Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વોટર મેઈન્ટેનન્સના અધિકારીઓ-કોન્ટ્રાક્ટરોની મિલીભગત:ભાજપના કોર્પોરેટરોએ પાણી ભરાવવા મુદ્દે અધિકારીઓને પૂછ્યું હવે પાણી ભરાશે તો શું?

    13 hours ago

    શહેરમાં તાજેતરમાં પડેલા ભારે વરસાદ બાદ અનેક વિસ્તારોમાં બે-બે દિવસ સુધી પાણી ન ઓસરતાં ભારે જનરોષ વ્યાપ્યો હતો. માત્ર બે ઇંચ વરસાદમાં જ પૂર્વના વિસ્તારો બેટમાં ફેરવાઈ જતાં આજે (7 ઓગસ્ટ) યોજાયેલી વોટર સપ્લાય કમિટીની બેઠકમાં ભાજપના જ કોર્પોરેટરોએ અધિકારીઓ પર પસ્તાળ પાડી હતી અને "હવે વરસાદ પડશે તો પાણી ભરાશે કે નહીં?" એવા વેધક પ્રશ્નો પૂછી ઘેર્યા હતા. આ તીખા વિરોધ વચ્ચે પણ વોટર ઓપરેશન એન્ડ મેઇન્ટેનન્સ વિભાગના અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોની શંકાસ્પદ મિલીભગતથી ટેન્ડર રીન્યૂ કર્યા વગર જ જૂની એજન્સીઓને જ કરોડોના કોન્ટ્રાક્ટ લંબાવી આપવાની વિવાદાસ્પદ દરખાસ્ત મંજૂર કરી દેવામાં આવી છે. ભાજપના કોર્પોરેટરોના સવાલો સામે અધિકારીઓની સફાઈ વોટર સપ્લાય કમિટીના ચેરમેન ધરમશી દેસાઈ અને કોર્પોરેટરોએ બેઠકમાં ચોંકાવનારા સવાલો ઉઠાવ્યા હતા. તેના જવાબમાં ઇજનેર વિભાગના અધિકારીઓએ દાવો કર્યો હતો કે, વરસાદ બાદ ડ્રેનેજ સફાઈ, સીસીટીવી ડિસિલ્ટિંગ, કેચપીટ સફાઈ અને તમામ બ્રેકડાઉન સરખા કરી લેવાયા છે, જેથી હવે નાગરિકોને પાણી ભરાવાની તકલીફ નહીં પડે. વધુમાં સાબરમતી નદીમાં જોવા મળેલા ફીણવાળા ગંદા પાણી અંગે સ્પષ્ટતા કરી હતી કે, જલવિહાર STP પ્લાન્ટ નજીકના નાળાનું કામ વરસાદના કારણે અટકેલું હતું, જે હવે પૂર્ણ કરી શુદ્ધ કરેલું પાણી જ નદીમાં છોડાઈ રહ્યું છે. ટેન્ડર પૂરા થયા છતાં જૂની એજન્સીઓ પર મહેરબાની બીજી તરફ, વહીવટી ગોલમાલનો વધુ એક મોટો પુરાવો સામે આવ્યો છે. શહેરમાં આવેલા 186 વોટર ડિસ્ટ્રીબ્યુશન સેન્ટરની સફાઈ માટે કાર્યરત 7 ખાનગી એજન્સીઓ (શિવમ એન્જિનિયર્સ, એકવા ગેસીયસ કંટ્રોલ, વી. બી. ચૌધરી, માના ટેકનો કોર્પોરેશન, રીદ્ધિ એન્જિનિયર્સ, વિકાસ ઈલેક્ટ્રિકલ અને મહિમા ઇન્ડસ્ટ્રીઝ)નો કોન્ટ્રાક્ટ 30 જૂન, 2026ના રોજ પૂર્ણ થઈ ચૂક્યો છે. નિયમ મુજબ જુલાઈ પહેલાં નવું ટેન્ડર બહાર પાડવાનું હતું પરંતુ, અધિકારીઓએ સમયસર ટેન્ડર પ્રક્રિયા હાથ જ ન ધરી. અધિકારી-કોન્ટ્રાક્ટર નેટવર્ક અને માસિક ₹71.58 લાખનો ખેલ ટેન્ડર પ્રક્રિયા સમયસર ન કરીને એજન્સીઓને જ ફાયદો પહોંચાડવા માટે આખી ગોઠવણ કરાઈ હોવાનો આક્ષેપ ઊઠ્યો છે. નવું ટેન્ડર ફાઈનલ ન થાય ત્યાં સુધી આ જ એજન્સીઓને કામગીરી ચાલુ રાખવા માટે માસિક ₹71.58 લાખ ચૂકવવાની દરખાસ્ત ચેરમેન ધરમશી દેસાઈ દ્વારા મંજૂર કરી દેવામાં આવી છે. અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોની મિલીભગતથી એવી શરતો મૂકવામાં આવે છે, જેથી નવી એજન્સી ભાગ ન લઈ શકે અને 3થી 4 મહિના સુધી જૂની એજન્સીઓને લાખો રૂપિયાનો સીધો લાભ મળતો રહે. આવી વિવાદાસ્પદ દરખાસ્તોને સમર્થન મળતાં શાસકો સામે પણ ગંભીર સવાલો ઊભા થયા છે.
    Click here to Read More
    Previous Article
    આણંદમાં એનાલોગ પનીર, ચીઝ, બટરના વેચાણ પર તવાઈ:ફૂડ સેફ્ટી વિભાગે સઘન તપાસ શરૂ કરી
    Next Article
    અમીરગઢમાં LCBએ દારૂની હેરાફેરી ઝડપી:કારમાંથી રૂ. 2.56 લાખનો દારુ ઝડપાયો, આરોપી વાહન મુકી ફરાર

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment