Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મોરવા હડફ કોલેજમાં 300 કિશોરીઓને હાઇજિન કીટ અપાઈ:મહિલા કલ્યાણ દિવસ ઉજવાયો; નારી સશક્તિકરણ, મહિલા સુરક્ષા, કાનૂની અધિકારોનું માર્ગદર્શન અપાયું

    10 hours ago

    મોરવા હડફની સરકારી વિનયન અને વિજ્ઞાન કોલેજ ખાતે 'નારી વંદન ઉત્સવ' અંતર્ગત 'મહિલા કલ્યાણ દિવસ'ની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે 300 કિશોરીઓને હાઇજિન કીટનું વિતરણ કરાયું હતું અને મહિલા અધિકારો અંગે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીનીઓ અને સ્થાનિક કિશોરીઓએ ભાગ લીધો હતો. ઉપસ્થિત અધિકારીઓએ નારી સશક્તિકરણ, મહિલા સુરક્ષા, કાનૂની અધિકારો તેમજ મહિલાઓ માટેની વિવિધ સરકારી કલ્યાણકારી યોજનાઓ વિશે વિસ્તૃત માહિતી આપી હતી. આ માર્ગદર્શનનો મુખ્ય હેતુ મહિલાઓને તેમના હકો અને ઉપલબ્ધ સહાય વિશે જાગૃત કરવાનો હતો. આ કાર્યક્રમમાં દહેજ પ્રતિબંધક અને સંરક્ષણ અધિકારી કિરણબેન તરાલ, ફિલ્ડ ઓફિસર રૂપલબેન, ડિસ્ટ્રિક્ટ હબ ફોર એમ્પાવરમેન્ટ ઓફ વુમન (DHEW)ના જિલ્લા મિશન કોઓર્ડિનેટર મહેશભાઈ કામરોલા, વન સ્ટોપ સેન્ટર (OSC)ના કેન્દ્ર સંચાલક અને મહિલા શક્તિ કેન્દ્ર (PBSC)ના કાઉન્સિલર સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. કિશોરીઓમાં સ્વાસ્થ્ય અને સ્વચ્છતા અંગે જાગૃતિ લાવવાના ઉદ્દેશ્યથી 300 હાઇજિન કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. કોલેજના આચાર્ય, પ્રોફેસરો અને સમગ્ર સ્ટાફ પરિવારે પણ આ કાર્યક્રમમાં હાજરી આપી હતી.
    Click here to Read More
    Previous Article
    સેમિકન્ડક્ટરથી ડેટા સેન્ટર સુધી ગુજરાતનો કબજો:ગુજરાતે વિદેશી રોકાણમાં આખી દુનિયાને ચોંકાવી, 5 વર્ષમાં $73.9 બિલિયન મેળવી બન્યું દેશમાં નંબર-1
    Next Article
    Editor's View: જેન-ઝીનો વિદ્રોહ આગ બની ભભૂક્યો:આ 'એજ ગેપ'નું વાવાઝોડું સરકારોને ઉખેડીને ફેંકી શકે, ભલભલા નેતાઓ એક ફેક્ટર સમજવામાં થાપ ખાઇ ગયા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment