Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અમીરગઢમાં LCBએ દારૂની હેરાફેરી ઝડપી:કારમાંથી રૂ. 2.56 લાખનો દારુ ઝડપાયો, આરોપી વાહન મુકી ફરાર

    12 hours ago

    બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ વિસ્તારમાં લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમે દારૂની હેરાફેરી સામે મોટી કાર્યવાહી કરી છે. પોલીસે એક મારૂતિ સુઝુકી કારમાંથી વિદેશી દારૂનો જથ્થો જપ્ત કર્યો છે. જોકે, પોલીસની નાકાબંધી દરમિયાન કારચાલક વાહન છોડીને ફરાર થઈ ગયો હતો. ઝડપાયેલા દારૂની કિંમત રૂ. 2.56 લાખ આંકવામાં આવી છે. કાર સહિત કુલ મુદ્દામાલની કિંમત રૂ. 5.56 લાખ થાય છે. આ જથ્થો ભારતીય બનાવટના વિદેશી દારૂ અને બિયરનો હતો, જે પાસ-પરમિટ વિના હેરાફેરી કરવામાં આવી રહ્યો હતો. પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ, LCBને મળેલી બાતમીના આધારે રામપુરા વડલા ત્રણ રસ્તા પાસે નાકાબંધી ગોઠવવામાં આવી હતી. શંકાસ્પદ કારને રોકવાનો પ્રયાસ કરાતા ચાલકે કાર ભગાવી દીધી હતી. પોલીસે પીછો કરતાં ધનપુરા (વિરમપુર) ગામની સીમમાં કાર મૂકી દીધી હતી. અમીરગઢ પોલીસ સ્ટેશનમાં આ અંગે ગુનો નોંધી ફરાર આરોપીને ઝડપી પાડવા અને દારૂની હેરાફેરીના સમગ્ર નેટવર્ક સુધી પહોંચવા માટે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    વોટર મેઈન્ટેનન્સના અધિકારીઓ-કોન્ટ્રાક્ટરોની મિલીભગત:ભાજપના કોર્પોરેટરોએ પાણી ભરાવવા મુદ્દે અધિકારીઓને પૂછ્યું હવે પાણી ભરાશે તો શું?
    Next Article
    સેમિકન્ડક્ટરથી ડેટા સેન્ટર સુધી ગુજરાતનો કબજો:ગુજરાતે વિદેશી રોકાણમાં આખી દુનિયાને ચોંકાવી, 5 વર્ષમાં $73.9 બિલિયન મેળવી બન્યું દેશમાં નંબર-1

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment