Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    'લેવો છે ફોટો, દુપટ્ટો ઉતારું?':કીર્તિ પટેલનો સુરત કોર્ટ પરિસરમાં ફરી બફાટ, સો.મીડિયામાં અલ્પેશ પટેલને ધમકી આપવાના કેસમાં ધરપકડ

    8 hours ago

    સુરતની લસકાણા પોલીસે કીર્તિ પટેલની સોશિયલ મીડિયામાં અલ્પેશ પટેલને ધમકી આપવાના કેસમાં ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરી હતી. કોર્ટ પરિસરમાં મીડિયાના કેમેરા જોઈને કીર્તિ પટેલે ઉદ્ધતાઈભર્યું વર્તન કરતા કહ્યું હતું કે, 'લેવો છે ફોટો, દુપટ્ટો ઉતારું?. આ સમયે PI મીનાબા ઝાલાએ તેને ટોકી હતી. તેમ છતાં તેણે કેમેરા સામે 'બસ કર હવે, તું ઢળી જઇશે ભૂરા..." કહીને મીડિયા પર જ ખોટા ન્યૂઝ ચલાવવાનો આક્ષેપ કર્યો હતો. શું છે સમગ્ર વિવાદ? લસકાણાના રેતી-કપચીના વેપારી અલ્પેશ પટેલે કીર્તિ પટેલ સામે ફરિયાદ નોંધાવી હતી. તેઓએ જણાવ્યું હતું કે, ઇન્સ્ટાગ્રામ પર ⁠alpesh_patel_7100⁠ નામની એકાઉન્ટ છે. તેઓ અન્ય યુઝર્સ સાથે ઈન્સ્ટા લાઈવ કોલિંગમાં વાત કરતા હતા, ત્યારે એક શખ્સ કીર્તિ પટેલ વિશે કંઈક એલફેલ બોલતો હતો. તેઓ માત્ર આ વાત સાંભળી રહ્યાં હતા. આ અંગે કીર્તિ પટેલે ઉશ્કેરાઈ તેના ⁠KIRTI_PATEL_OFFICIAL5143⁠ એકાઉન્ટ પરથી ફોન કરી બિભત્સ ગાળો આપી હતી. આ પણ વાંચો.. કીર્તિ પટેલે પોલીસ સ્ટેશન માથે લીધુ, કહ્યું- ‘કેમ ભાઈ પૈસા લીધા છે ફરિયાદના? પત્ની વિશે અભદ્ર ભાષા બોલી ધમકી આપ્યાનો આરોપ કીર્તિએ દાદાગીરી કરતા કહ્યું હતું કે, 'તું લાઈવ દરમિયાન મારા વિશે એલફેલ બોલાતું હતું ત્યારે કેમ સાંભળી લીધું? તું સામે કેમ કંઈ ન બોલ્યો? એટલું જ નહીં કીર્તિએ અલ્પેશની પત્ની વિશે અભદ્ર ભાષાનો ઉપયોગ કર્યો હતો અને સોશિયલ મીડિયામાં ગંદી પોસ્ટ વાઇરલ કરી ધમકીભર્યા મેસેજ કર્યા હતા. આ પણ વાંચો: 4 ઓગસ્ટે લેન્ડ ગ્રેબિંગ કેસમાં કીર્તિ પટેલની ધરપકડ અગાઉ લલિત ડોંડા સાથેના વિવાદમાં કાર્યવાહી થઈ હતી ઉલ્લેખનીય છે કે, કીર્તિ પટેલ અગાઉ પણ સોશિયલ મીડિયામાં લોકોને ધમકાવવા અને અભદ્ર ભાષાનો ઉપયોગ કરવાના કિસ્સામાં વિવાદમાં આવી ચૂકી છે. લલિત ડોંડા સાથેના વિવાદમાં પણ ફરિયાદ નોંધાયા બાદ કાર્યવાહી કરવામાં આવી હતી.
    Click here to Read More
    Previous Article
    વાંસદાના ગ્રામીણ વિસ્તારોને નવી ST બસો મળી:કનેક્ટિવિટી વધારવા જનપ્રતિનિધિઓએ લીલી ઝંડી આપી
    Next Article
    આણંદમાં નારી વંદન ઉત્સવ અંતર્ગત 'મહિલા કર્મયોગી દિવસ' ઉજવાયો:મહિલાલક્ષી યોજનાઓ અને કાયદાઓ વિશે વિસ્તૃત માહિતી અપાઈ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment