરેક્ટર મહેશભાઈ પટેલ અને જિલ્લા મહિલા અને બાળ અધિકારી નિલેશ્વરીબા ગોહિલે પ્રાસંગિક ઉદ્બોધન કર્યું હતું. તેમણે મહિલા કર્મયોગી દિવસના મહત્વ પર પ્રકાશ પાડ્યો હતો. ત્યારબાદ જેન્ડર સ્પેશિયાલિસ્ટ હિતેશકુમાર રોહિતે મહિલાલક્ષી યોજનાઓ જેવી કે ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના, ગંગા સ્વરૂપા પુન:લગ્ન આર્થિક સહાય યોજના, મહિલા સ્વાવલંબન યોજના અને વ્હાલી દીકરી યોજના વિશે વિગતવાર માહિતી આપી હતી. આ ઉપરાંત, સખી વન સ્ટોપ સેન્ટરના કેન્દ્ર સંચાલક રિપલબેન ડાભીએ સખી વન સ્ટોપ સેન્ટર અને પોલીસ સ્ટેશન બેઈઝડ સપોર્ટ સેન્ટર (PBSC) વિશે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. રિસોર્સ પર્સન મિત્તલભાઈ કડિયાએ કામકાજના સ્થળે જાતીય સતામણી અધિનિયમ-૨૦૧૩ અંતર્ગત કાયદાની ઉત્પત્તિ, અમલીકરણ અને તેની વિસ્તૃત જાણકારી આપી હતી. કાર્યક્રમના અંતે PBSC કાઉન્સિલર શબનમબેન ખલીફાએ ઉપસ્થિત સૌનો આભાર વ્યક્ત કર્યો હતો. આ કાર્યક્રમમાં જિલ્લા મહિલા અને બાળ અધિકારી કચેરીનો સ્ટાફ, DHEW સ્ટાફ, PBSC કાઉન્સિલર, OSCના કર્મચારીઓ, શિક્ષકો અને મોટી સંખ્યામાં મહિલાઓ ઉપસ્થિત રહી હતી.
    Click here to Read More
    Previous Article
    'લેવો છે ફોટો, દુપટ્ટો ઉતારું?':કીર્તિ પટેલનો સુરત કોર્ટ પરિસરમાં ફરી બફાટ, સો.મીડિયામાં અલ્પેશ પટેલને ધમકી આપવાના કેસમાં ધરપકડ
    Next Article
    રાજ્યમાં 10 હજાર વિદ્યાસહાયકોની ભરતીનો માર્ગ મોકળો:TET-1 વિવાદમાં વચગાળાનો માર્ગ, 700 જગ્યા અનામત રાખી નિમણૂકો અપાશે; હાઇકોર્ટનો નિર્ણય

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment