Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વાંસદાના ગ્રામીણ વિસ્તારોને નવી ST બસો મળી:કનેક્ટિવિટી વધારવા જનપ્રતિનિધિઓએ લીલી ઝંડી આપી

    7 hours ago

    આજરોજ વાંસદા તાલુકાના ગ્રામીણ વિસ્તારોને રાજ્ય સરકાર દ્વારા નવી એસ.ટી. બસોની ફાળવણી કરવામાં આવી હતી. આ બસોનું લોકાર્પણ એક વિશેષ કાર્યક્રમમાં જનપ્રતિનિધિઓ અને ભાજપના અગ્રણીઓની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું, જ્યાં તેમણે લીલી ઝંડી બતાવી બસોને પ્રસ્થાન કરાવ્યું. આ નવીન બસોનો મુખ્ય ઉદ્દેશ્ય વાંસદા તાલુકાના વિવિધ ગ્રામીણ વિસ્તારોમાં પ્રજાજનોની વાહનવ્યવહાર સુવિધામાં વધારો કરવાનો છે. આનાથી મુસાફરો, વિદ્યાર્થીઓ અને દૈનિક અપ-ડાઉન કરતા લોકોને વધુ સારી અને આરામદાયક પરિવહન સુવિધા મળી રહેશે, જેનાથી કનેક્ટિવિટીમાં સુધારો થશે. લોકાર્પણ બાદ, ઉપસ્થિત અગ્રણીઓ અને ભાજપ પરિવારના હોદ્દેદારો તેમજ કાર્યકરોએ નવી એસ.ટી. બસમાં પ્રતીકાત્મક મુસાફરી કરી હતી, જે દરમિયાન તેમણે આનંદ વ્યક્ત કર્યો હતો. આ પ્રસંગે નવસારી જિલ્લા પંચાયતના પ્રમુખ નિરાલીબેન નાયક, ઉપપ્રમુખ અર્જુનભાઈ પટેલ, જિલ્લા મહામંત્રી લોચનભાઈ, જિલ્લા પંચાયત સભ્ય ધર્મિષ્ઠાબેન પટેલ, ચેરમેન કરશનભાઈ પટેલ, હેમંત પટેલ, દીપ્તિબેન પટેલ અને પિયુષભાઈ પટેલ સહિત નવસારી જિલ્લા ભાજપ સંગઠનના અનેક હોદ્દેદારો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમજ વાંસદા તાલુકા પંચાયતના પ્રમુખ કૌશિકભાઈ, વાંસદા ભાજપ પ્રમુખ સંજયભાઈ પટેલ, મહામંત્રી પ્રકાશભાઈ પટેલ, કમલભાઈ સોલંકી, તાલુકા પંચાયત સભ્ય પ્રશાંતભાઈ પટેલ, નિકેતભાઈ પટેલ, પંકજભાઈ પટેલ, ધર્મેશભાઈ પટેલ પણ હાજર રહ્યા હતા. આ ઉપરાંત, પદુ કાકા, વિનુ પટેલ, કિરણ પટેલ સહિત મોટી સંખ્યામાં પાર્ટીના આગેવાનો અને કાર્યકરો પણ ઉપસ્થિત રહ્યા હતા. નવી એસ.ટી. બસો મળતા સ્થાનિક ગ્રામજનોમાં ભારે ઉત્સાહ અને આનંદની લાગણી જોવા મળી હતી.
    Click here to Read More
    Previous Article
    TV Newsance 349 | Godi media presents: Good protester vs bad protester
    Next Article
    'લેવો છે ફોટો, દુપટ્ટો ઉતારું?':કીર્તિ પટેલનો સુરત કોર્ટ પરિસરમાં ફરી બફાટ, સો.મીડિયામાં અલ્પેશ પટેલને ધમકી આપવાના કેસમાં ધરપકડ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment