Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સેમિકન્ડક્ટરથી ડેટા સેન્ટર સુધી ગુજરાતનો કબજો:ગુજરાતે વિદેશી રોકાણમાં આખી દુનિયાને ચોંકાવી, 5 વર્ષમાં $73.9 બિલિયન મેળવી બન્યું દેશમાં નંબર-1

    11 hours ago

    GIFT City ખાતે આયોજિત 'વિકસિત ગુજરાત સમિટ-2026' દરમિયાન રાજ્યના આર્થિક અને ટેકનોલોજીકલ પાવરહાઉસ અંગે સનસનાટીભર્યા આંકડાકીય ખુલાસા સામે આવ્યા છે. નીતિ આયોગના 'ઇન્વેસ્ટમેન્ટ ફ્રેન્ડલીનેસ ઇન્ડેક્સ-2026' મુજબ, એપ્રિલ-2020થી 2025 વચ્ચે ગુજરાતે રેકોર્ડબ્રેક 73.9 બિલિયન અમેરિકન ડોલરનું વિદેશી પ્રત્યક્ષ રોકાણ (FDI) આકર્ષીને સમગ્ર દેશમાં પ્રથમ સ્થાન જાળવી રાખ્યું છે. વર્ષ 2019થી સતત ગ્લોબલ ઇન્વેસ્ટમેન્ટ મેળવવામાં રાજ્ય અગ્રેસર રહ્યું છે. હાઇ-ટેક સેમિકન્ડક્ટર અને ડેટા સેન્ટર્સ પર કબજો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિગતો આપતાં જણાવ્યું કે મેન્યુફેક્ચરિંગ અને રિન્યુએબલ એનર્જી બાદ હવે ટેકનોલોજી ક્ષેત્રે મોટો ધડાકો થયો છે. રાજ્યમાં 3 વિશાળ સેમિકન્ડક્ટર પ્લાન્ટ કાર્યરત થઈ ચૂક્યા છે. આ સિવાય જાહેર કરાયેલી નવી GCC અને ડેટા સેન્ટર પોલિસીના લીધે હાઇપરસ્કેલ ડેટા સેન્ટરોનું સમાંતર નેટવર્ક ઊભું થઈ રહ્યું છે. GIFT Cityમાં સ્થાપિત AI સેન્ટર ઓફ એક્સેલન્સ ઉદ્યોગ અને તકનીક વચ્ચે મુખ્ય કડી તરીકે કામ કરશે. ગ્રીન એનર્જી અને ડેનમાર્કનું કનેક્શન સમિટમાં હાજર ડેનમાર્કના રાજદૂત એચ.ઈ. રાસ્મસ અબિલ્ડગાર્ડ ક્રિસ્ટનસેને ખાવડા ખાતે આકાર લઈ રહેલા વિશાળ રિન્યુએબલ એનર્જી પાર્કનો ઉલ્લેખ કરી ભારત-ડેનમાર્ક વચ્ચે ગ્રીન શિપિંગ અને ઓરિજિનલ રિસર્ચ ક્ષેત્રે ચાલી રહેલા હાઈ-લેવલ નેટવર્કની પુષ્ટિ કરી હતી. આ સિવાય પ્રાકૃતિક ખેતી અને અમૃત સરોવર જેવા અભિયાનો દ્વારા ગ્રીન ગવર્નન્સ પર ભાર મુકાયો છે. સનરાઇઝ સેક્ટરમાં 5 વર્ષનો માસ્ટરપ્લાન સાયન્સ એન્ડ ટેકનોલોજી મંત્રી અર્જુન મોઢવાડિયાએ દાવો કર્યો છે કે, સ્પેસ ટેકનોલોજી, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI), ઇલેક્ટ્રોનિક્સ અને બાયોટેક જેવા સનરાઇઝ સેક્ટરમાં ગુજરાતે સંપૂર્ણ પકડ જમાવી લીધી છે. વિઝન અને વિશ્વસ્તરીય ઇન્ફ્રાસ્ટ્રક્ચરના બળે આગામી 5 વર્ષમાં રાજ્ય આ તમામ હાઇ-ટેક ક્ષેત્રોનું નિર્વિવાદ કેન્દ્ર બની જશે.
    Click here to Read More
    Previous Article
    અમીરગઢમાં LCBએ દારૂની હેરાફેરી ઝડપી:કારમાંથી રૂ. 2.56 લાખનો દારુ ઝડપાયો, આરોપી વાહન મુકી ફરાર
    Next Article
    મોરવા હડફ કોલેજમાં 300 કિશોરીઓને હાઇજિન કીટ અપાઈ:મહિલા કલ્યાણ દિવસ ઉજવાયો; નારી સશક્તિકરણ, મહિલા સુરક્ષા, કાનૂની અધિકારોનું માર્ગદર્શન અપાયું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment