Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાજ્યમાં 10 હજાર વિદ્યાસહાયકોની ભરતીનો માર્ગ મોકળો:TET-1 વિવાદમાં વચગાળાનો માર્ગ, 700 જગ્યા અનામત રાખી નિમણૂકો અપાશે; હાઇકોર્ટનો નિર્ણય

    10 hours ago

    રાજ્યની સરકારી પ્રાથમિક શાળાઓમાં શિક્ષકોની અછત દૂર કરવા તેમજ લાંબા સમયથી નિમણૂકની રાહ જોઈ રહેલા ઉમેદવારો માટે એક રાહતના સમાચાર સામે આવ્યા છે. પ્રાથમિક વિભાગમાં વિદ્યાસહાયકોની ભરતીને લઈને ચાલી રહેલા કાનૂની વિવાદ વચ્ચે ગુજરાત હાઇકોર્ટે વચગાળાનો ચુકાદો આપતા રાજ્યમાં 10 હજાર વિદ્યાસહાયકોની નિમણૂક કરવાની મંજૂરી આપી દીધી છે. જોકે 700 જગ્યાઓ અનામત રાખી નિમણૂકો અપાશે. ઉમેદવારોને ગેરલાયક ઠેરવાતા અને ભરતીના નિયમો સામે વાંધો ઉઠાવ્યો TET 1 પરીક્ષાના આધારે વિદ્યાસહાયકોની ભરતી પ્રક્રિયા કરાઈ હતી. જોકે ભરતી પ્રક્રિયા દરમિયાન કેટલાક ઉમેદવારોને ગેરલાયક ઠેરવવામાં આવતા અને ભરતીના નિયમો સામે વાંધો ઉઠાવતા ઉમેદવારોએ હાઇકોર્ટમાં અરજીઓ દાખલ કરી હતી. હાઇકોર્ટમાં અરજીઓ થવાના કારણે છેલ્લા કેટલાય મહિનાઓથી આ સમગ્ર ભરતી પ્રક્રિયા અટવાઈ પડી હતી, જેના લીધે હજારો યોગ્યતા ધરાવતા ઉમેદવારોની નિમણૂક અટકી ગઈ હતી. 10 હજાર વિદ્યાસહાયકોને તબક્કાવાર નિમણૂક પત્રો અપાશે મહિનાઓથી ચાલી રહેલા કાનૂની વિવાદનો અંત આણવા માટે રાજ્ય સરકારે હાઇકોર્ટ સમક્ષ એક વિશિષ્ટ વચગાળાનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો. સરકારી વકીલે કોર્ટમાં રજૂઆત કરી હતી કે, કુલ 11 હજાર જગ્યાઓની ભરતી જાહેરાત સામે હાઇકોર્ટમાં અરજી કરનાર 700થી વધુ ઉમેદવારોની જગ્યાઓ હાલ પૂરતી ખાલી રાખવામાં આવશે. બાકીની તમામ જગ્યાઓ પર ઉમેદવારોની નિમણૂક કરવાની પરવાનગી આપવા રજૂઆત કરાતા હાઇકોર્ટે સરકારના આ પ્રસ્તાવને માન્ય રાખી લીલી ઝંડી આપી દીધી છે. આ નિર્ણયના પગલે હવે 11 હજારમાંથી 10 હજાર વિદ્યાસહાયકોને તબક્કાવાર નિમણૂક પત્રો આપી શકાશે. આગામી સમયમાં 5 હજાર પદો પર નવી ભરતીનું આયોજન હાઇકોર્ટમાં સુનાવણી દરમિયાન રાજ્ય સરકાર વતી સરકારી વકીલે કહ્યું હતું કે, જે ઉમેદવારોએ અરજી કરી છે તેમના હિતોનું પણ ધ્યાન રાખવામાં આવશે. વધુમાં શિક્ષણ વિભાગે આગામી વર્ષ 2027 દરમિયાન પણ વધારાના 5 હજાર જેટલા પદો પર નવી ભરતીનું આયોજન કર્યું છે. પરિણામે, હાલ અરજી કરનાર ઉમેદવારો માટે પણ ભવિષ્યમાં પૂરતી તકો ઉપલબ્ધ રહેશે, તેવી રજૂઆત કોર્ટમાં થઈ હતી. હાઇકોર્ટના નિર્ણયથી પ્રાથમિક શાળાઓમાં શિક્ષકોની ઘટ દૂર થશે હાઇકોર્ટ તરફથી લીલી ઝંડી મળતા જ શિક્ષણ વિભાગ હવે આગળની વહીવટી કાર્યવાહી અને મેરિટ લિસ્ટ મુજબ નિમણૂક પત્રો આપવાની પ્રક્રિયા ઝડપી બનાવશે. હાઇકોર્ટના આ નિર્ણયથી પ્રાથમિક શાળાઓમાં શિક્ષકોની ઘટ દૂર થશે અને લાંબા સમયથી રોજગારીની રાહ જોઈ રહેલા હજારો શિક્ષકો તથા તેમના પરિવારજનોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.
    Click here to Read More
    Previous Article
    આણંદમાં નારી વંદન ઉત્સવ અંતર્ગત 'મહિલા કર્મયોગી દિવસ' ઉજવાયો:મહિલાલક્ષી યોજનાઓ અને કાયદાઓ વિશે વિસ્તૃત માહિતી અપાઈ
    Next Article
    Junagadh Corporation News | જૂનાગઢ મનપાની કામગીરી સામે સવાલ |Gujarat|Gujarati News| News 18 Gujarati

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment